________________
૩૯૬
- જૈનદર્શન અપુનરુક્ત ભંગો સાત છે
ચાર કોટિઓમાં ત્રીજી ઉભયકોટિ સત્ અને અસત બેને મેળવીને બનાવવામાં આવી છે. મૂળ અંગો તો ત્રણ જ છે – સત, અસત્ અને અનુભય અર્થાત અવક્તવ્ય. ગણિતના નિયમ અનુસાર ત્રણના અપુનરુક્ત વિકલ્પો સાત જ બની શકે છે, અધિક બની શકતા નથી. જેમ સૂંઠ, મરચું અને પીપરના પ્રત્યેક પ્રત્યેક ત્રણ વિકલ્પ અને દ્વિસંયોગી ત્રણ (અર્થાતુ સૂંઠ અને મરચું, સુંઠ અને પીપર તથા મરચું અને પીપર) તેમજ ત્રિસંયોગી એક (સૂંઠ, મરચું અને પીપર મેળવીને) આ રીતે અપુનરુક્ત ભંગો સાત જ બની શકે છે તેમ સત્, અસત અને અનુભય (અવક્તવ્ય)ના અપુનરુક્ત ભગો સાત જ બની શકે છે. ભગવાન મહાવીરે કહ્યું કે વસ્તુ એટલી વિરાટ છે કે તેમાં ચાર કોટિઓ તો શું, તે ચારના મેળાપ-જોડાણથી અધિકમાં અધિક સંભવ બનતી સાત કોટિઓ પણ વિદ્યમાન છે. આજે લોકોના પ્રશ્નો ચાર કોટિઓમાં ઘૂમે છે, પરંતુ કલ્પના તો એક એક ધર્મને લઈને વધુમાં વધુ સાત પ્રકારની થઈ શકે છે. આ સાત પ્રકારના અપુનરુક્ત ધર્મ વસ્તુમાં વિદ્યમાન છે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે એક એક ધર્મને કેન્દ્રમાં રાખીને તેના પ્રતિપક્ષી વિરોધી ધર્મની સાથે વસ્તુના જે વાસ્તવિક રૂપો ઘટે છે તેમની સાથે શબ્દના અસામર્થ્યથી જન્ય અવક્તવ્યતાને જોડીને સાત ભંગોની યા સાત ધર્મોની કલ્પના થાય છે. આવા અસંખ્ય સાત સાત ભંગ પ્રત્યેક ધર્મની અપેક્ષાએ વસ્તુમાં સંભવે છે. તેથી વસ્તુને સપ્તધર્મા ન કહેતાં અનન્તધર્મ યા અનેકાન્તાત્મક કહી છે. જ્યારે આપણે અસ્તિત્વ ધર્મનો વિચાર કરીએ છીએ ત્યારે અસ્તિત્વવિષયક સાત ભંગો બને છે અને જ્યારે નિત્યત્વ ધર્મની વિવેચના કરીએ છીએ ત્યારે નિત્યત્વને કેન્દ્રમાં રાખી સાત ભંગો બને છે. આ રીતે અસંખ્ય સાત સાત ભંગ વસ્તુમાં સંભવે છે. સાત જ ભેગો કેમ?
ભંગો સાત જ કેમ હોય છે? આ પ્રશ્નનું એક સમાધાન તો એ છે કે ગણિતના નિયમ અનુસાર ત્રણ વસ્તુઓના અપુનરુક્ત ભંગો સાત જ હોઈ શકે છે. બીજું સમાધાને એ કે પ્રશ્ન સાત પ્રકારના જ હોય છે. પ્રશ્નો સાત પ્રકારના કેમ હોય છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જિજ્ઞાસા સાત પ્રકારની હોય છે. જિજ્ઞાસા સાત પ્રકારની કેમ હોય છે? આનો ઉત્તર છે કે સંશય સાત પ્રકારના જ થાય છે? સંશય સાત પ્રકારના જ કેમ થાય છે? આનો જવાબ છે કે વસ્તુના ધર્મ સાત જ પ્રકારના છે. તાત્પર્ય એ કે સપ્તભંગીન્યાયમાં મનુષ્યસ્વભાવની તર્કમૂલક પ્રવૃત્તિની ઊંડી તપાસ કરીને વૈજ્ઞાનિક આધારે એ નિશ્ચય કરવામાં આવ્યો છે કે આજ સત્, અસત્, ઉભય અને અનુભવની જે ચાર કોટિઓ તત્ત્વવિચારના ક્ષેત્રમાં પ્રચલિત છે તેમનો વધુમાં