________________
૩૫૪
જૈનદર્શન ધર્મનો વાચક હોય છે. તેથી તત્ત્વાર્થભાષ્યમાં (૧.૩૪) “શું આ નયા એક વસ્તુના વિશે પરસ્પર વિરોધી તત્રોના મતવાદો છે કે જૈનાચાર્યોના જ પરસ્પર મતભેદો છે?” આ પ્રશ્નનું સમાધાન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે “ન તો નો તન્ત્રાન્તરીય મતવાદો છે કે ન તો જૈનાચાર્યોના પરસ્પર મતભેદો છે પરંતુ શેય અર્થને જાણનારા અનેક અધ્યવસાયો છે.” અર્થાત્ એક જ વસ્તુને અપેક્ષાભેદથી યા અનેક દૃષ્ટિકોણોથી ગ્રહણ કરનારા વિકલ્પો છે. નયો હવાઈ કલ્પનાઓ નથી કે ન તો તેઓ શેખચલ્લીના વિચારો છે, પરંતુ અર્થને (વસ્તુને) અનેક પ્રકારે જાણનારા અભિપ્રાયવિશેષો છે.
તેઓ નિર્વિષય ન હોતાં જ્ઞાન, શબ્દ યા અર્થ કોઈને ને કોઈને વિષય અવશ્ય કરે છે. તેનો વિવેક કરવાનું કામ જ્ઞાતાનું છે. જેમ એક જ લોક સતની અપેક્ષાએ એક છે, જીવ અને અજીવના ભેદથી બે છે, દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદથી ત્રણ, ચાર પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ હોવાથી ચાર, પાંચ અસ્તિકાયોની અપેક્ષાએ પાંચ અને છ દ્રવ્યોની અપેક્ષાએ છ પ્રકારનો કહી શકાય છે. આ અપેક્ષાભેદથી થનારા વિકલ્પો છે, માત્ર મતભેદો યા વિવાદો નથી. તેવી જ રીતે નયવાદ પણ અપેક્ષાભેદથી થનારા વસ્તુના વિભિન્ન અધ્યવસાયો છે. બે નય - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
આમ સામાન્યપણે અભિપ્રાયોની અનન્તતા હોવા છતાં પણ તેમને બે મોટા વિભાગોમાં વહેંચી શકાય છે - એક અભેદને ગ્રહણ કરનારા અભિપ્રાયોનો યા નયોનો વિભાગ અને બીજો ભદને ગ્રહણ કરનારા અભિપ્રાયોનો યા નયોનો વિભાગ. વસ્તુમાં સ્વરૂપતઃ અભેદ છે, વસ્તુ અખંડ છે અને એક મૌલિક છે. તેને અનેક ગુણ, પર્યાય અને ધર્મો દ્વારા અનેકરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. અભેદગ્રાહિણી દષ્ટિ દ્રવ્યદષ્ટિ કહેવાય છે અને ભેદગ્રહિણી દૃષ્ટિ પર્યાયદષ્ટિ કહેવાય છે. દ્રવ્યને મુખ્યપણે ગ્રહણ કરનારો નય દ્રવ્યાર્થિક યા અલૂચ્છિત્તિ નય કહેવાય છે અને પર્યાયને ગ્રહણ કરનારો નય પર્યાયાર્થિક યા બુચ્છિત્તિ નય કહેવાય છે. અભેદ એટલે સામાન્ય અને ભેદ એટલે વિશેષ વસ્તુઓમાં અભેદ અને ભેદની કલ્પનાના બે બે પ્રકાર છે. એક અભેદકલ્પના તો એક અખંડ મૌલિક દ્રવ્યમાં પોતાની દ્રવ્યશક્તિના કારણે વિવલિત અભેદ, જે દ્રવ્ય યા ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તે પોતાના કાલક્રમથી થનારા ક્રમિક પર્યાયોમાં ઉપરથી નીચે સુધી વ્યાપ્ત રહેવાના કારણે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તે જેવી રીતે પોતાના ક્રમિક પર્યાયોને વ્યાપ્ત કરે છે તેવી જ રીતે પોતાના સહભાવી ગુણો અને ધર્મોને પણ વાત કરે છે.