________________
૩૬૮
જૈનદર્શન સમભિરૂઢનય અને સમભિરૂઢનયાભાસ
એકકાલવાચક, એકલિંગક તથા એકસખ્યક પણ અનેક પર્યાયવાચી શબ્દો હોય છે. સમભિરૂઢનય તે બધા પર્યાયવાચી શબ્દોનો અર્થભેદ માને છે. આ નયના અભિપ્રાયથી એકલિંગવાળા ઇન્દ્ર, શક્ર અને પુરજર આ ત્રણ શબ્દોમાં પ્રવૃત્તિનિમિત્તની ભિન્નતા હોવાથી ભિન્નાર્થવાચકતા છે. શક્ર શબ્દ શાસનક્રિયાની અપેક્ષાથી, ઈન્દ્ર શબ્દ ઇન્દન અર્થાત્ ઐશ્વર્યક્રિયાની અપેક્ષાથી અને પુરન્દર શબ્દ પૂર્ધારણક્રિયાની અપેક્ષાથી પ્રવૃત્ત થયા છે. તેથી ત્રણે શબ્દો વિભિન્ન અવસ્થાઓના વાચક છે. શબ્દનયમાં એકલિંગવાળા પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ ન હતો. પરંતુ સમભિરૂઢનય પ્રવૃત્તિનિમિત્તોની ભિન્નતા હોવાના કારણે પર્યાયવાચી શબ્દોમાં પણ અર્થભેદ માને છે. આ નય તે કોશકારો આગળ દાર્શનિક આધાર રજૂ કરે છે જેમણે એક જ રાજા યા પૃથ્વીના અનેક નામો એટલે કે પર્યાયવાચી શબ્દો તો પ્રસ્તુત કરી દીધા છે પરંતુ તે પદાર્થમાં તે પર્યાય શબ્દોની વાચ્યશક્તિ જુદી જુદી નથી સ્વીકારી. જેમ એક અર્થ અનેક શબ્દોનો વાચ્ય બની શકતો નથી તેમ એક શબ્દ અનેક અર્થોનો વાચક પણ બની શકતો નથી. એક ગો શબ્દના અગિયાર અર્થો ન હોઈ શકે, તે શબ્દમાં અગિયાર પ્રકારની વાચકશક્તિ માનવી જ પડે. અન્યથા જો તે જે શક્તિથી પૃથ્વીનો વાચક છે તે જ શક્તિથી ગાયનો વાચક પણ હોય તો એકશક્તિક શબ્દથી વાચ્ય હોવાના કારણે પૃથ્વી અને ગાય બન્ને એક બની જશે. તેથી શબ્દમાં વાચ્યભેદના હિસાબે અનેક વાચકશક્તિઓની જેમ પદાર્થમાં પણ વાચકભેદની અપેક્ષાએ અનેક વાગ્યશક્તિઓ માનવી જ જોઈએ. પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્ત જુદાં જુદાં હોય છે, તેમના અનુસાર વાચ્યભૂત અર્થમાં પર્યાયભેદ યા શક્તિભેદ માનવો જ જોઈએ. જો એકરૂપ જ પદાર્થ હોય તો તેમાં વિભિન્ન ક્રિયાઓથી નિષ્પન્ન અનેક શબ્દોનો પ્રયોગ જ ન થઈ શકે. આ રીતે સમભિરૂઢના પર્યાયવાચી શબ્દોની અપેક્ષાએ પણ અર્થભેદ સ્વીકારે છે.
પર્યાયવાચી શબ્દભેદ માનીને પણ અર્થભેદ ન માનવો એ સમભિરૂઢનયાભાસ છે. જે મત પદાર્થને એકાન્તરૂપ માનીને પણ અનેક શબ્દોનો તેનામાં પ્રયોગ કરે છે તેની આ માન્યતા સમભિરૂઢનયાભાસ છે. એવભૂતનય અને એવભૂતનયાભાસ
એવભૂતનય પદાર્થ જે સમયે જે ક્રિયામાં પરિણત હોય તે સમયે તે જ ક્રિયાથી ૧. સમિઢતુ પી લઘીયસ્રય, બ્લોક ૪૪. અકલંકગ્રન્થત્રયટિપ્પણ, પૃ. ૧૪૭.