________________
જૈનદર્શન
ધ્રુવત્વને માન્યા વિના દ્રવ્યનું મૌલિકત્વ સુરક્ષિત ન રહી શકે. તેથી પ્રત્યેક દ્રવ્ય પોતાની અનાદિ-અનન્ત ધારામાં પ્રતિક્ષણ સદેશ, વિસદંશ, અલ્પસંદેશ, અર્ધસદેશ આદિ અનેક પ્રકારનાં પરિણમનો કરતું રહેતું હોવા છતાં પણ ક્યારેય સમાપ્ત થતું નથી અર્થાત્ નાશ પામતું નથી, તેનો સમૂલ ઉચ્છેદ કે વિનાશ થતો નથી. આત્માનો મોક્ષ થઈ જવા છતાં પણ આત્માનો ઉચ્છેદ થતો નથી પરંતુ તે તેના પોતાના શુદ્ધતમ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. તે વખતે અર્થાત્ મોક્ષાવસ્થામાં આત્મામાં વૈભાવિક પરિણમનો થતાં નથી પરંતુ આત્મદ્રવ્યગત ઉત્પાદ-વ્યય સ્વરૂપના કારણે સ્વભાવભૂત સદંશ પરિણમનો તો સદા થતાં રહે છે. ક્યારેય પણ પરિણમનચક્ર અટકતું નથી અને ન તો ક્યારેય કોઈ પણ દ્રવ્યનો ઉચ્છેદ થાય છે. તેથી પ્રત્યેક દ્રવ્ય નિત્યાનિત્યાત્મક છે.
૩૯૨
આપણે પોતે જ આપણી બાલ, યુવા, વૃદ્ધ આદિ અવસ્થાઓમાં બદલાતા રહીએ છીએ તેમ છતાં પણ આપણું એક એવું અસ્તિત્વ તો છે જ જે આ બધાં પરિવર્તનોમાં આપણી એકરૂપતા જાળવી રાખે છે. વસ્તુસ્થિતિ જ્યારે આ રીતે પરિણામીનિત્યની છે ત્યારે ‘જે નિત્ય હોય તે અનિત્ય કેવી રીતે હોઈ શકે ?’ આવી શંકા નિર્મૂળ છે, કેમ કે પરિવર્તનોના આધારભૂત પદાર્થની સન્તાનપરંપરા તેના અનાદિઅનન્ત સત્ત્વ વિના ઘટી શકે નહિ. આ જ તેની નિત્યતા છે કે અનન્ત પરિવર્તનો પામવા છતાં પણ તેનો ઉચ્છેદ થતો નથી અને પોતાના અતીતના સંસ્કારોને લેતો-છોડતો તે વર્તમાન સુધી આવે છે અને પોતાના ભવિષ્યના એક એક ક્ષણને વર્તમાન બનાવી બનાવીને તેમને અતીતના ગહ્લરમાં ધકેલતો જાય છે, પરંતુ તે પોતે તો ક્યારેય અટકતો નથી. કોઈ એવા કાળની કલ્પના કરી શકાતી નથી કે જે સ્વયં અંતિમ હોય, જેની પછી બીજો કાળ આવવાનો ન હોય. કાળની જેમ સમસ્ત જગતના અણુ-પરમાણુ અને ચેતન આદિમાંથી કોઈ એક કે સૌ ક્યારેક સમૂળ વિનાશ પામી જશે એવી કલ્પના જ થતી નથી. આ કોઈ બુદ્ધિની સીમાની બહારની વાત નથી. બુદ્ધિ ‘અમુક ક્ષણે અમુક પદાર્થની અમુક અવસ્થા થશે' આ રીતે પરિવર્તનના વિશેષ રૂપને ભલે ન પણ જાણી શકે પરંતુ એટલું તો તેને સ્પષ્ટ ભાન હોય છે કે ‘પદાર્થનું ભવિષ્યના પ્રત્યેક ક્ષણે કોઈ ને કોઈ પરિવર્તન તો અવશ્ય થશે.’ જ્યારે દ્રવ્ય પોતે પોતાનામાં મૌલિક છે ત્યારે તેના ઉચ્છેદનો અર્થાત્ સમૂલ નાશનો પ્રશ્ન જ નથી. તેથી પદાર્થ માત્ર, ચેતન હો કે અચેતન, પરિણામીનિત્ય છે. તે પ્રતિક્ષણ ત્રિલક્ષણ છે. હર પળ કોઈ એક પર્યાય તેનો થવાનો જ. તે અતીત પર્યાયનો નાશ કરીને જે રીતે પોતે અસ્તિત્વમાં આવ્યો છે