________________
૩૯૪
જૈનદર્શન વસ્તુસ્થિતિનો થોડી સ્થિરતાથી વિચાર કરતાં આ જરા પણ અટપટું લાગતું નથી. તેને માન્યા વિના તત્ત્વના સ્વરૂપનો નિર્વાહ જ થઈ શકતો નથી." ભેદાભદાત્મક તત્ત્વ
ગુણ અને ગુણીનો, સામાન્ય અને સામાન્યવાનનો, અવયવ અને અવયવીનો, કારણ અને કાર્યનો સર્વથા ભેદ માનવાથી ગુણગુણીભાવ આદિ ઘટી શકશે નહિ. તેમનો સર્વથા અભેદ માનવાથી પણ “આ ગુણ છે અને આ ગુણી છે એવો વ્યવહાર નહિ થઈ શકે. જો ગુણ ગુણીથી સર્વથા ભિન્ન હોય તો અમુક ગુણનો અમુક ગુણી સાથે જ નિયત સંબંધ કેવી રીતે કરી શકાય ? અવયવી જો અવયવોથી સર્વથા ભિન્ન હોય તો એક અવયવી પોતાના અવયવોમાં સર્વાત્મના રહે છે કે એકદેશથી? – આ બંનેમાંથી એક પણ વિકલ્પ નહિ ઘટે. જો સર્વાત્મના રહેતો હોય તો જેટલા અવયવો તેટલા જ અવયવીઓ માનવા પડે. જો એકદેશથી રહેતો હોય તો જેટલા અવયવો તેટલા પ્રદેશો અવયવીના સ્વીકારવા પડે. આ સર્વથા ભેદ અને સર્વથા અભેદ બંને પક્ષોમાં અનેક દૂષણો આવે છે, તેથી તત્ત્વને પૂર્વોક્ત પ્રકારે કથંચિત ભેદાભદાત્મક માનવું જોઈએ. જે દ્રવ્ય છે તે જ અભેદ છે અને જે ગુણો તથા પર્યાયો છે તે જ ભેદ છે. બે પૃથસિદ્ધ દ્રવ્યોમાં જેવી રીતે અભેદ કાલ્પનિક છે તેવી જ રીતે એક દ્રવ્યનો પોતાના ગુણો તથા પર્યાયોથી ભેદ પણ સિર્ફ સમજવા-સમજાવવા માટે જ છે. ગુણ અને પર્યાયોને છોડીને દ્રવ્યનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી જે દ્રવ્યમાં જ રહેતું હોય અને તેના ગુણ અને પર્યાયોમાં ન રહેતું હોય. અર્થાત્ દ્રવ્યનું અસ્તિત્વ ગુણ-પર્યાયના અસ્તિત્વથી પૃથફ નથી.
આ જ રીતે અન્યાનન્યાત્મક અને પૃથફત્વાપૃથક્વાત્મક તત્વની પણ વ્યાખ્યા કરી લેવી જોઈએ.
ધર્મ-ધર્મભાવનો વ્યવહાર ભલે આપેક્ષિક હોય પરંતુ સ્વરૂપ તો સ્વતઃ સિદ્ધ છે. જેમ એક જ વ્યક્તિ વિભિન્ન અપેક્ષાઓએ કર્તા, કર્મ, કરણ આદિ કારકરૂપે વ્યવહારમાં આવે છે પરંતુ તે વ્યક્તિનું સ્વરૂપ તો સ્વતઃ સિદ્ધ જ છે તેમ પ્રત્યેક વસ્તુમાં અનન્ત ધર્મ સ્વતઃસિદ્ધ હોવા છતાં પણ પરની અપેક્ષાએ વ્યવહારમાં આવે છે.' १. द्रव्यं हि नित्यमाकृतिरनित्या। सुवर्णं कयाचिदाकृत्या युक्तं पिण्डोभवति पिण्डाकृतिमुपमृद्य
रुचकाः क्रियन्ते, रुचकाकृतिमुपमृद्य कटकाः क्रियन्ते, कटकाकृतिमुपमृद्य स्वस्तिकाः क्रियन्ते, पुनरावृत्तः सुवर्णपिण्डः पुनरपरयाआकृत्यायुक्तःखदिराङ्गारसदृशेकुण्डलेभवतः । आकृतिरन्या अन्या च भवति, द्रव्यं पुनस्तदेव, आकृत्युपमर्दैन द्रव्यमेवावशिष्यते ।
પાતંજલ મહાભાષ્ય, ૧.૧.૧, યોગભાષ્ય, ૪.૧૩. ૨. આપ્તમીમાંસા, શ્લોક ૬૧. ૩. એજન, શ્લોક ૨૮. ૪. એજન, શ્લોક ૭૩-૭૫.