________________
૩૬૨
જૈનદર્શન અપરસંગ્રહ. પરસંગ્રહમાં સરૂપે સમસ્ત પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે, તથા અપરસંગ્રહમાં એકદ્રવ્યરૂપે સમસ્ત પર્યાયોનો તથા દ્રવ્યરૂપે બધાં દ્રવ્યોનો, ગુણરૂપે બધા ગુણોનો, ગોત્વરૂપે બધી ગાયોનો, મનુષ્યત્વરૂપે સમસ્ત મનુષ્યોનો, ઈત્યાદિ સંગ્રહ કરવામાં આવે છે.
આ અપરંસગ્રહ ત્યાં સુધી ચાલે છે. જયાં સુધી ભેદમૂલક વ્યવહાર તેની ચરમ કોટિ સુધી પહોંચતો નથી, અર્થાત જ્યારે વ્યવહારનય ભેદ કરતો કરતો ઋજુસૂત્રનયના વિષયભૂત એક વર્તમાનકાલીન ક્ષણવર્તી અર્થપર્યાય સુધી પહોંચી જાય છે એટલે કે સંગ્રહ કરવા માટે હવે બે બચતા જ નથી ત્યારે અપસંગ્રહની મર્યાદા સમાપ્ત થઈ જાય છે. પરસંગ્રહ પછી અને ઋજુસૂત્રનય પહેલાં અપર સંગ્રહ અને વ્યવહારનયનું સમાન ક્ષેત્ર છે, પરંતુ દ્રષ્ટિમાં ભેદ છે. અપરસંગ્રહમાં સાદશ્યમૂલક કે દ્રવ્યમૂલક અભેદદષ્ટિ મુખ્ય છે અને એટલે જ તે એકત્વ લાવીને સંગ્રહ કરે છે,
જ્યારે વ્યવહારનયમાં ભેદની જ પ્રધાનતા છે, તે પર્યાય-પર્યાયમાં પણ ભેદ કરે છે. પરસંગ્રહનયની દ્રષ્ટિમાં સરૂપે બધા પદાર્થો એક છે, તેમનામાં કોઈ જાતનો ભેદ નથી. જીવ, અજીવ, વગેરે બધા સરૂપે અભિન્ન છે. જેવી રીતે એક ચિત્રજ્ઞાન પોતાના અનેક નીલાદિ આકારોમાં વ્યાપ્ત છે તેવી જ રીતે સન્માત્ર તત્ત્વ બધા જ પદાર્થોમાં વ્યાપ્ત છે. જીવ, અજીવ આદિ બધા જ તેના ભેદો છે. કોઈ પણ જ્ઞાન સન્માત્રતત્વને જાણ્યા વિના ભેદોને જાણી શકતું નથી. કોઈ પણ ભેદ સન્માત્રની બહાર નથી અર્થાત અસતુ નથી, પ્રત્યક્ષ ચેતન સુખાદિમાં પ્રવૃત્ત થાય કે બાહ્ય અચેતન નીલ આદિ પદાર્થોને જાણે પરંતુ તે સરૂપે અભેદાશને તો હર હાલતમાં વિષય કરે જ છે. એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે એકદ્રવ્યમૂલક પર્યાયોના સંગ્રહ સિવાય અન્ય સર્વ પ્રકારના સંગ્રહો સાદશ્યમૂલક એક્વનો આરોપ કરીને જ થાય છે અને તે સંગ્રહો કેવળ સંક્ષિપ્ત શબ્દવ્યવહારની સુવિધા માટે છે. બે વતત્ર દ્રવ્યોમાં, તેઓ સજાતીય હોય કે વિજાતીય, વાસ્તવિક એકત્વ આવી શકતું જ નથી.
સંગ્રહનયની આ અભેદદષ્ટિ સાથે સીધી ટક્કર લેનારી બૌદ્ધોની ભેદદષ્ટિ છે, જેમાં અભેદને કલ્પનાત્મક કહીને વસ્તુમાં તેનું કોઈ સ્થાન જ રહેવા દીધું નથી. આ આત્મત્તિક ભેદના કારણે જ બૌદ્ધ અવયવી, સ્થૂલ, નિત્ય આદિ અભેદદષ્ટિના વિષયભૂત પદાર્થોની સત્તા જ માનતા નથી. નિત્યાંશ કાલિક અભેદના આધાર ઉપર સ્થિર છે, કેમ કે જ્યારે એક જ દ્રવ્ય ત્રિકાલાનુયાયી હોય છે ત્યારે જ તેને નિત્ય કહી શકાય છે. અવયવી અને સ્થૂળતા દૈશિક અભેદના આધારે મનાય છે.
જ્યારે એક વસ્તુ અનેક અવયવોમાં કથંચિત તાદાભ્યરૂપે વ્યાતિ ધરાવે છે ત્યારે તે