________________
૩૭૮
જૈનદર્શન અને અલક્ષ્ય બંનેમાં મળતું હોય તે અતિવ્યાપ્ત લક્ષણાભાસ છે અને જે લક્ષણ લક્ષ્યના એક દેશમાં રહેતું હોય તે અવ્યાપ્ત લક્ષણાભાસ કહેવાય છે. આત્મદ્રવ્યનું આત્મભૂત લક્ષણ કરતી વખતે આપણે જ્યારે આ ત્રણ દોષોનો પરિહાર કરી નિર્દોષ લક્ષણની ખોજ કરીએ છીએ ત્યારે કેવળ ચિત સિવાય બીજું કોઈ લક્ષણ પકડાતું નથી. વર્ણાદિ તો સ્પષ્ટપણે પુદ્ગલના ધર્મો છે, તેથી વર્ણાદિ તો જીવમાં અસંભવ છે. રાગાદિ વિભાવપર્યાયો તથા કેવલજ્ઞાનાદિ સ્વભાવપર્યાયો, જેમનું ઉપાદાન સ્વયં આત્મા બને છે તે, સમસ્ત આત્માઓમાં વ્યાપક ન હોવાથી અવ્યાપ્ત છે. તેથી કેવળ ચિત્ જ એવું સ્વરૂપ છે જે પુદ્ગલાદિ અલક્ષ્યોમાં મળતું નથી અને લક્ષ્યભૂત બધા આત્માઓમાં અનાદ્યનન્ત વ્યાપ્ત રહે છે. એટલે ચિત જ આત્મદ્રવ્યનું સ્વરૂપભૂત લક્ષણ બની શકે છે.
જો કે આ જ ચિત પ્રમત્ત, અપ્રમત્ત, નર, નારક આદિ બધી અવસ્થાઓને પામે છે, તેમ છતાં નિશ્ચયથી તે પર્યાયો આત્માનું વ્યાપક લક્ષણ બની શકતા નથી. આ બાપ્યવ્યાપકભાવને લક્ષ્યમાં રાખીને અનેક અશુદ્ધ અવસ્થાઓમાં પણ શુદ્ધ આત્મદ્રવ્યનો પરિચય કરાવવા માટે આચાર્ય શુદ્ધ નયનું અવલંબન લીધું છે. એટલે જ શુદ્ધ ચિત્નો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર આદિ રૂપે વિભાગ પણ તેમને ઈષ્ટ નથી. તેઓ એક અનિર્વચનીય અખંડ ચિતને જ આત્મદ્રવ્યના સ્થાનમાં રાખે છે. આચાર્યે આ લક્ષણભૂત ચિત સિવાય જેટલા પણ વર્ણાદિ અને રાગાદિ લક્ષણાભાસ છે તેમનો પરભાવ કહીને નિષેધ કરી દીધો છે. આ દષ્ટિએ નિશ્ચયનયને પરમાર્થ અને વ્યવહારનયને અભૂતાર્થ પણ કહેલ છે. અભૂતાર્થનો એ અર્થ નથી કે આત્મામાં રાગાદિ છે જ નહિ, પરંતુ એનો અર્થ એટલો જ છે કે જે ત્રિકાલવ્યાપી દ્રવ્યરૂપ ચિતને આપણે લક્ષણ બનાવી રહ્યા છીએ તેમાં તેમને સામેલ કરી શકાતા નથી.
વર્ણાદિ અને રાગાદિને વ્યવહારનયનો વિષય કહીને એક જ ઝાટકે નિષેધ કરી દેવાથી એ ભ્રમ સહજપણે જ થઈ શકે છે કે જેવી રીતે રૂપ, રસ, ગધ આદિ પુદ્ગલના ધર્મ છે તેવી રીતે રાગાદિ પણ પુદ્ગલના જ ધર્મ હશે, અને પુદ્ગલનિમિત્તક હોવાથી તેમને પુદ્ગલના પર્યાયો કહ્યા પણ છે. આ ભ્રમના નિવારણ માટે નિશ્ચયનયના બે ભેદો પણ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. એક શુદ્ધ નિશ્ચયનય અને બીજો અશુદ્ધ નિશ્ચયનય. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં શુદ્ધ ચિત જ જીવનું સ્વરૂપ છે. અશુદ્ધ નિશ્ચયનય આત્માના અશુદ્ધ રાગાદિ ભાવોને પણ જીવના ૧. જુઓ દ્રવ્યસંગ્રહ ગાથા ૪.