________________
પ્રમાણમીમાંસા
૩૦૫ જૈન માન્યતાનું દિગ્દર્શન માત્ર છે. તેઓ અર્થ અને આલોકની કારણતાનો પોતાની અંતરંગ સૂક્ષ્મ દષ્ટિથી નિરાસ આ પ્રમાણે કરે છે - જ્ઞાન અર્થનું કાર્ય હોઈ શકે નહિ કેમ કે જ્ઞાન તો માત્ર એટલું જ જાણે છે કે “આ અમુક અર્થ છે તે એ નથી જાણતું કે હું આ અર્થથી ઉત્પન્ન થયું છું. જો જ્ઞાન ખુદ આ જાણતું હોત તો વિવાદની કોઈ ગુંજાશ જ ન રહેતી. ઈન્દ્રિયાદિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અર્થના પરિચ્છેદમાં વ્યાપાર કરે છે અને પોતાના ઉત્પાદક ઇન્દ્રિયાદિ કારણોને સૂચવે પણ છે. જ્ઞાનનો અર્થ સાથે જ્યારે નિશ્ચિત અન્વય અને વ્યતિરેક નથી ત્યારે જ્ઞાનનો અર્થ સાથે કાર્યકારણભાવ સ્થિર ન કરી શકાય. સંશય અને વિપર્યયજ્ઞાન પોતાના વિષયભૂત પદાર્થોના અભાવમાં પણ ઇન્દ્રિયદોષ આદિથી ઉત્પન્ન થાય છે. પદાર્થો ઉપસ્થિત હોવા છતાં પણ ઇન્દ્રિય અને મનનો વ્યાપાર ન હોતાં સુષુપ્ત, મૂર્શિત આદિ અવસ્થાઓમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જો મિથ્યાજ્ઞાનમાં ઇન્દ્રિયોની દુષ્ટતા હેતુ છે તો સમ્યજ્ઞાનમાં ઈન્દ્રિયોની નિર્દોષતા જ કારણ મનાવી જોઈએ.
અન્ય કારણોથી ઉત્પન્ન બુદ્ધિ દ્વારા સકિર્ષનો નિશ્ચય થાય છે. સન્નિકર્ષમાં પ્રવિષ્ટ અર્થની સાથે જ્ઞાનનો કાર્યકારણભાવ ત્યારે નિશ્ચિત થઈ શકે જ્યારે સગ્નિકર્ષ, આત્મા, મન અને ઇન્દ્રિય આદિ કોઈ એક જ્ઞાનના વિષય હોય. પરંતુ આત્મા, મન અને ઇન્દ્રિયો તો અતીન્દ્રિય છે. તેથી પદાર્થ સાથે થનારો તેમનો સકિર્ય પણ સ્વભાવતઃ અતીન્દ્રિય જ હોવાનો અને આ રીતે જ્યારે તે વિદ્યમાન હોવા છતાં પણ અપ્રત્યક્ષ જ રહેતો હોય ત્યારે જ્ઞાનની ઉત્પત્તિમાં તેની કારણતા કેવી રીતે મનાય. - જ્ઞાન અર્થને જાણે છે પણ અર્થમાં રહેનારી જ્ઞાનકારણતાને જાણતું નથી. જ્યારે જ્ઞાન અતીત અને અનાગત પદાર્થોને, જેઓ જ્ઞાનકાળે અવિદ્યમાન છે તેમને, જાણે છે ત્યારે અર્થની જ્ઞાન પ્રતિ કારણતા આપોઆપ નિસ્સાર સિદ્ધ થઈ જાય છે. કમળો થયો હોય તેને સફેદ શખમાં અવિદ્યમાન પીળાપણાનું જ્ઞાન થાય છે અને મરણોન્મુખ વ્યક્તિને પદાર્થ ઉપસ્થિત હોવા છતાં પણ તેનું જ્ઞાન થતું નથી યા વિપરીત જ્ઞાન થાય છે.
ક્ષણિક પદાર્થ તો જ્ઞાનનું કારણ બની શકે જ નહિ, કેમ કે જ્યારે તે ક્ષણિક હોવાથી કાર્યકાલ સુધી પહોંચતો જ નથી ત્યારે તેને કારણ કેવી રીતે કહેવાય. ૧. તક્રિયાનિકિનિમિત્તનું તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૪. ૨. લઘીયત્રય, શ્લોક ૫૩. ૩. લઘીયસ્રયસ્વવૃત્તિ, શ્લોક ૫૫. *