________________
૩૯૦
જેનદર્શન નિજરૂપમાં હશે, પરરૂપમાં ક્યારેય નહિ- વસ્તુનું આ રીતે વસ્વરૂપમય હોવું જ વસ્તુ માત્રની અનેકાન્તાત્મકતાને સિદ્ધ કરી દે છે. અહીં સુધી તો વસ્તુની સામાન્ય સ્થિતિનો વિચાર થયો. હવે આપણે પ્રત્યેક દ્રવ્યને લઈને પણ વિચારીશું તો પ્રત્યેક દ્રવ્ય સદસદાત્મક જ અનુભવમાં આવે છે એ વાત સ્પષ્ટ થઈ જશે.
સદસદાત્મક તત્ત્વ
પ્રત્યેક દ્રવ્યને પોતાનું અસાધારણ સ્વરૂપ હોય છે, તેને પોતાનાં નિજ ક્ષેત્ર, , કાલ અને ભાવ હોય છે જેમનામાં તેની સત્તા સીમિત રહે છે. સૂક્ષ્મ વિચાર કરતાં ક્ષેત્ર, કાલ અને ભાવ છેવટે દ્રવ્યની અસાધારણ સ્થિતિરૂપ જ ફલિત થાય છે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું ચતુષ્ટય સ્વરૂપચતુષ્ટય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપચતુષ્ટયથી સત્ હોય છે અને પરરૂપચતુષ્ટયથી અસત્ હોય છે. જો સ્વરૂપચતુષ્ટયની જેમ પરરૂપચતુષ્ટયથી પણ સત માનવામાં આવે તો સ્વ અને પરમાં કોઈ ભેદ જ ન રહે અને પરિણામે સૌ સર્વાત્મક બની જવાની આપત્તિ આવે. જો પરરૂપની જેમ સ્વરૂપથી પણ અસત બની જાય તો નિઃસ્વરૂપ બની જવાથી અભાવત્મકતા યા શૂન્યતાની આપત્તિ આવે. તેથી લોકની પ્રતીતિસિદ્ધ વ્યવસ્થા માટે પ્રત્યેક વસ્તુને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ માનવી જ જોઈએ. દ્રવ્ય એક એકમ છે, અખંડ મૌલિક છે. પુદ્ગલદ્રવ્યોમાં જ પરમાણુઓના પરસ્પર સંયોગથી નાનામોટા અનેક સ્કન્ધ તૈયાર થાય છે. આ સ્કન્ધો સંયુક્તપર્યાયો છે. અનેક દ્રવ્યોના સંયોગથી જ ઘટ, પટ આદિ સ્થૂલ પદાર્થોની સુષ્ટિ થાય છે. આ સંયુક્ત સ્થળ પર્યાયો પણ પોતાના દ્રવ્ય, પોતાના ક્ષેત્ર, પોતાના કાળ અને પોતાના અસાધારણ નિજ ધર્મની દૃષ્ટિએ સત્ છે અને પરદ્રવ્ય, પરત્ર, પરકાલ અને પરભાવની દૃષ્ટિએ અસતુ છે. આ રીતે કોઈ પણ પદાર્થ આ સદસદાત્મકતાનો અપવાદ હોઈ શકતો નથી.
એકાનેકાત્મક તત્ત્વ
આપણે પહેલાં જોઈ ગયા કે બે દ્રવ્યો વ્યવહાર માટે જ એક કહી શકાય છે, વસ્તુતઃ બે પૃથફ સ્વતન્દ્રસિદ્ધ દ્રવ્યો એકસત્તાક ન હોઈ શકે. પુદ્ગલદ્રવ્યના અનેક અણુ જયારે અન્ય અવસ્થાને પામે છે ત્યારે તેમનું એવું તો રાસાયણિક મિશ્રણ થઈ જાય છે કે જેના કારણે તેઓ અમુક કાળ સુધી એકસત્તાક જેવા બની જાય છે. આવી દશામાં આપણે પ્રત્યેક દ્રવ્યનો વિચાર કરતી વખતે દ્રવ્યદૃષ્ટિએ તેને એક માનવું પડશે અને ગુણ તથા પર્યાયની દષ્ટિએ અનેક. એક જ મનુષ્યજીવ પોતાની બાલ,