________________
૩૮૦
જૈનદર્શન ઉપચરિત સદ્ભુત વ્યવહારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેમાં આ દૃષ્ટિ છે કે શુદ્ધ ગુણનું કથન અનુપચરિત તથા અશુદ્ધ ગુણનું કથન ઉપચરિત છે. અનુપચરિત અસદ્ભુત વ્યવહારનય અબુદ્ધિપૂર્વક ભવિષ્યમાં થનારા ક્રોધાદિ ભાવોને જીવના કહે છે અને ઉપચરિત સદૂભૂત વ્યવહારનય ઉદયમાં આવેલા અર્થાતુ પ્રકટ અનુભવમાં આવનાર ક્રોધાદિ ભાવોને જીવના કહે છે. પહેલામાં ભાવિકી શક્તિનો આત્માથી અભેદ માન્યો છે. અનગારધર્મામૃતમાં “શરીર મારું છે. આ અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનું તથા “દેશ મારો છે આ ઉપચરિત અસભૂત વ્યવહારનયનું ઉદાહરણ મનાયું છે.
પંચાધ્યાયીકાર કોઈ બીજા દ્રવ્યના ગુણનો બીજા દ્રવ્યમાં આરોપ કરવો એને નયાભાસ માને છે, જેમ કે વર્ણદિને જીવના કહેવા, શરીરને જીવનું કહેવું, મૂર્ત કદ્રવ્યનો કર્તા અને ભોક્તા જીવને માનવો, ધન, ધાન્ય, સ્ત્રી આદિનો ભોક્તા અને કર્તા જીવને માનવો, જ્ઞાન અને શેયમાં બોધ્યબોધક સંબંધ હોવાના કારણે જ્ઞાનને યગત માનવું આદિ. આ બધા નયાભાસો છે.
સમયસારમાં તો એક શુદ્ધ દ્રવ્યને નિશ્ચયનયનો વિષય માનીને બાકી પરનિમિત્તક સ્વભાવ કે પરભાવ બધાને વ્યવહારના ખાડામાં ધકેલી દઈને તેમને હેય અને અભૂતાર્થ કહ્યા છે. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે નૈગમ આદિ નયોનું વિવેચન વસ્તસ્વરૂપની મીમાંસા કરવાની દૃષ્ટિએ છે જ્યારે સમયસારગત નયોનું વર્ણન અધ્યાત્મભાવનાને પરિપુષ્ટ કરીને હેય અને ઉપાદેયના વિચાર દ્વારા મોક્ષમાર્ગમાં વાળવાના લક્ષ્યથી છે.