________________
નયવિચાર
૩૫૭
દ્રવ્યને જ આપવામાં આવે છે પરંતુ વ્યવહાર કેવળ પરમાર્થ અર્થથી જ ચાલતો નથી. તેથી વ્યવહાર માટે પદાર્થનો નિક્ષેપ શબ્દ, જ્ઞાન અને અર્થ એમ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા આદિ નિમિત્તોની અપેક્ષા રાખ્યા વિના જ ઇચ્છા અનુસાર સંજ્ઞા રાખવી ‘નામ’ કહેવાય છે, જેમ કે કોઈ બાળકનું ‘ગજરાજ' નામ શબ્દાત્મક અર્થનો આધાર બને છે. જેનું નામકરણ થઈ ચૂક્યું છે તે પદાર્થની તેના આકારવાળી વસ્તુમાં યા અતદાકાર વસ્તુમાં સ્થાપના કરવી એ સ્થાપનાનિક્ષેપ છે, જેમ કે હાથીની મૂર્તિમાં હાથીની સ્થાપના કરવી યા શેતરંજના મહોરાંને હાથી કહેવાં. આ જ્ઞાનાત્મક અર્થનો આશ્રય બને છે. અતીત અને અનાગત પર્યાયની યોગ્યતાની દૃષ્ટિએ પદાર્થમાં તે વ્યવહાર કરવો દ્રવ્યનિક્ષેપ છે, જેમ કે યુવરાજને રાજા કહેવો યા જેણે રાજાપદ છોડી દીધું છે તેને પણ વર્તમાનમાં રાજા કહેવો. વર્તમાન પર્યાયની દૃષ્ટિએ થનારો વ્યવહાર ભાવનિક્ષેપ છે, જેમ કે રાજ્ય કરનારને રાજા કહેવો.
આમાં પરમાર્થ અર્થ તો દ્રવ્ય અને ભાવ છે. જ્ઞાનાત્મક અર્થ સ્થાપનાનિક્ષેપમાં અને શબ્દાત્મક અર્થ નામનિક્ષેપમાં ગર્ભિત છે. જો બાળક વાઘના માટે રડતું હોય તો તેને વાઘનું તદાકાર રમકડું આપીને જ શાંત કરી શકાય અને આમ વ્યવહાર નિભાવી શકાય, જગતનો સમસ્ત શાબ્દિક વ્યવહાર શબ્દથી જ ચાલે છે. પદાર્થના વૈકાલિક પર્યાયોમાં થતા વ્યવહારોનો આધાર દ્રવ્ય અને ભાવ બને છે. ‘ગજરાજને બોલાવી લાવો' આ કહેવામાં આવતાં આ નામની વ્યક્તિને જ બોલાવી લાવવામાં આવે છે અને નહિ કે વનરાજ હાથીને. રાજ્યાભિષેક વખતે યુવરાજને જ ‘રાજાસાહેબ’ કહેવામાં આવે છે અને રાજસભામાં વર્તમાન રાજાને જ ‘રાજા' કહેવામાં આવે છે. આમ સમસ્ત વ્યવહારો ક્યાંક શબ્દથી, ક્યાંક અર્થથી અને ક્યાંક સ્થાપનાથી અર્થાત્ જ્ઞાનથી ચાલતા દેખાય છે.
અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુતનો બોધ કરાવવો, સંશયને દૂર કરવો અને તત્ત્વાર્થનું અવધારણ કરવું એ નિક્ષેપપ્રક્રિયાનું પ્રયોજન છે.` પ્રાચીન શૈલીમાં પ્રત્યેક શબ્દનો પ્રયોગ કરતી વખતે નિક્ષેપ કરીને સમજાવવાની પ્રક્રિયા જોવામાં આવે છે, જેમ કે ‘ઘડો લાવો’ આ વાક્યમાં સમજાવવામાં આવે છે કે ‘ઘટ' શબ્દથી નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટ વિવક્ષિત નથી પણ ભાવઘટ વિવક્ષિત છે. વાઘના માટે રડતા બાળકને છાનું રાખવા નામવાવ, દ્રવ્યવાઘ કે ભાવવાઘ ન જોઈએ પણ
૧.
उक्तं हि - अवगयणिवारणडुं पयदस्स परूवणाणिमित्तं च ।
સંસનિખાતાનું તત્ત્વત્વવધારાયું ૨ || ધવલાટીકા, સત્ત્રરૂપણા.