________________
૩૭૦
જૈનદર્શન અર્થભેદની ચિન્તા કરનારો શબ્દનય સૂક્ષ્મ છે. પર્યાયવાચી શબ્દોમાં ભેદ હોવા છતાં પણ અર્થભેદ ન માનનારા શબ્દનયથી પર્યાયવાચી શબ્દો દ્વારા પદાર્થમાં શક્તિભેદની કલ્પના કરનારો સમભિરૂઢનય સૂક્ષ્મ છે. શબ્દપ્રયોગમાં ક્રિયાની ચિત્તા ન કરનાર સમભિરૂઢનયથી ક્રિયાકાળમાં જ તે શબ્દનો પ્રયોગ થવો જોઈએ એમ માનનાર એવભૂતનય સૂક્ષ્મતમ અને અલ્પવિષયક છે. અર્થનય અને શબ્દનય
આ સાત નયોમાં ઋજુસૂત્ર પર્યન્ત ચાર નય અર્થગ્રાહી હોવાથી અર્થન છે.' જો કે નૈગમન સંકલ્પગ્રાહી હોવાથી અર્થની સીમાની બહાર પડી જતો હતો પરંતુ નિગમનયનો વિષય ભેદ અને અભેદ બંનેને માનીને તેને અર્થગ્રાહી કહ્યો છે. શબ્દ આદિ ત્રણ નવો પદવિદ્યા અર્થાત વ્યાકરણશાસ્ત્રની (શબ્દશાસ્ત્રની) સીમા અને ભૂમિકાનું વર્ણન કરે છે, તેથી તે ત્રણ નવો શબ્દય છે. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક વિભાગ
નિગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ દ્રવ્યાર્થિકનય છે અને ઋજુસૂત્ર આદિ ચાર પર્યાયાર્થિકનય છે. પ્રથમ ત્રણ નયોની દૃષ્ટિ દ્રવ્ય પર રહે છે, જ્યારે બાકીના ચાર નયોનો વિચાર વર્તમાનકાલીન પર્યાય પર જ ચાલતો રહે છે. જો કે વ્યવહારનયમાં ભેદ પ્રધાન છે અને ભેદને પણ ક્યાંક ક્યાંક પર્યાય કહેલ છે, પરંતુ વ્યવહારનય એકદ્રવ્યગત ઊર્ધ્વતા સામાન્યમાં કાલિક પર્યાયોનો અત્તિમ ભેદ કરતો નથી, તેનું ક્ષેત્ર તો અનેક દ્રવ્યોમાં ભેદ કરવાનું મુખ્યપણે છે. તે એક દ્રવ્યના પર્યાયોમાં ભેદ કરીને પણ અન્તિમ એકક્ષણવર્તી પર્યાય સુધી પહોંચી શકતો નથી, તેથી તેને શુદ્ધ પર્યાયાર્થિકમાં સામેલ કરવામાં આવ્યો નથી. જેમ નૈગમનય ક્યારેક પર્યાયને અને ક્યારેક દ્રવ્યને વિષય કરતો હોવાના કારણે ઉભયાવલંબી છે, એટલે તે દ્રવ્યાર્થિકમાં જ અન્તભૂત છે તેમ વ્યવહારનય પણ ભેદપ્રધાન હોવા છતાં પણ દ્રવ્યને વિષય કરે છે એટલે તે પણ દ્રવ્યાર્થિકની સીમામાં છે. ઋજુસૂત્ર આદિ ચાર નય તો સ્પષ્ટપણે એકક્ષણવર્તી પર્યાયને સામે રાખીને વિચાર કરે છે એટલે તે ચારે પર્યાયાર્થિક છે. આચાર્ય જિનભદ્રગિણિ ક્ષમાશ્રમણ ઋજુસૂત્રને પણ દ્રવ્યાર્થિક માને છે.
૧. વત્વોડર્વાશ્રયી શેષાદ્વયં શબૂત | સિદ્ધિવિનિય. લધીયસ્ત્રય, શ્લોક ૭૨. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૭૫, ૭૭, ૨૨૬ ૨.