________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૮૭ અમૃતાવેલ “સ્માત’ શબ્દ છે જે રોગીને તત્કાલ તો કડવી અવશ્ય લાગે છે પરંતુ તેના વિના “આ દષ્ટિવિષમજ્વર ઊતરી શકતો પણ નથી. વસ્તુની અનન્તધર્માત્મકતા
“વસ્તુ અનેકાન્તરૂપ છે' આ વાત થોડો ગંભીર વિચાર કરતાં જ સમજાઈ જાય છે અને એ પણ પ્રતિભાસિત થવા લાગે છે કે આપણા ક્ષુદ્ર જ્ઞાને ઊછળકૂદ કરી કેટલું તોફાન મચાવી દીધું છે તથા વસ્તુના વિરાટ સ્વરૂપ સાથે કેવાં કેવાં અડપલાં કરે રાખ્યાં છે. વસ્તુ ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે. જો વસ્તુને સર્વથા ભાવરૂપ જ માનવામાં આવે અર્થાત્ દ્રવ્યની જેમ પર્યાયને પણ ભાવરૂપ સ્વીકારવામાં આવે તો પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ આ ચાર અભાવોનો લોપ થઈ જાય અને પરિણામે પર્યાયો પણ અનાદિ અનન્ત અને સર્વસંકરરૂપ બની જાય અને એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ બની જતાં પ્રતિનિયત દ્રવ્યવ્યવસ્થા જ ભાંગી પડે.
પ્રાગભાવ
કોઈ પણ કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલાં અસત્ હોય છે. તે કારણોથી ઉત્પન્ન થાય છે. કાર્યનું ઉત્પત્તિ પહેલાં ન હોવું એ જ પ્રાગભાવ કહેવાય છે. આ અભાવ ભાવાત્તરરૂપ હોય છે. એ તો ધ્રુવ સત્ય છે કે કોઈ પણ દ્રવ્યની ઉત્પત્તિ નથી થતી. દ્રવ્યો તો વિશ્વમાં અનાદિ-અનન્ત ગણાવેલાં નિયત છે. તેમની સંખ્યા ન તો વધે છે કે ન તો ઘટે છે. ઉત્પાદ થાય છે પર્યાયનો. દ્રવ્ય પોતાના દ્રવ્યરૂપથી કારણ બને છે અને પર્યાયરૂપથી કાર્ય બને છે. જે પર્યાય ઉત્પન્ન થવા જઈ રહ્યો છે તે ઉત્પત્તિની પહેલાં પર્યાયરૂપમાં તો છે નહિ, તેથી તેનો જે અભાવ છે તે જ પ્રાગભાવ છે. આ પ્રાગભાવ પૂર્વપર્યાયરૂપ હોય છે, અર્થાત “ઘડો” પર્યાય જ્યાં સુધી ઉત્પન્ન નથી થયો ત્યાં સુધી તે અસત્ છે અને જે માટી દ્રવ્યથી તે ઉત્પન્ન થવાનો છે તે માટી દ્રવ્યનો ઘડાની પહેલાંનો પર્યાય ઘટનો પ્રાગભાવ કહેવાય છે. અર્થાત્ તે જ પૂર્વપર્યાય નાશ પામીને ઘટ પર્યાય બને છે, તેથી તે પર્યાય ઘટપ્રાગભાવ છે. આ રીતે અત્યન્ત સૂક્ષ્મ કાળની દૃષ્ટિએ પૂર્વપર્યાય જ ઉત્તરપર્યાયનો પ્રાગભાવ છે, અને સત્તતિની દષ્ટિએ આ પ્રાગભાવને અનાદિ પણ કહેવામાં આવે છે. પૂર્વપર્યાયનો પ્રાગભાવ તપૂર્વ પર્યાય છે, તથા તપૂર્વપર્યાયનો પ્રાગભાવ તેનાથી પણ પૂર્વનો પર્યાય બનશે, આ રીતે સન્તતિની દષ્ટિએ તે અનાદિ બને છે. જો કાર્યપર્યાયનો પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્યપર્યાય અનાદિ