________________
૩૫૬
જૈનદર્શન એક દ્રવ્યના ક્રમિક પર્યાયોના કલ્પિત ભેદને વિષય કરે છે. વ્યવહાર દ્રવ્યાર્થિક નય અનેક દ્રવ્યગત કલ્પિત અભેદને જાણે છે અને પરમાર્થ પર્યાયાર્થિક નય બે દ્રવ્યોના વાસ્તવિક પરસ્પર ભેદને જાણે છે, વસ્તુતઃ વ્યવહાર પર્યાયાર્થિક નયની સીમા એક દ્રવ્યગત ગુણભેદ અને ધર્મભેદ સુધી જ છે. દ્રવ્યાસ્તિક અને દ્રવ્યાર્થિક
તત્વાર્થવાર્તિકમાં (૧.૩૩) દ્રવ્યાર્થિકના સ્થાને આવનારો દ્રવાસ્તિક શબ્દ અને પર્યાયાર્થિકના સ્થાને આવનારો પર્યાયાસ્તિક શબ્દ આ સૂક્ષ્મ ભેદને સૂચવે છે. દ્રવાસ્તિકનું તાત્પર્ય એ છે કે જે એક દ્રવ્યના પરમાર્થ અસ્તિત્વને વિષય કરે અને તમૂલક જ અભેદનું પ્રખ્યાપન કરે. પર્યાયાસ્તિક એક દ્રવ્યના વાસ્તવિક ક્રમિક પર્યાયોના અસ્તિત્વને માનીને તેમના આધારે ભેદવ્યવહાર કરે છે. આ દૃષ્ટિએ અનેક દ્રવ્યગત પરમાર્થ ભેદને પર્યાયાર્થિક નય વિષય કરીને પણ તેમના ભેદને કોઈ દ્રવ્યના પર્યાય નથી માનતો. અહીં પર્યાય' શબ્દનો પ્રયોગ વ્યવહારાર્થ છે. તાત્પર્ય એ કે એક દ્રવ્યગત અભેદને દ્રવાસ્તિક અને પરમાર્થ દ્રવ્યાર્થિક, એક દ્રવ્યગત પર્યાયભેદને પર્યાયાસ્તિક અને વ્યવહાર પર્યાયાર્થિક, અનેક દ્રવ્યોના સાદશ્યમૂલક અભેદને વ્યવહાર દ્રવ્યાર્થિક તથા અનેક દ્રવ્યગત ભેદને પરમાર્થ પર્યાયાર્થિક સમજવામાં આવે છે. અનેક દ્રવ્યગત ભેદને આપણે પર્યાય શબ્દથી વ્યવહાર માટે જણાવીએ છીએ. આ રીતે ભેદાભદાત્મક યા અનન્તધર્માત્મક શેયમાં જ્ઞાતાના અભિપ્રાય અનુસાર ભેદ યા અભેદને મુખ્ય અને ઇતરને ગૌણ કરીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની પ્રવૃત્તિ થાય છે. ક્યાં કયો ભેદ યા અભેદ વિવક્ષિત છે એ સમજવું વક્તા અને શ્રોતાની કુશળતા ઉપર નિર્ભર કરે છે.
અહીં એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પરમાર્થ અભેદ એક દ્રવ્યમાં જ હોય છે અને પરમાર્થ ભેદ બે સ્વતંત્ર દ્રવ્યોમાં. તેવી જ રીતે વ્યાવહારિક અભેદ બે પૃથફ દ્રવ્યોમાં સાદશ્યમૂલક હોય છે અને વ્યાવહારિક ભેદ એક દ્રવ્યના બે ગુણો, ધર્મો યા પર્યાયોમાં પરસ્પર હોય છે. દ્રવ્યનો પોતાના ગુણ, ધર્મ અને પર્યાયથી વ્યાવહારિક ભેદ જ હોય છે, પરમાર્થતઃ તો તેમની સત્તા અભિન્ન જ છે. ત્રણ પ્રકારના પદાર્થ અને નિક્ષેપ
તીર્થકરોએ ઉપદેશેલા સમસ્ત અર્થનો સંગ્રહ આ જ બે નયોમાં થઈ જાય છે. તેમનું કથન કાં તો અભેદપ્રધાન હોય છે કાં તો ભેદપ્રધાન. જગતમાં નક્કર અને મૌલિક અસ્તિત્વ જો કે દ્રવ્યનું છે અને પરમાર્થ અર્થસંજ્ઞા પણ આ ગુણ-પર્યાયવાળા