________________
૩૬૬
જૈનદર્શન આટલું બધું વિશ્લેષણ કરવા છતાં પણ આ નય દ્રવ્યનો નિષેધ યા લોપ કરતું નથી. તે પર્યાયની મુખ્યતા ભલે કરે પરંતુ દ્રવ્યની પરમાર્થસત્તા તેને ક્ષણની જેમ જ સ્વીકાર્ય છે. તેની દ્રષ્ટિમાં દ્રવ્યનું અસ્તિત્વ ગૌણરૂપમાં વિદ્યમાન રહે છે જ.
બૌદ્ધોનો સર્વથા ક્ષણિકવાદ ઋજુસૂત્રનયાભાસ છે કેમ કે તેમાં દ્રવ્યનો સર્વથા નિષેધ યા વિલોપ છે અને જ્યારે નિર્વાણમાં ચિત્તસંતતિ દીપકની જેમ બુઝાઈ જાય છે અર્થાત અસ્તિત્વશૂન્ય થઈ જાય છે ત્યારે તેમના મતમાં દ્રવ્યનો સર્વથા લોપ સ્પષ્ટ થઈ જાય છે.
ક્ષણિક પક્ષનો સમન્વય જુસૂત્રનય ત્યારે જ કરી શકે છે જ્યારે તેમાં દ્રવ્યનું પારમાર્થિક અસ્તિત્વ વિદ્યમાન રહે, ભલે પછી તે ગૌણ હોય. વ્યવહાર અને સ્વરૂપભૂત અર્થક્રિયા માટે તેની નિતાન્ત આવશ્યકતા છે. શબ્દનય અને શબ્દનયાભાસ
કાલ, કારક, લિંગ તથા સંખ્યાના ભેદે શબ્દભેદ થતાં તેમના ભિન્ન ભિન્ન અર્થોને ગ્રહણ કરનારો શબ્દનાય છે.' શબ્દનયના અભિપ્રાયમાં અતીત, અનાગત અને વર્તમાનકાલીન ક્રિયાઓની સાથે પ્રયુક્ત થતો એક જ દેવદત્ત ભિન્ન બની જાય છે. “અતિ’ ‘યિતે” આદિ ભિન્ન સાધનો સાથે પ્રયુકત દેવદત્ત પણ ભિન્ન છે. રેવ:” “રેવા' આ લિંગભેદમાં પ્રયુક્ત થતો દેવદત્ત પણ એક નથી. એકવચન, દ્વિવચન અને બહુવચનમાં પ્રયુક્ત થતો દેવદત્ત પણ ભિન્ન ભિન્ન છે. આ નયની દૃષ્ટિમાં ભિન્નકાલીન, ભિન્નકારકનિષ્પન્ન, ભિન્નલિંગ અને ભિન્નસંખ્યાક શબ્દો એક અર્થના વાચક ન હોઈ શકે. શબ્દભેદે અર્થભેદ થવો જ જોઈએ. શબ્દના તે વૈયાકરણોના તરીકાને અન્યાય સમજે છે જેઓ શબ્દભેદ માનવા છતાં પણ અર્થભેદ માનવા ઈચ્છતા નથી, અર્થાત જેઓ એકાન્તનિત્ય આદિરૂપ પદાર્થ માને છે અને પર્યાયભેદ સ્વીકારતા નથી. તેમના મતમાં કાલકારકાદિભેદ હોવા છતાં પણ અર્થ એકરૂપ જ બન્યો રહે છે. ત્યારે આ નય કહે છે કે તમારી માન્યતા ઉચિત નથી. એક જ દેવદત્ત કેવી રીતે વિભિન્નલિંગક, ભિન્નસંખ્યાક અને ભિન્નકાલીન શબ્દોનો વાચ્ય બની શકે ? તેમાં ભિન્ન શબ્દોના વાચ્યભૂત પર્યાયો ભિન્ન ભિન્ન સ્વીકારવા જ જોઈએ, અન્યથા લિંગવ્યભિચાર, સાધનવ્યભિચાર અને કાલવ્યભિચાર આદિ બન્યા રહેશે. અહીં વ્યભિચારનો અર્થ છે શબ્દભેદ હોવા છતા ૧. માનવજાતિનાવિમેવા છોડમા લઘીયસ્રય, બ્લોક ૪૪. અકલકગ્રન્થત્રય
ટિપ્પણ, પૃ. ૧૪૬.