________________
જૈનદર્શન
૩૮૮
બની જાય અને દ્રવ્યમાં ત્રિકાલવર્તી બધા પર્યાયોનો એક જ કાળમાં પ્રકટ સદ્ભાવ માનવો પડે, જે સર્વથા પ્રતીતિવિરુદ્ધ છે.
પ્રÜસાભાવ
દ્રવ્યનો વિનાશ થતો નથી, વિનાશ તો થાય છે પર્યાયનો. તેથી કારણપર્યાયનો નાશ કાર્યપર્યાયરૂપ હોય છે, કારણ નાશ પામીને કાર્ય બની જાય છે. કોઈ પણ વિનાશ સર્વથા અભાવરૂપ યા તુચ્છ નથી હોતો પણ ઉત્તરપર્યાયરૂપ જ હોય છે. ઘટપર્યાય નાશ પામીને કપાલપર્યાય બને છે, તેથી ઘવિનાશ કપાલરૂપ જ ફલિત થાય છે. તાત્પર્ય એ કે પૂર્વનો નાશ ઉત્તરરૂપ હોય છે. જો આ પ્રÜસાભાવને ન માનવામાં આવે તો બધા પર્યાયો અનન્ત બની જાય, અર્થાત્ વર્તમાન ક્ષણમાં અનાદિકાળથી અત્યાર સુધી થયેલા બધા પર્યાયોનો સદ્ભાવ અનુભવાવો જોઈએ જે અસંભવ છે. વર્તમાન ક્ષણે તો એક જ પર્યાય અનુભવમાં આવે છે. ‘ઘટવિનાશ જો કપાલરૂપ હોય તો કપાલનો વિનાશ થતાં અર્થાત્ ઘટવિનાશનો નાશ થતાં પાછો ઘડો પુનરુજ્જીવિત થવો જોઈએ કેમ કે વિનાશનો વિનાશ તો સદ્ભાવરૂપ હોય છે.’ - આવી શંકા કરવી સાવ અયોગ્ય છે કેમ કે કારણનું ઉપમર્દન કરીને કાર્ય ઉત્પન્ન થાય છે પરંતુ એથી ઊલટું કાર્યનું ઉપમર્દન કરીને કારણ ઉત્પન્ન થતું નથી. ઉપાદાનનું ઉપમર્દન કરીને ઉપાદેયનું ઉત્પન્ન થવું એ જ સર્વજનપ્રસિદ્ધ છે. પ્રાગભાવ (પૂર્વપર્યાય) અને પ્રસાભાવ (ઉત્તરપર્યાય) વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ છે. પ્રાગભાવનો નાશ કરીને પ્રધ્વંસ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રધ્વંસનો નાશ કરીને પ્રાગભાવ પુનરુજીજીવિત થઈ શકતો નથી. જે નાશ પામ્યો તે નાશ પામ્યો. નાશ અનન્ત છે. જે પર્યાય ગયો તે અનન્ત કાળ માટે ગયો, તે ફરી પાછો આવી શકતો નથી. ‘યતીતમતીતમેવ તત્' આ અટળ નિયમ છે. જો પ્રસાભાવ ન માનવામાં આવે તો કોઈ પણ પર્યાયનો નાશ નહિ થાય, બધા પર્યાયો અનન્ત બની જશે. તેથી પ્રÜસાભાવ પ્રતિનિયત પદાર્થવ્યવસ્થા માટે નિતાન્ત આવશ્યક છે.
ઇતરેતરાભાવ
એક પર્યાયનો બીજા પર્યાયમાં જે અભાવ છે તે ઇતરેતરાભાવ છે. સ્વભાવાન્તરથી સ્વસ્વભાવની વ્યાવૃત્તિને ઇતરેતરાભાવ કહે છે. પ્રત્યેક પદાર્થનો પોતપોતાનો સ્વભાવ નિશ્ચિત છે. એક સ્વભાવ બીજા સ્વભાવ રૂપ નથી હોતો. સ્વભાવોની આ જે પ્રતિનિયતતા છે તે જ ઇતરેતરાભાવ છે. આથી એક દ્રવ્યના પર્યાયોનો પરસ્પરમાં જે અભાવ છે તે જ ઇતરેતરાભાવ છે એ વાત ફલિત થાય છે,