________________
નયવિચાર
૩૭૩ થયો. જો કુંભારની ઇચ્છા, તેનું જ્ઞાન અને તેને પ્રયત્ન જ ઘટનાં અન્તિમ ઉત્પાદકો હોત તો તેમનાથી રેત યા પથ્થરમાં પણ ઘડો ઉત્પન્ન થઈ જવો જોઈએ. આખરે તે તો માટીની ઉપાદાનયોગ્યતા પર જ નિર્ભર કરે છે, તે યોગ્યતા ઘટાકાર બની જાય છે. એ સાચું કે કુંભારનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન નિમિત્ત ન બને તો માટીની યોગ્યતા વિકસિત થઈ શકતી નથી, પરંતુ આટલા નિમિત્ત માત્રથી આપણે ઉપાદાનની નિજયોગ્યતાની વિભૂતિની ઉપેક્ષા ન કરી શકીએ. આ નિમિત્તનો અહંકાર તો જુઓ ! જેમાં લેશમાત્ર પણ તેનો અંશ સંક્રાન્ત થતો નથી, અર્થાત ન તો કુંભારનું જ્ઞાન માટીમાં ધસીને દાખલ થાય છે કે ન તો તેની ઇચ્છા કે ન તો તેનો પ્રયત્ન, તેમ છતાં પણ તે “કુંભકાર કહેવાય છે ! કુંભનાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આદિ તો માટીમાંથી જ ઉત્પન્ન થાય છે, કુંભનો એક પણ ગુણ કુંભારે પેદા કર્યો નથી, અને કુંભારનો એક પણ ગુણ માટીમાં યા કુંભમાં પહોંચ્યો નથી, તેમ છતાં તે સર્વાધિકારી બનીને “કુંભકાર હોવાનું દુરભિમાન કરે છે. - રાગ, દ્વેષ વગેરેની સ્થિતિ જો કે વિભિન્ન પ્રકારની છે કેમ કે આત્મા પોતે રાગ અને દ્વેષ આદિ પર્યાયોરૂપે પરિણત થાય છે તેમ છતાં અહીં આચાર્ય કુન્દકુદ વિશ્લેષણ કરતાં કહે છે કે “બતાવો તો ખરા કે શું શુદ્ધ આત્મા આ રાગ, દ્વેષ આદિ પર્યાયોમાં ઉપાદાન બને છે? જો સિદ્ધ અને શુદ્ધ આત્મા રાગાદિમાં ઉપાદાન બનવા લાગે તો મુક્તિનું સ્વરૂપ શું રહેશે? તેથી રાગાદિ પર્યાયોનું ઉપાદાન શુદ્ધ આત્મા નહિ પણ રાગાદિ પર્યાયોથી વિશિષ્ટ આત્મા બને છે, બીજા શબ્દોમાં રાગાદિથી જ રાગાદિ ઉત્પન્ન થાય છે.” આચાર્ય કુન્દકુન્દ જીવ અને કર્મના અનાદિ બન્ધનનો ઇનકાર કરતા નથી, પરંતુ તે બન્ધનનું વિશ્લેષણ કરે છે કે “જ્યારે બે સ્વતંત્ર દ્રવ્યો છે ત્યારે તેમનો તો કેવળ સંયોગ જ હોઈ શકે છે, તેમનું તાદાભ્ય નહિ. કેવળ સયોગ તો અનેક દ્રવ્યો સાથે આ આત્માનો સદા જ રહેવાનો છે, કેવલ સંયોગ હાનિકારક બનતો નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાલ તથા અન્ય અનેક આત્માઓ સાથે તેનો યોગ બરાબર વિદ્યમાન છે પરંતુ તેનાથી તેના સ્વરૂપમાં કોઈ વિકાર થતો નથી. સિદ્ધશિલા પર વિદ્યમાન સિદ્ધાત્માઓ સાથે ત્યાંના પુદ્ગલપરમાણુઓનો સંયોગ છે જ, પરંતુ એટલા માત્રથી તેમનામાં બંધન છે એમ કહી શકાતું નથી અને ન તો તે સંયોગથી સિદ્ધોમાં રાગાદિ ઉત્પન્ન થાય છે. તેથી એ સ્પષ્ટ છે કે શુદ્ધ આત્મા પરસયોગરૂપ નિમિત્તના હોવા છતાં પણ રાગાદિમાં ઉપાદાન બનતો નથી અને પરનિમિત્તે તેમાં બળજબરીથી રાગાદિને ઉત્પન્ન કરી શકતું નથી. આપણે વિચારવાનું ઉપરની તરફથી છે કે જે આપણે વાસ્તવિક સ્વરૂપ બની શકે છે, જે આપણે બની શકીએ છીએ, તે સ્વરૂપ શું રાગાદિમાં ઉપાદાન બને