________________
૩૮૨
જૈનદર્શન
પણ નિરાળી જ બની જાય છે. તે વિચારે છે કે આપણે તે શૈલીથી વચનપ્રયોગ ક૨વો જોઈએ કે જેથી વસ્તુતત્ત્વનું યથાર્થ પ્રતિપાદન થાય. આ શૈલીના યા ભાષાના નિર્દોષ પ્રકારની આવશ્યકતાએ સ્યાદ્વાદનો આવિષ્કાર કર્યો છે.
સ્યાદ્વાદ ભાષાની તે નિર્દોષ પ્રણાલી છે જે વસ્તુતત્ત્વનું સમ્યક્ પ્રતિપાદન કરે છે. ‘સ્યાદ્વાદ’ શબ્દમાં લાગેલો ‘સ્યાત્’ શબ્દ પ્રત્યેક વાક્યના સાપેક્ષ હોવાનું સૂચન કરે છે. ‘સ્યાત્ અસ્તિ’ વાક્યમાં ‘અસ્તિ’ પદ વસ્તુના અસ્તિત્વ ધર્મનું મુખ્યપણે પ્રતિપાદન કરે છે તો ‘સ્યાત્’ શબ્દ વસ્તુમાં રહેનારા નાસ્તિત્વ આદિ શેષ અનન્ત ધર્મોનો સદ્ભાવ દર્શાવે છે અર્થાત્ જણાવે છે કે વસ્તુ અસ્તિ માત્ર જ નથી, તેનામાં ગૌણરૂપે નાસ્તિત્વ આદિ ધર્મો પણ વિદ્યમાન છે. મનુષ્ય અહંકારનું પૂતળું છે. અહંકારની સહસ્ર જ નહિ પણ અસંખ્ય જિહ્વાઓ છે. આ વિષધર જરા જેટલી અસાવધાની થતાં ડસે છે. તેથી જેવી રીતે દૃષ્ટિમાં અહંકારના વિષને દાખલ થતું રોકવા માટે અનેકાન્તદૃષ્ટિરૂપ સંજીવનીનું રહેવું આવશ્યક છે તેવી જ રીતે ભાષામાં અવધારણના યા અહંકારના વિષને નિર્મૂળ કરવા માટે સ્યાદ્વાદરૂપ અમૃત અપેક્ષણીય છે. અનેકાન્તવાદ સ્યાદ્વાદનો એ અર્થમાં પર્યાયવાચી છે કે એવો વાદ અર્થાત્ કથન અનેકાન્તવાદ કહેવાય છે જેમાં વસ્તુના અનન્તધર્માત્મક સ્વરૂપનું પ્રતિપાદન ગૌણ-મુખ્ય ભાવથી થાય છે. જો કે આ બંને પર્યાયવાચી છે તેમ છતાં પણ સ્યાદ્વાદ જ નિર્દોષ ભાષાશૈલીનું પ્રતીક બની ગયો છે. અનેકાન્તદૃષ્ટિ તો જ્ઞાનરૂપ છે, તેથી વચનરૂપ સ્યાદ્વાદથી તેનો ભેદ સ્પષ્ટ છે. આ અનેકાન્તવાદ વિના લોકવ્યવહાર ચાલી શકતો નથી. તેના વિના ડગલે ને પગલે વિસવાદની સંભાવના છે. તેથી આ ત્રિભુવનના એક માત્ર ગુરુ અનેકાન્તવાદને નમસ્કાર કરતાં આચાર્ય સિદ્ધસેને યોગ્ય જ કહ્યું છે કે –
जेण विणा लोगस्स ववहारो सव्वथा ण णिव्वइए ।
તસ્ય મુવળગુરુળો ગમોડશે ાંતવાયસ્સ II સન્મતિતર્ક, ૩.૬૮.
સ્યાદ્વાદની વ્યુત્પત્તિ
‘સ્યાદ્વાદ’ શબ્દ ‘સ્યાત્’ અને ‘વાદ' બે પદોનો બનેલો છે. ‘વાદ’ શબ્દનો અર્થ છે કથન યા પ્રતિપાદન, ‘સ્યાત્' શબ્દ વિધિલિંગમાં બનેલો તિકપ્રતિરૂપક નિપાત છે. તેણે પોતાની અંદર એક મહાન ઉદ્દેશ્યને અને વાચક શક્તિને છુપાવી રાખ્યા છે. ‘સ્યાત્’ શબ્દના વિધિલિંગમાં વિધિ, વિચાર આદિ અનેક અર્થો થાય છે. તે બધા અર્થોમાંથી ‘અનેકાન્ત’ અર્થ અહીં વિવક્ષિત છે. હિન્દીમાં ‘સ્યાત્’