________________
उ४४
જૈનદર્શન મીમાંસા કરતા નથી, પરંતુ સુનિશ્ચિત કાર્યકારણભાવના પ્રયોગ દ્વારા વસ્તુસ્વરૂપની મીમાંસા કરે છે. - સ્ત્રીનું સર્પિણી, નરકનું દ્વાર, પાપની ખાણ, નાગણ અને વિષવેલ આદિ રૂપે જે ભાવનાત્મક વર્ણન મળે છે તે કેવળ વૈરાગ્ય જગાડવા માટે છે, તેથી સ્ત્રી સર્પિણી યા નાગણ બની જતી નથી. પદાર્થને નિત્ય માનવાથી તેનામાં સહજ રાગ પેદા થાય છે. આત્માને શાશ્વત માનવાથી મનુષ્ય તેના ચિર સુખ માટે ન્યાય અને અન્યાયથી જેટલો બને તેટલો પરિગ્રહનો સંગ્રહ કરવા લાગે છે. તેથી બુદ્ધ આ તૃષ્ણામૂલક પરિગ્રહથી વિરક્તિ લાવવા માટે શાશ્વત આત્માનો જ નિષેધ કરીને નૈરાભ્યનો ઉપદેશ આપ્યો. તેમને મોટો ભય હતો કે જેવી રીતે નિત્ય આત્માના મોહમાં પડેલા અન્યતીર્થિક તૃષ્ણામાં આકંઠ ડૂબેલા છે તેવી રીતે બૌદ્ધ ભિક્ષુઓ રખેને બની જાય અને એટલે જ તેમણે તીવ્ર કઠોરતાથી આત્માની શાશ્વતિતાનો જ નહિ, ખુદ આત્માનો જ નિષેધ કરી નાખ્યો. જગતને ક્ષણિક, શૂન્ય, નિરાત્મક, અશુચિ અને દુઃખરૂપ કહેવું એ પણ માત્ર ભાવનાઓ જ છે. પરંતુ એથી આગળ વધીને આ જ ભાવનાઓએ દર્શનનું રૂપ લઈ લીધું અને એક એક શબ્દને લઈને એક એક વાદ – ક્ષણિકવાદ, શૂન્યવાદ, નૈરામ્યવાદ આદિ - ખડો થઈ ગયો. એક વાર એમને દાર્શનિકરૂપ મળી ગયું એટલે પછી તો તેમનું મોટા ઉગ્ર રૂપમાં સમર્થન થવા લાગ્યું.
બુદ્ધ યોગિજ્ઞાનની ઉત્પત્તિ ચાર આર્ય સત્યોની ભાવનાના પ્રકર્ષ સુધી પહોંચવાથી થતી માની છે. તેમાં દષ્ટાન્ત પણ આપ્યું છે તો તે છે કામુકનું. જેમ કોઈ કામુક પોતાની પ્રિય કામિનીની તીવ્રતમ ભાવના દ્વારા તેનો સામે ઉપસ્થિત હોય એવો સાક્ષાત્કાર કરી લે છે તેમ ભાવનાથી સત્યનો સાક્ષાત્કાર પણ થઈ જાય છે. તેથી જ્યાં સુધી વૈરાગ્યને સંબંધ છે ત્યાં સુધી તો જગતને ક્ષણિક અને પરમાણુપજરૂપ માનીને ચાલવામાં કોઈ હાનિ નથી કેમ કે અસત્યોપાધિથી પણ સત્ય સુધી પહોંચી શકાય છે, પરંતુ દાર્શનિક ક્ષેત્ર તો વસ્તુસ્વરૂપની યથાર્થ મીમાંસા કરવા ઇચ્છે છે. તેથી દાર્શનિક ક્ષેત્રમાં ભાવનાઓનું કામ નથી. પ્રતીતિસિદ્ધ સ્થિર અને સ્થૂલ પદાર્થોને ભાવનાવશ થઈને આપણે અસત્યતાનો ફતવો આપી શકીએ નહિ.
જે ક્રમ અને યૌગપદ્ય સાથે અર્થક્રિયાની વ્યાપ્તિ છે તે ક્રમ અને યૌગપદ્ય તો સર્વથા ક્ષણિક પદાર્થમાં પણ ઘટતા નથી. જો પૂર્વનો ઉત્તરની સાથે કોઈ સંબંધ ન હોય તો તેમની વચ્ચે કાર્યકારણભાવ બની શકે જ નહિ. અવ્યભિચારી ૧. મૂતાર્થમાવના પર્વનું યોગિજ્ઞાનમુ ન્યાયબિન્દુ, ૧.૧૧ ૨. શોમયોન્માવૌવનાઘુપતૃતાઃ |
નમૂતાના પતિ પુરતોડવસ્થિતનવ પ્રમાણવાર્તિક, ૨.૨૮૨