________________
દસમું પ્રકરણ સ્યાદ્વાદ અને સપ્તભંગી
(૧) સ્યાદ્વાદ સ્યાદ્વાદનો ઉદ્દભવ
જૈન દર્શને જે કંઈ સત્ છે તે બધાને સમાનપણે પરિણામીનિત્ય માનેલ છે. પ્રત્યેક સત અનન્તધર્માત્મક છે. તેનું પૂર્ણરૂપ વચનોને અગોચર છે. કોઈ પણ શબ્દ એવો નથી જે વસ્તુના પૂરા રૂપને સ્પર્શ કરી શકે. ખુદ “સત્' શબ્દ પણ વસ્તુના એક અસ્તિત્વધર્મને જ કહે છે, બાકીના નાસ્તિત્વ આદિ ધર્મોને કહેતો નથી. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ તેને સમજવા-સમજાવવાનો પ્રયત્ન પ્રત્યેક મનુષ્ય કર્યો જ છે અને આગળ ઉપર પણ તેણે કરવો જ જોઈશે. ત્યારે તે વિરાટને જાણવામાં અને બીજાને સમજાવવામાં તેણે ખૂબ સાવધાની રાખવી આવશ્યક છે. આપણો જાણવાનો તરીકો એવો હોય કે જેથી તે અનન્તધર્મા અખંડ વસ્તુની વધુ ને વધુ નજીક આપણે પહોંચી શકીએ, તેનો વિપસ તો હરગિજ ન કરીએ. બીજાને સમજાવવાની અર્થાત શબ્દપ્રયોગની પ્રણાલી પણ એવી જ હોય કે તે તત્ત્વનું સાચેસાચું ખરું પ્રતિનિધિત્વ કરી શકે, તેના સ્વરૂપ તરફ સક્ત કરી શકે, ભ્રમ તો ઉત્પન્ન કરે જ નહિ. આ બંને આવશ્યકતાઓએ અનેકાન્તદષ્ટિ અને સ્યાદ્વાદને જન્મ આપ્યો છે. - અનેકાન્તદષ્ટિ યા નયદષ્ટિ વિરાટ વસ્તુને જાણવાની તે રીત છે જેમાં વિવક્ષિત ધર્મને જાણીને પણ અન્ય ધર્મોનો નિષેધ નથી કરવામાં આવતો, તેમને કેવળ ગૌણ યા અવિવક્ષિત જ કરી દેવામાં આવે છે અને આ રીતે હર હાલતમાં પૂરી વસ્તુનો ગૌણ-મુખ્ય ભાવથી સ્પર્શ થઈ જાય છે. તેનો કોઈ પણ અંશ ક્યારેય છૂટી જતો નથી. જે સમયે જે ધર્મ વિવક્ષિત હોય છે તે સમયે તે ધર્મ મુખ્ય યા અર્પિત બની જાય છે અને શેષ ધર્મો ગૌણ યા અનર્પિત રહી જાય છે. આ રીતે જ્યારે મનુષ્યની દષ્ટિ અનેકાન્તતત્ત્વનો સ્પર્શ કરનારી બની જાય છે ત્યારે તેની સમજાવવાની રીત