________________
૩૬૪
જૈનદર્શન અવિરોધી હોવાના કારણે સવ્યવહારના વિષય છે. સૌત્રાન્તિકોએ જડ યા ચેતન સઘળા પદાર્થોને સર્વથા ક્ષણિક, નિરશ અને પરમાણુરૂપ માનવા, યોગાચારે ક્ષણિક અવિભાગી વિજ્ઞાનàતને માનવું, માધ્યમિક નિરાલંબન જ્ઞાનનો યા સર્વશૂન્યતાનો સ્વીકાર કરવો એ પ્રમાણવિરોધી તથા લોકવ્યવહારમાં વિસંવાદી હોવાથી વ્યવહારાભાસ છે.'
જે ભેદ વસ્તુના પોતાના નિજી મૌલિક એકત્વની અપેક્ષા રાખે છે તે વ્યવહાર છે અને જે ભેદ વસ્તુગત અભેદનું સર્વથા નિરાકરણ કરનારો છે તે વ્યવહારાભાસ છે. બે સ્વતંત્ર દ્રવ્યોમાં વાસ્તવિક ભેદ છે, તેમનામાં સાદશ્યના કારણે અભેદ આરોપિત થાય છે, જ્યારે એક દ્રવ્યના ગુણો અને પર્યાયોમાં વાસ્તવિક અભેદ છે, તેમનામાં ભેદ તે અખંડ વસ્તુનું વિશ્લેષણ કરી સમજવા માટે કલ્પવામાં આવે છે અર્થાત્ કલ્પિત હોય છે. આ મૂળ વસ્તુસ્થિતિનું ઉલ્લંઘન કરીને ભેદકલ્પના યા અભેદકલ્પના તદાભાસ હોય છે, પારામાર્થિક હોતી નથી. વિશ્વના અનન્ત દ્રવ્યોનું પોતાનું વ્યક્તિત્વ મૌલિક ભેદ પર જ ટકેલું છે. એક દ્રવ્યના ગુણાદિકના ભેદને વસ્તુતઃ મિથ્યા કહી શકાય અને તેને અવિદ્યાકલ્પિત કહી પ્રત્યેક દ્રવ્યના અંત સુધી પહોંચી શકાય, પરંતુ અનન્ત અદ્વૈતોમાં તો શું, બે અદ્વૈતોમાં પણ અભેદની કલ્પના તેવી જ ઔપચારિક છે, જેવી સેના, વન, પ્રાન્ત અને દેશ આદિની કલ્પના. વૈશેષિકોની પ્રતીતિવિરુદ્ધ એવી દ્રવ્યાદિભેદકલ્પના પણ વ્યવહારાભાસમાં પડે છે. . ઋજુસૂત્ર અને ઋજુસૂત્રાભાસ
વ્યવહારનય સુધી ભેદ અને અભેદની કલ્પના મુખ્યપણે અનેક દ્રવ્યોને સામે રાખીને થાય છે. “એક દ્રવ્યમાં પણ કાલક્રમથી પર્યાયભેદ થાય છે અને વર્તમાન ક્ષણનો અતીત અને અનાગત સાથે કોઈ સંબંધ નથીઆ વિચારને ઋજુસૂત્રનય રજૂ કરે છે. આ નય વર્તમાનક્ષણવર્તી શુદ્ધ અર્થપર્યાયને જ વિષય કરે છે. અતીત વિનષ્ટ છે અને અનાગત અનુત્પન્ન છે, તેથી તેમાં પર્યાયવ્યવહાર જ થઈ શકતો . નથી. આ નયની દૃષ્ટિએ નિત્ય એવી કોઈ વસ્તુ નથી અને સ્થૂલ એવી કોઈ ચીજ નથી. સરળ સૂત્રની જેમ આ નય કેવળ વર્તમાન પર્યાયને સ્પર્શ કરે છે. १. कल्पनारोपितद्रव्यपर्यायप्रविभागभाक् ।
પ્રમાળવાધતોડચસ્તુ તમાસોડવસીયતામ્ II તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૦૧. ૨. વળ્યુપન્નાહી ઝુલુ વિદી મુળવ્યો અનુયોગદ્વારસૂત્ર, દ્વાર ૪. અકલંક
ગ્રન્થત્રયટિપ્પણ પૃ. ૧૪૬. ૩ સૂત્રપાતવત્ ત્રટનુસૂત્ર રાજવાર્તિક, ૧.૩૩.