________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૮૫
અન્યાય થયો જ છે પરંતુ આ વાદ-પ્રતિવાદે તો અનેક કુમતવાદોની સૃષ્ટિ કરીને અહંકાર, હિંસા, સંઘર્ષ, અનુદારતા, અસહિષ્ણુતા આદિથી વિશ્વને અશાન્ત અને સંઘર્ષપૂર્ણ હિંસાવાલામાં હોમી દીધું છે. ‘સ્યાત્' શબ્દ વાક્યના એ ઝેરને કાઢી નાખે છે કે જેથી અહંકાર પેદા થાય છે.
‘સ્યાત્' શબ્દ એક તરફ એક નિશ્ચિત અપેક્ષાએ અસ્તિત્વ ધર્મની સ્થિતિ સુદૃઢ અને સહેતુક બનાવે છે તો બીજી તરફ તે તેની પેલી સર્વહરા પ્રવૃત્તિને નષ્ટ પણ કરી નાખે છે કે જેનાથી તે પૂરી વસ્તુનો માલિક બનવા ઇચ્છે છે. ‘સ્યાત્’ શબ્દ ન્યાયાધીશની જેમ તરત જ કહી દે છે કે ‘હૈં અસ્તિ, તુ તારા અધિકારની સીમાને સમજ. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની દૃષ્ટિએ જેમ તુ ઘટમાં રહે છે તેમ પદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ નામનો તારો સગો ભાઈ પણ તે જ ઘટમાં રહે છે. ઘટનો પરિવાર બહુ મોટો છે. અત્યારે તારું નામ લઈ તને પોકારવામાં આવેલ છે, એનો અર્થ એટલો જ છે કે અત્યારે તારું કામ છે, તારું પ્રયોજન છે, તારી મુખ્યતા છે અને તારી વિવક્ષા છે, પરંતુ એનો અર્થ એ કદાપિ નથી કે તું તારા પોતાના સમાનાધિકારી ભાઈઓના સદ્ભાવને જ ઉખાડી ફેંકી દેવાનો દુષ્પ્રયાસ કરે.' વાસ્તવિક વાત તો એ છે કે જો પરની અપેક્ષાએ નાસ્તિ ધર્મ ન હોય તો જે ઘડામાં તું રહે છે તે ઘડો ઘડો જ નહિ રહે પણ કાપડ આદિ પરપદાર્થરૂપ બની જશે. તેથી તારે તારી પોતાની સ્થિતિ માટે પણ એ આવશ્યક છે કે તું અન્ય ધર્મોની વાસ્તવિક સ્થિતિને સમજે. તું તેમની હિંસા ન કરી શકે એટલા માટે અહિંસાના પ્રતીક એવા ‘સ્યાત્’ શબ્દને તારાથી પણ પહેલાં જ વાક્યમાં મૂકવામાં આવે છે. ભાઈ અસ્તિ, આ તારો દોષ નથી. તું તો બરાબર તારા પોતાના નાસ્તિ આદિ ભાઈઓની સાથે હળીમળીને અનન્તધર્મ વસ્તુમાં રહે છે જ. બધા ધર્મભાઈઓ પોતપોતાના સ્વરૂપને સાપેક્ષભાવે વસ્તુમાં રાખે છે, પરંતુ પેલા ફૂટ પાડનારા વસ્તુદૃષ્ટાઓનું તો શું કહેવું? તેઓ તો પોતાની એકાંગી દૃષ્ટિથી તમારામાં ફૂટ પાડવા ઇચ્છે છે અને પ્રત્યેક ધર્મને પ્રલોભન આપીને તેને જ પૂરી વસ્તુનો અધિકાર દેવા ઇચ્છે છે અને વળી ઇચ્છે છે કે તારામાં પણ અહંકારપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થાય અને પરિણામે અંદરોઅંદર ભેદભાવ અને હિંસાની સૃષ્ટિ થાય. ‘સ્યાત્' શબ્દ એક એવી અંજનશલાકા છે જે તેમની દૃષ્ટિને વિકૃત થવા દેતી નથી, તે તેને નિર્મળ અને પૂર્ણદર્શી બનાવે છે. આ અવિવક્ષિતસંરક્ષક, દૃષ્ટિવિષાપહારી, સચેતક પ્રહરી, અહિંસા અને સત્યના પ્રતીક, જીવન્ત ન્યાયરૂપ, શબ્દને સુધામય કરનાર તથા સુનિશ્ચિત અપેક્ષાદ્યોતક ‘સ્યાત્' શબ્દના સ્વરૂપની સાથે આપણા દાર્શનિકોએ ન્યાય