________________
૩૮૬
જૈનદર્શન તો કર્યો નથી પણ ઊલટું તેના સ્વરૂપને “શાયદ (હિંદી), સંભવ, કદાચિત’ જેવા ભ્રષ્ટ પર્યાયો વડે વિકૃત કરવાનો અશોભન પ્રયત્ન અવશ્ય કર્યો છે અને આજ સુધી કરવામાં આવી રહ્યો છે. વિરોધનો પરિહાર
બોદો, ઠાલો તર્ક તો એ આપવામાં આવે છે કે “જો ઘડો અતિ હોય તો નાસ્તિ કેવી રીતે હોઈ શકે? જો ઘડો એક હોય તો અનેક કેવી રીતે હોઈ શકે? આ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. પરંતુ વિચાર તો કરો કે ઘડો આખરે તો ઘડો છે, કાપડ તો નથી, ખુરશી પણ નથી, કે ટેબલ પણ નથી. તાત્પર્ય એ કે તે ઘટથી ભિન્ન અનન્ત પદાર્થોરૂપ નથી. તો પછી એ કહેવામાં આપને શા માટે સંકોચ થાય છે કે “ઘડો પોતાના સ્વરૂપથી અસ્તિ છે અને સ્વભિન્ન પરરૂપોથી નાસ્તિ છે.” આ ઘડામાં અનન્ત પરરૂપોની અપેક્ષાએ નાસ્તિત્વ છે, અન્યથા દુનિયામાં કોઈ શક્તિ એવી નથી જે ઘડાને કાપડ આદિ બનતાં રોકી શકે. આ નાસ્તિત્વ ધર્મ જ ઘડાને ઘડાના રૂપમાં કાયમ રાખે છે. આ નાસ્તિ ધર્મનું સૂચન “અસ્તિ'ના પ્રયોગકાળે “સ્યાત' શબ્દ કરે છે. આ રીતે ઘડો સમગ્ર ભાવે એક હોવા છતાં પણ પોતાના રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, નાનાપણું, મોટાપણું, હલકાપણું, ભારેપણું આદિ અનન્ત ગુણો અને ધર્મોની દષ્ટિએ અનેક રૂપોમાં તે દેખાય છે કે નહિ? આપ પોતે જ કહો. જો અનેક રૂપોમાં દેખાતો હોય તો આપને એ માનવામાં અને કહેવામાં કેમ કષ્ટ થાય છે કે ઘડો દ્રવ્યરૂપે એક હોવા છતાં પણ પોતાના ગુણો, ધર્મો અને શક્તિઓ આદિની દષ્ટિએ અનેક છે. જ્યારે પ્રત્યક્ષથી વસ્તુમાં અનેક વિરોધી ધર્મોનો સ્પષ્ટ પ્રતિભાસ થઈ રહ્યો છે, વસ્તુ પોતે જ અનન્ત વિરોધી ધર્મોનું અવિરોધી ક્રીડાસ્થળ છે, ત્યારે આપણે શા માટે સંશય અને વિરોધ ઉત્પન્ન કરવો જોઈએ? આપણે તેના સ્વરૂપને વિકૃત રૂપમાં જોવાની દુર્દષ્ટિ તો ન કરવી જોઈએ. આપણે તે મહાન “સ્માત શબ્દને, જે વસ્તુના પૂર્ણ રૂપની ઝાખી સાપેક્ષભાવથી કરાવે છે તેને, વિરોધ, સંશય જેવી ગાળોથી નવાજીએ છીએ ! વિશ્ચર્યમતઃ પરમ્ | અહીં ધર્મકીર્તિનો આ
શ્લોકાર્ધ યાદ આવે છે - વીર્ય સ્વયમર્યેગો પોતે તત્ર કે વયમ્ પ્રમાણવાર્તિક, ૨.૨૧૦. અર્થાત જો આ ચિત્રરૂપતા - અનેકધર્મતા - વસ્તુને પોતાને રુચતી હોય, તેના વિના તેનું અસ્તિત્વ જ સંભવ ન હોય તો આપણે વચમાં કાજી બનનારા કોણ? જગતનો એક એક કણ આ અનન્તધર્મતાનો આકર છે. આપણે તો સિર્ફ આપણી દૃષ્ટિને જ નિર્મળ અને વિશાળ બનાવવાની આવશ્યકતા છે. વસ્તુમાં વિરોધ નથી. વિરોધ તો આપણી દષ્ટિઓમાં છે. અને આ દૃષ્ટિવિરોધજુવરની