________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૯૯ મવડ્યો ઇટ: | પ્રથમ સમયમાં અસ્તિની, બીજા સમયમાં નાસ્તિની અને ત્રીજા સમયમાં અવક્તવ્યની ક્રમિક વિચક્ષા હોતા બનતો સાતમો ભંગ છે (૭) યાત્ મતિ નતિ આવો ઘટઃ | આ પ્રમાણે સાત ભંગો બને છે.
પ્રથમ ભંગ - ઘટનું અસ્તિત્વ સ્વચતુષ્ટયની દૃષ્ટિએ છે. ઘટના પોતાનાં જ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તેના અસ્તિત્વના નિયામક છે.
૧. ઘડાનાં સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયનું વિવેચન તત્ત્વાર્થવાર્તિકમાં (૧.૬) આ પ્રમાણે
છે – (૧) જેમાં ઘટબુદ્ધિ અને “ઘટ’ શબ્દનો વ્યવહાર થાય તે સ્વાત્મા તથા તેનાથી ભિન્ન પરાત્મા. ઘટ સ્વાત્માની દૃષ્ટિએ અતિ છે અને પરાત્માની દૃષ્ટિએ નાસ્તિ છે. (૨) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપોનો જે આધાર હોય તે સ્વાત્મા તથા અન્ય પરાત્મા. જો અન્ય રૂપથી પણ ઘટ અતિ કહેવાતો હોય તો પ્રતિનિયત નામાદિ વ્યવહારનો ઉચ્છેદ જ થઈ જાય. (૩) “ઘટ’ શબ્દના વાચ્ય અનેક ઘટમાંથી વિવક્ષિત અમુક ઘટના જે આકાર આદિ છે તે તેનો સ્વાત્મા, અન્ય પરાત્મા. જો ઇતર ઘટના આકારથી પણ તે ઘટ અસ્તિ હોય તો બધા ઘટો એક ઘટરૂપ બની જાય. (૪) અમુક ઘટ પણ દ્રવ્યદૃષ્ટિએ અનેકણસ્થાયી હોય છે. અન્વયી મુદ્રવ્યની અપેક્ષાએ સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, કપાલ આદિ પૂર્વોત્તર અવસ્થાઓમાં પણ ઘટવ્યવહાર સંભવે છે, તેથી મધ્યક્ષણવર્તી ઘટપર્યાય સ્વાત્મા છે તથા અન્ય પૂર્વોત્તર પર્યાયો પરાત્મા છે, તે જ અવસ્થામાં તે ઘટ છે કારણ કે ઘટનાં ગુણ, ક્રિયા આદિ તે જ અવસ્થામાં મળે છે. (૫) તે મધ્યકાલવર્તી ઘટપર્યાયોમાં પણ પ્રતિક્ષણ ઉપચય અને અપચય થતો રહે છે, તેથી ઋજુસૂત્રનયની દષ્ટિએ એકક્ષણવર્તી ઘટ જ સ્વાત્મા છે, અતીત-અનાગતકાલીન તે જ ઘટના પર્યાયો પરાત્મા છે. જો પ્રત્યુત્પન્ન ક્ષણની જેમ અતીત અને અનાગત ક્ષણોથી પણ ઘટનું અસ્તિત્વ માનવામાં આવે તો બધા ઘટો વર્તમાન ક્ષણમાત્ર જ બની જાય. અતીત અને અનાગતની જેમ પ્રત્યુત્પન્ન ક્ષણથી પણ અસત્ત્વ માનવામાં આવે તો જગતમાંથી ઘટવ્યવહારનો લોપ જ થઈ જાય. (૬) તે પ્રત્યુત્પન્ન ઘટ એટલે કે એક વર્તમાન ઘટક્ષણમાં પણ રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, આકાર આદિ અનેક ગુણો અને પર્યાયો છે, તેથી ઘટ તો પૃથુબુબ્બોદરાકારથી છે, અન્યથી નથી કેમ કે ઘટવ્યવહાર પૃથુબુબ્બોદરાકારથી થાય છે, અન્યથી થતો નથી. (૭) આ આકારમાં રૂપ, રસ આદિ બધું છે. ઘડાના રૂપને આંખથી જોઈને જ ઘડાના અસ્તિત્વનો વ્યવહાર થાય છે, તેથી રૂપ સ્વાત્મા છે તથા રસાદિ પરાત્મા છે. આખથી ઘડાને જોઉં છું અહીં જો રૂપની જેમ રસાદિ પણ ઘટના સ્વાત્મા બની જાય તો રસાદિ પણ ચક્ષુગ્રાહ્ય બની જાય અને પરિણામે રૂપાત્મક બની જાય. એવું થાય તો અન્ય ઇન્દ્રિયોની કલ્પના નિરર્થક બની જાય. (૮) શબ્દભેદે અર્થભેદ થાય છે.