________________
૩૨૬
જૈનદર્શન
પ્રાણીઓમાં જો મૂળભૂત એક બ્રહ્મનો જ સદ્ભાવ હોય તો અખંડભાવે બધાં જ પ્રાણીઓને એકસરખી જ સુખદુઃખની અનુભૂતિ થવી જોઈએ. એક અનિર્વચનીય અવિદ્યા યા માયાનો સહારો લઈને આ ઉકળતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય નહિ.
બ્રહ્મને જગતનું ઉપાદાન કહેવું એટલા માટે અસંગત છે કેમ કે એક જ ઉપાદાનથી વિભિન્ન સહકારીઓ મળવાના કારણે પણ જડ અને ચેતન, મૂર્ત અને અમૂર્ત જેવા અત્યન્ત વિરોધી કાર્યો ઉત્પન્ન થઈ શકે નહિ. એક ઉપાદાનથી જન્ય કાર્યોમાં એકરૂપતાનો અન્વય અવશ્ય જોવામાં આવે છે. ‘બ્રહ્મ ક્રીડા માટે જગતને ઉત્પન્ન કરે છે’ એમ કહેવું એ તો એક પ્રકારની ચાલાકી છે. ક્રીડા તો આનન્દપ્રાપ્તિ માટે હોય, સંપૂર્ણાનન્દ આનન્દપ્રાપ્તિ માટે ક્રીડા કરે છે એમ કહેવું એ તો વદતોવ્યાઘાત છે. વળી, બ્રહ્મ કરુણાથી પ્રેરાઈને જગતને ઉત્પન્ન કરે છે એમ કહેવું પણ ઘટતું નથી કેમ કે જ્યારે બ્રહ્મથી ભિન્ન કોઈ દયા કરવા યોગ્ય પ્રાણી છે જ નહિ ત્યારે કોના ઉપર દયા કરવા જગતને ઉત્પન્ન કરવાની વાત તે વિચારે છે ? વળી, જ્યારે બ્રહ્મથી ભિન્ન અવિઘા વાસ્તવિક છે જ નહિ ત્યારે આત્મશ્રવણ, મનન અને નિદિધ્યાસન આદિ દ્વારા કોની નિવૃત્તિ કરવામાં આવે છે.
અવિદ્યાને તત્ત્વજ્ઞાનનો પ્રાગભાવ ન માની શકાય કેમ કે જો તે સર્વથા અભાવરૂપ હોય તો ભેદજ્ઞાનરૂપ કાર્યને તે ઉત્પન્ન ન કરી શકે. એક વિષ સ્વયં સત્ હોઈને, પૂર્વવિષને, જે પોતે સત્ હોવાથી જ મૂર્છા આદિ કાર્ય કરી રહ્યું હતું તેને, શાન્ત કરી શકે છે અને તેને શાન્ત કરીને પોતે પણ શાન્ત થઈ શકે છે. એમાં બે સત્ પદાર્થોનો જ બાધ્યબાધકભાવ સિદ્ધ થાય છે. જ્ઞાનમાં વિદ્યાત્વ અને અવિદ્યાત્વની વ્યવસ્થા ભેદ યા અભેદને ગ્રહણ કરવાના કારણે નથી. આ વ્યવસ્થા તો સંવાદ અને વિસંવાદના આધારે થાય છે અને સંવાદ તો અભેદની જેમ ભેદમાં પણ નિર્વિવાદપણે દેખાય છે.
અવિદ્યાને ભિન્નાભિન્ન આદિ વિચારોથી દૂર રાખવી પણ ઉચિત નથી, કેમ કે ઇતરેતરાભાવ આદિ અવસ્તુ હોવા છતાં પણ ભિન્નાભિન્ન આદિ વિચારોના વિષય બને છે, અને ગોળ અને ખાંડના પરસ્પર ગળપણનું તારતમ્ય વસ્તુ હોવા છતાં પણ વિચારનો વિષય બની શકતું નથી. તેથી પ્રત્યક્ષસિદ્ધ ભેદનો લોપ કરી કાલ્પનિક અભેદના આધારે પરમાર્થ બ્રહ્મની કલ્પના કરવી એ વ્યવહારવિરુદ્ધ તો છે જ, પણ પ્રમાણવિરુદ્ધ પણ છે.
હા, પ્રત્યેક દ્રવ્ય પોતે પોતાનામાં અદ્વૈત છે. તે પોતાના ગુણો અને પર્યાયોમાં અનેક પ્રકારે ભાસમાન થાય છે, પરંતુ એ જાણી લેવું આવશ્યક છે કે તે ગુણો અને