________________
નયવિચાર
૩૫૯ અર્થપર્યાયથી પહેલાં થતા યાવત્ મધ્યવર્તી ભેદોને, જેમની અંદર ન્યાય-વૈશેષિક આદિ દર્શનો આવે છે તેમને, વ્યવહારનયમાં સામેલ કરવામાં આવ્યા છે. અર્થની છેવટની દેશકોટિ પરમાણુરૂપતા તથા છેવટની કાલકોટિ ક્ષણિકતાને ગ્રહણ કરનારી બૌદ્ધ દૃષ્ટિ ઋજુસૂત્રનયમાં સ્થાન પામે છે. અહીં સુધી તો અર્થને સામે રાખીને ભેદ અને અભેદ કલ્પિત થયા છે. હવે શબ્દશાસ્ત્રીઓનો ક્રમ આવે છે. કાલ, કારક, સંખ્યા તથા ધાતુને લાગતા ભિન્ન ભિન્ન ઉપસર્ગ આદિથી પ્રયુક્ત થતા શબ્દોનો વાચ્ય અર્થ ભિન્ન ભિન્ન છે, આ કાલ, કારક વગેરે વાચક શબ્દભેદે અર્થભેદ ગ્રહણ કરનારી દષ્ટિનો સમાવેશ શબ્દનયમાં થાય છે. એક જ સાધનમાં નિષ્પન્ન તથા એકકાલવાચક પણ અનેક પર્યાયવાચી શબ્દો હોય છે. તેથી આ પર્યાયવાચી શબ્દોનો પણ અર્થભેદ માનનારી દષ્ટિ સમભિરૂટમાં સ્થાન પામે છે. એવભૂતનય કહે છે કે જે વખતે જે અર્થ જે ક્રિયામાં પરિણત હોય તે સમયે તે અર્થમાં તક્રિયાથી નિષ્પન્ન શબ્દનો પ્રયોગ થવો જોઈએ. આ દષ્ટિ અનુસાર બધા જ શબ્દો ક્રિયાથી નિષ્પન્ન છે. ગુણવાચક “શુક્લ શબ્દ શુચિભવનરૂપ ક્રિયાથી, જાતિવાચક “અશ્વ' શબ્દ આશુગમનરૂપ ક્રિયાથી, ક્રિયાવાચક “ચલતિ' શબ્દ ચાલવારૂપ ક્રિયાથી અને નામવાચક યદચ્છાશબ્દ “દેવદત્ત પણ “દેવે તેને દીધો” ક્રિયાથી નિષ્પન્ન છે. આમ બધા શબ્દો ધાતુનિષ્પન્ન છે. આ રીતે જ્ઞાનાશ્રયી, અર્થાશ્રયી અને શબ્દાશ્રયી સમસ્ત વ્યવહારોનો સમન્વય આ નયોમાં કરવામાં આવ્યો છે. મૂલ નો સાત
નયોના મૂળ ભેદો સાત છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. આચાર્ય સિદ્ધસેન (સન્મતિતર્ક ૧.૪-૫) અભેદગ્રાહી નિગમનો સંગ્રહમાં તથા ભેદગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં અન્તર્ભાવ કરીને નયોના છ જ ભેદો માને છે. તત્ત્વાર્થભાષ્યમાં નયોના મૂળ પાંચ ભેદો માનીને પછી શબ્દનયના ત્રણ ભેદો કરીને નયોના સાત ભેદો ગણાવ્યા છે. નૈગમનયના દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી ભેદો પણ તત્ત્વાર્થભાષ્યમાં (૧.૩૪-૩૫) મળે છે. પખંડાગમમાં નયોના નૈગમાદિ શબ્દાન્ત પાંચ ભેદો ગણાવ્યા છે, પરંતુ કસાયપાહુડમાં મૂળ પાંચ ભેદ ગણાવી શબ્દનયના ત્રણ ભેદો કર્યા છે અને નિગમનયના સંગ્રહિક અને અસંગ્રહિક બે ભેદો પણ કર્યા છે. આમ સાત નો માનવા પ્રાયઃ સર્વસમ્મત છે.