________________
નયવિચાર
૩૬૧
કેમ કે ગુણ ગુણીથી પૃથક્ પોતાની સત્તા ધરાવતો નથી અને ગુણોની ઉપેક્ષા કરીને ગુણી પણ પોતાનું અસ્તિત્વ ધરાવી શકતો નથી. તેથી તેમનામાં કચિત્ તાદાત્મ્યસંબંધ માનવો જ ઉચિત છે. તેવી જ રીતે અવયવ અને અવયવીમાં, ક્રિયા અને ક્રિયાવાનમાં તથા સામાન્ય અને વિશેષમાં પણ કથંચત્ તાદાત્મ્યસંબંધને છોડીને બીજો સંબંધ નથી. જો ગુણ વગેરે ગુણી વગેરેથી સર્વથા ભિન્ન સ્વતન્ત્ર પદાર્થ હોય તો તેમનામાં નિયત સંબંધ ન હોવાના કારણે ગુણગુણીભાવ આદિ ઘટશે નહિ. કચિત્ તાદાત્મ્યનો અર્થ એ છે કે ગુણ આદિ ગુણી આદિ રૂપ જ છે, તેમનાથી ભિન્ન નથી. જે સ્વયં જ્ઞાનરૂપ ન હોય તે જ્ઞાનના સમવાયથી ‘જ્ઞ’ કેવી રીતે બની શકે ? તેથી વૈશષિકે ગુણ આદિનો ગુણી આદિથી સર્વથા નિરપેક્ષ ભેદ માનવો એ નૈગમાભાસ છે.
૧
સાંખ્યે જ્ઞાન અને સુખ આદિને આત્માથી ભિન્ન માનવાં એ નૈગમાભાસ છે. સાંખ્યનું કહેવું છે કે સુખ-જ્ઞાન આદિ ત્રિગુણાત્મક પ્રકૃતિના ધર્મો છે, તે ધર્મો પ્રકૃતિમાં આવિર્ભૂત અને તિરોહિત થતા રહે છે. આ પ્રકૃતિના સંસર્ગથી પુરુષમાં જ્ઞાનાદિની પ્રતીતિ થાય છે. પ્રકૃતિ આ જ્ઞાનસુખાદિરૂપ વ્યક્ત કાર્યની દૃષ્ટિએ દૃશ્ય છે તથા પોતાનું કારણરૂપ જે અવ્યક્ત સ્વરૂપ છે તેની દૃષ્ટિએ અદશ્ય છે. ચેતન પુરુષ ફૂટસ્થ અપરિણામી નિત્ય છે. ચૈતન્ય બુદ્ધિથી ભિન્ન છે, તેથી ચેતન પુરુષનો ધર્મ બુદ્ધિ નથી. આ રીતે સાબ્વે જ્ઞાન અને આત્માનો સર્વથા ભેદ માનવો એ નૈગમાભાસ છે, કેમ કે ચૈતન્ય અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. બુદ્ધિ, ઉપલબ્ધિ, ચૈતન્ય અને જ્ઞાન આદિ આ બધા પર્યાયવાચી છે. સુખ અને જ્ઞાનાદિને સર્વથા અનિત્ય માનવાં અને પુરુષને સર્વથા નિત્ય માનવો પણ ઉચિત નથી, કેમ કે ફૂટસ્થનિત્ય પુરુષમાં પ્રકૃતિના સંસર્ગથી પણ બન્ધ, મોક્ષ અને ભોગ આદિ ઘટી શકતા નથી. તેથી પુરુષને પરિણામીનિત્ય જ માનવો જોઈએ, તો જ પુરુષમાં બન્ધમોક્ષાદિ વ્યવહાર ઘટી શકે. તાત્પર્ય એ કે અભેદ નિરપેક્ષ સર્વથા ભેદ માનવો એ નૈગમાભાસ છે.
સંગ્રહ અને સંગ્રહાભાસ
અનેક પર્યાયોને એક દ્રવ્યરૂપે યા અનેક દ્રવ્યોને સાર્દશ્યમૂલક એકત્વરૂપે અભેદનું ગ્રહણ કરનારો સંગ્રહનય છે. તેની દૃષ્ટિમાં વિધિ જ મુખ્ય છે. દ્રવ્યને છોડીને પર્યાયો છે જ નહિ. સંગ્રહનયના બે પ્રકાર છે - એક પરસંગ્રહ અને બીજો
૧. લઘીયસ્રયસ્વવૃત્તિ, શ્લોક ૩૯.
૨. શુદ્ધં દ્રવ્યમમિપ્રતિ સંગ્રહસ્તમેતાઃ । લઘીયસ્રય, શ્લોક ૩૨.