________________
પ્રમાણમીમાંસા
૩૩૯ છૂટી જાય છે અને પુરુષ મુક્ત થઈ જાય છે ત્યારે આ ધર્મોની ઉત્પત્તિ થતી નથી,
જ્યાં સુધી સંસર્ગ રહે છે ત્યાં સુધી તેમની ઉત્પત્તિ થાય છે, આ રીતે પ્રકૃતિસંસર્ગ જ તેમનો હેતુ ઠરે છે, પરંતુ જો પુરુષમાં વિકારરૂપ પરિણમનની યોગ્યતા અને પ્રવૃત્તિ ન હોય તો પ્રકૃતિસંસર્ગ બળજબરીથી તો તેમાં વિકાર ઉત્પન્ન કરી શકે નહિ. અન્યથા મુક્ત અવસ્થામાં પણ વિકાર ઉત્પન્ન થવા જોઈએ કેમ કે વ્યાપક હોવાથી મુક્ત આત્માની પ્રકૃતિસંસર્ગ છૂટ્યો તો નથી, સંયોગ તો તેનો કાયમ છે જ. પ્રકૃતિને ચરિતાર્થ તો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે જે પુરુષ પહેલાં તેના સંસર્ગથી સંસારમાં પ્રવૃત્ત થતો હતો તે હવે સંસરણ કરતો નથી. તેથી ચરિતાર્થ અને પ્રવૃત્તાર્થ વ્યવહાર પણ પુરુષની દષ્ટિએ જ છે, પ્રકૃતિની દષ્ટિએ નથી.
જ્યારે પુરુષ પોતે રાગ, વિરાગ, વિપર્યય, વિવેક અને જ્ઞાન-વિજ્ઞાનરૂપ પરિણમનોનું વાસ્તવિક ઉપાદાનકારણ છે ત્યારે તેને આપણે લંગડો ન કહી શકીએ. એક દૃષ્ટિએ તો પ્રકૃતિ કેવળ આંધળી જ નથી પરંતુ પુરુષના પરિણમનો માટે લંગડી પણ છે. જે કરે તે ભોગવે આ સિદ્ધાન્ત નિરપવાદ છે. તેથી પુરુષમાં જ્યારે વાસ્તવિક ભોક્નત્વ માન્યા વિના કોઈ ચારો નથી ત્યારે વાસ્તવિક કર્તત્વ પણ તેમાં જ માનવું ઉચિત છે. જ્યારે કર્તુત્વ અને ભોસ્તૃત્વ અવસ્થાઓ પુરુષગત જ બની જાય છે ત્યારે તેનું કૂટસ્થનિત્યત્વ આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે. ઉત્પાદ-વ્યયપ્રૌવ્યરૂપ પરિણામ પ્રત્યેક સતનું અપરિહાર્ય લક્ષણ છે, પછી ભલે તે ચેતન હોય કે અચેતન, મૂર્ત હોય કે અમૂર્ત. પ્રત્યેક સત પોતાના સ્વાભાવિક પરિણામી સ્વભાવ અનુસાર એક પર્યાયને છોડી બીજા પર્યાયને ધારણ કરતું ચાલ્યા કરે છે. આ પરિણમનો સદશ પણ હોય છે અને વિસદશ પણ. પરિણમનની ધારાને તો પોતાની ગતિથી સદા પ્રતિક્ષણ વહેતા રહેવું છે. બાહ્યાભ્યન્તર સામગ્રી અનુસાર તેમાં વિવિધતા બરાબર આવતી રહે છે. સાંખ્યના પ્રસ્તુત વિવેચિત મતને કેવલસામાન્યવાદમાં સામેલ એટલા માટે કર્યો છે કેમ કે તેણે પ્રકૃતિને એક નિત્ય વ્યાપક અને અખંડ તત્ત્વ માનીને તેને જ મૂર્ત-અમૂર્ત આદિ વિરોધી પરિણમનોનો સામાન્ય આધાર માન્યો છે. વિશેષપદાર્થવાદ
(૧) બૌદ્ધનો પૂર્વપક્ષ - બૌદ્ધ સામાન્યપણે વિશેષ પદાર્થને જ વાસ્તવિક તત્ત્વ માને છે. સ્વલક્ષણ, ચેતન હો કે અચેતન, ક્ષણિક અને પરમાણુરૂપ છે. જે જ્યાં અને જે સમયે ઉત્પન્ન થાય છે તે ત્યાં જ અને તે જ સમયે નાશ પામી જાય છે. કોઈ