________________
નયવિચાર
૩૭૭
તાત્પર્ય એ કે આપણે શુદ્ધ નિશ્ચયનયથી તે ચિત્તું જો રાગાદિ અશુદ્ધ અવસ્થામાં યા ગુણસ્થાનોની શુદ્ધાશુદ્ધ અવસ્થાઓમાં દર્શન કરવા ઇચ્છતા હોઈએ તો આ બધાથી ષ્ટિ વાળી લઈને આપણે તે મહાવ્યાપક મૂલ દ્રવ્ય પર દૃષ્ટિ લઈ જવી જોઈએ અને તે સમયે કહેવું જોઈએ કે ‘આ રાગાદિ ભાવો આત્માના એટલે કે શુદ્ધ આત્માના નથી, તેઓ તો વિનાશી છે, પેલુ અવિનાશી અનાઘનન્ત તત્ત્વ તો જુદું જ છે.'
સમયસારનો શુદ્ધનય આ મૂળ તત્ત્વ ઉપર દૃષ્ટિ રાખે છે. તે વસ્તુના પરિણમનનો નિષેધ કરતો નથી કે નથી તો તે ચિત્ રાગાદિ પર્યાયોમાં આળોટીને લિપ્ત થાય છે એ વાતનો પ્રતિષેધક છે. પરંતુ તે કહેવા ઇચ્છે છે કે ‘અનાદિકાલીન અશુદ્ધ કીટ કાલિમા આદિથી વિકૃત બનેલા આ સોનામાં પણ તે સો ટચના સોનાની શક્તિરૂપ આભા પર એક વાર દૃષ્ટિ તો નાખો, તમને આ કીટ કાલિમા આદિમાં જે પૂર્ણ સુવર્ણત્વની બુદ્ધિ થઈ રહી છે તે આપોઆપ દૂર થઈ જશે. આ શુદ્ધ સ્વરૂપ પર લક્ષ્ય દીધા વિના ક્યારેય તેની પ્રાપ્તિની દિશામાં પ્રયત્ન કરી શકશો નહિ. તે અબદ્ધ અને અસ્પૃષ્ટ યા અસંયુક્ત વિશેષણોથી એ જ દર્શાવવા ઇચ્છે છે કે આત્માની બદ્ધ અને સ્પષ્ટ યા સંયુક્ત અવસ્થાઓ વચલી છે, તે તેનું (આત્માનું) ત્રિકાલવ્યાપી મૂલ સ્વરૂપ નથી.
તે એક ચિત્તું જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપે વિભાજન કરવું યા તેનું વિશેષરૂપે કથન કરવું એ પણ એક પ્રકારનો વ્યવહાર છે, તે કેવળ સમજવા સમજાવવા માટે છે.` આપ જ્ઞાનને, યા દર્શનને, યા ચારિત્રને પણ શુદ્ધ આત્માનું અસાધારણ લક્ષણ ન કહી શકો, કેમ કે તે બધા તો તે ચિત્તા અંશો છે અને તે અખંડ તત્ત્વને ખંડ ખંડ કરનારા વિશેષો છે. એ ચિત્ તો આ વિશેષોથી પર અવિશેષ છે, અનન્ય છે અને નિયત છે. આચાર્ય આત્મવિશ્વાસથી કહે છે કે ‘જેણે આને જાણી લીધી તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું.’
નિશ્ચયનું વર્ણન અસાધારણ લક્ષણનું કથન છે
દર્શનશાસ્ત્રમાં આત્મભૂત લક્ષણ તે અસાધારણ ધર્મને કહેવામાં આવે છે જે સમસ્ત લક્ષ્યોમાં વ્યાપ્ત હોય તથા અલક્ષ્યમાં બિલકુલ ન પ્રાપ્ત થતો હોય. જે લક્ષણ લક્ષ્યમાં મળતું ન હોય તે અસંભવ લક્ષણાભાસ કહેવાય છે, જે લક્ષ્ય
१. ववहारेणुवदिस्सइ णाणिस्स चरितं दंसणं णाणं ।
ન વિનાનું ન ચરિત્ત ન વંસળ નાળનો મુદ્દો ।। સમયસાર