________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૮૯ જેમ કે ઘટનો પટમાં અને પટના ઘટમાં વર્તમાનકાલિક અભાવ એ જ ઇતરેતરાભાવ. કાલાન્તરમાં ઘટના પરમાણુઓ માટી, કપાસ અને તનુ બની પટપર્યાયને ધારણ કરી શકે છે પરંતુ વર્તમાનમાં તો ઘટ પટ બની શકતો નથી. આ જે વર્તમાનકાલીન પરસ્પરવ્યાવૃત્તિ છે તે અન્યોન્યાભાવ છે. પ્રાગભાવ અને પ્રધ્વસાભાવથી અન્યોન્યાભાવનું કામ ચલાવી શકાતું નથી, કેમકે જેના અભાવમાં નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય તે પ્રાગભાવ અને જેના હોતાં નિયમથી કાર્યનો વિનાશ થાય તે પ્રધ્વસાભાવ કહેવાય છે, પરંતુ ઇતરેતરાભાવના અભાવ કે ભાવ સાથે કાર્યની ઉત્પત્તિ કે વિનાશનો કોઈ સંબંધ નથી. ઇતરેતરાભાવ તો વર્તમાન પર્યાયોના પ્રતિનિયત સ્વરૂપની વ્યવસ્થા કરે છે કે તેઓ એક બીજા રૂપ નથી. જો ઇતરેતરાભાવને ન માનવામાં આવે તો કોઈ પણ પ્રતિનિયત પર્યાય સર્વાત્મક બની જાય અર્થાત્ સર્વ સર્વાત્મક બની જાય.
અત્યન્તાભાવ
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં જે સૈકાલિક અભાવ છે તે અત્યન્તાભાવ છે. જ્ઞાનનો આત્મામાં સમવાય છે, જ્ઞાનનો સમવાય ક્યારેય પણ પુદ્ગલમાં હોઈ શકતો નથી, આ અત્યન્તાભાવ કહેવાય છે. ઇતરેતરાભાવ વર્તમાનકાલીન હોય છે અને એક સ્વભાવની બીજા સ્વભાવથી વ્યાવૃત્તિ કરવી જ તેનું લક્ષ્ય હોય છે. જો અત્યન્તાભાવનો લોપ કરી દેવામાં આવે તો કોઈ પણ દ્રવ્યનું કોઈ અસાધારણ સ્વરૂપ જ નહિ રહે. બધાં દ્રવ્યો સર્વ રૂપ બની જશે. અત્યન્તાભાવના કારણે જ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ નથી બની શકતું. દ્રવ્યો સજાતીય હો કે વિજાતીય, તેમનું પોતાનું પ્રતિનિયત અખંડ સ્વરૂપ હોય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ક્યારેય એવું વિલીન થઈ જતું નથી કે જેથી તેની સત્તા જ સમાપ્ત થઈ જાય. આ રીતે આ ચાર અભાવો, જે પ્રકારાન્તરે ભાવરૂપ જ છે તેઓ, વસ્તુના ધર્મો છે. તેમનો લોપ થતાં અર્થાત્ વસ્તુઓને સર્વથા ભાવાત્મક માનતા ઉક્ત દૂષણો આવે છે. તેથી અભાવાંશ પણ વસ્તુનો તેવી રીતે જ ધર્મ છે જેવી રીતે ભાવાંશ. તેથી વસ્તુ ભાવાભાવાત્મક છે.
જો વસ્તુને અભાવાત્મક જ માનવામાં આવે અર્થાત્ જ વસ્તુ સર્વથા શૂન્ય હોય તો બોધ અને વાક્યનો પણ અભાવ હોવાથી અભાવાત્મક તત્ત્વની ખુદની પ્રતીતિ કેવી રીતે થશે? તથા પરને કેવી સમજાવાશે ? પ્રતિપત્તિનું સાધન છે બોધ અને પપ્રતિપત્તિનો ઉપાય છે વાક્ય. આ બંનેના અભાવમાં સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કેવી રીતે થઈ શકશે? આ રીતે વિચાર કરતાં લોકની પ્રત્યેક વસ્તુ ભાવાભાવાત્મક પ્રતીત થાય છે. સીધી વાત તો એ છે કે કોઈ પણ વસ્તુ પોતાના