________________
३४०
જૈનદર્શન પણ પદાર્થ દેશાન્તર અને કાલાન્તરમાં વ્યાપ્ત થઈ શકતો નથી, તે બે દેશોને સ્પર્શ કરતો નથી તેમ જ બે ક્ષણોમાં રહેતા નથી. પ્રત્યેક પદાર્થનો પ્રતિક્ષણ નાશ પામવાનો સ્વભાવ છે. તેને નાશ માટે કોઈ અન્ય કારણની આવશ્યકતા નથી. ઉત્તર ક્ષણની ઉત્પત્તિનાં જેટલાં કારણો છે તેમનાથી ભિન્ન કોઈ અન્ય કારણની અપેક્ષા તે પૂર્વ ક્ષણના વિનાશને નથી હોતી, તે વિનાશ તેટલાં જ કારણોથી થઈ જાય છે, તેથી નાશને નિર્દેતુક કહે છે. નિર્દેતકનો અર્થ “કારણોના અભાવમાં થઈ જવુંએવો નથી, પરંતુ ‘ઉત્પાદના જે કારણો હોય તે કારણોથી ભિન્ન કોઈ અન્ય કારણની અપેક્ષા ન રાખવી’ એવો છે. પ્રત્યેક પૂર્વ ક્ષણ (પૂર્વ ક્ષણિક વસ્તુ) સ્વયં નાશ પામતો ઉત્તર ક્ષણને ઉત્પન્ન કરતો જાય છે અને આ રીતે એક વર્તમાન ક્ષણ જ અસ્તિત્વમાં રહીને ધારાની ક્રમબદ્ધતાનું પ્રતીક બને છે. પૂર્વોત્તર ક્ષણોની આ સત્તતિપરંપરામાં કાર્યકારણભાવ અને બન્ધ-મોલ આદિની વ્યવસ્થા ઘટે છે.
સ્થિર અને સ્થળ બન્ને મનની કલ્પના છે. સ્થિરતાનો પ્રતિભાસ સંદેશ ઉત્પત્તિમાં એકત્વનું મિથ્યા ભાન થવાના કારણે થાય છે અને સ્થૂળતાનો પ્રતિભાસ પુજમાં સમ્બદ્ધબુદ્ધિ થવાના કારણે થાય છે. વિચારીને જોઈએ તો એ સાવ સ્પષ્ટ થઈ જાય છે કે જેને આપણે સ્થૂળ પદાર્થ કહીએ છીએ તે માત્ર પરમાણુઓનો પંજ જ તો છે. અત્યાસન્ન અને અસંતૃષ્ટ પરમાણુઓમાં સ્થૂળતાનો ભ્રમ થાય છે. એક પરમાણુનો બીજા પરમાણુ સાથે જો સર્વાત્મના સંસર્ગ માનીએ તો બે પરમાણુઓ મળીને એક બની જાય અને આ ક્રમે પરમાણુઓનો પિંડ અણુમાત્ર બનીને રહી જાય. જો એક દેશથી સંસર્ગ માનવામાં આવે તો છ દિશાઓમાં રહેલા છે પરમાણુઓ સાથે સંસર્ગ ધરાવતા મધ્યવર્તી પરમાણુના છ દેશની કલ્પના કરવી પડે. તેથી કેવળ પરમાણુઓના સંચય જ ઇન્દ્રિયપ્રતીતિનો વિષય બને છે.
૧. જે વ સ તવ યો યવ દૈવ સ: |
ન રેતિયોવ્યરિવાનામદ વિદતે II ઉદ્ભૂત પ્રમેયરત્નમાલા, ૪.૧ ૨. ખરેખર તો આમ કહેવું જોઈએ - વસ્તુનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. એટલે જે કારણો
વસ્તુને ઉત્પન્ન કરે છે તે જ તેના ક્ષણભંગુર સ્વભાવને પણ ઉત્પન્ન કરે છે, તેના ક્ષણભંગુર સ્વભાવને ઉત્પન્ન કરનારાં બીજાં કારણો હોઈ શકે નહિ, વસ્તુ ક્ષણભંગુર સ્વભાવવાળી જ તેનાં કારણોથી ઉત્પન્ન થાય છે. વસ્તુનો સ્વભાવ જ ક્ષણભંગુર હોવાથી તે ઉત્પત્તિ પછી તરત જ સ્વભાવતઃ નાશ પામે છે, નાશ પામવા માટે તેને કોઈ કારણોની અપેક્ષા નથી. તેથી વિનાશને નિર્દેતુક કહ્યો છે. (અનુવાદક)