________________
૩૪૬
જૈનદર્શન કેવળ વાસનાકલ્પિત જ કહેવો ઉચિત નથી, એ સાચું કે પદાર્થોમાં અનેક જાતની સંજ્ઞાઓ અને અનેક જાતના શબ્દપ્રયોગો આપણી લ્પનાઓ દ્વારા કલ્પિત હોય છે પરંતુ જે નક્કર અને સત્ય પદાર્થ છે તેના અસ્તિત્વનો ઇનકાર ન કરી શકાય. નીલપદાર્થનું અસ્તિત્વ નીલવિજ્ઞાનથી સિદ્ધ ભલે થતું હોય પરંતુ નીલવિજ્ઞાન નીલપદાર્થના અસ્તિત્વને ઉત્પન્ન કરતું નથી. તે તો સ્વયંસિદ્ધ છે, અને નીલવિજ્ઞાન ન હોય ત્યારે પણ તેનું સ્વસિદ્ધ અસ્તિત્વ છે જ. આંખ પદાર્થને દેખે છે, પદાર્થને ઉત્પન્ન કરતી નથી. પ્રમેય અને પ્રમાણ આ સંજ્ઞાઓ સાપેક્ષ ભલે હોય પરંતુ બન્ને પદાર્થો તો પોતપોતાની સામગ્રીથી સ્વતઃસિદ્ધ ઉત્પત્તિવાળા છે. વાસના અને કલ્પનાથી પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ રૂપમાં ચિત્રિત કરવામાં આવે છે, પરંતુ પદાર્થને વાસના અને કલ્પનાથી ઉત્પન્ન કરી શકાતો નથી. તેથી વિજ્ઞાનવાદ આજના પ્રયોગસિદ્ધ વિજ્ઞાનથી કેવળ બાધિત જ નથી પરંતુ વ્યવહારોનુપયોગી પણ છે. શૂન્યવાદની આલોચના
શૂન્યવાદનાં બે રૂપો આપણી સમક્ષ છે એક તો સ્વપ્નપ્રત્યયની જેમ બધા પ્રત્યયોને નિરાલમ્બન ગણવા અર્થાત પ્રત્યયનું અસ્તિત્વ સ્વીકારવું પરંતુ તેને નિર્વિષય માનવો અને બીજું રૂપ એ કે બાહ્યર્થની જેમ જ્ઞાનનો પણ લોપ કરી સર્વશૂન્ય માનવું. પ્રથમ કલ્પના એક રીતે નિર્વિષય જ્ઞાન માનવાની છે, જે પ્રતીતિવિરુદ્ધ છે કેમ કે પ્રત અનુમાનને જો નિર્વિષય માનવામાં આવે તો તેનાથી નિરાલમ્બન જ્ઞાનવાદ જ સિદ્ધ થઈ શકે નહિ. જો તે અનુમાનને સવિષય માનશો તો આ અનુમાનથી હેતુ વ્યભિચારી બની જશે. તેથી જે પ્રત્યયોનો બાલાર્ક ઉપલબ્ધ થતો હોય તેમને સવિષય અને જેમનો બાહ્યર્થ ઉપલબ્ધ ન થતો હોય તેમને નિર્વિષય માનવા ઉચિત છે. જ્ઞાનોમાં સત્ય અને અસત્ય યા અવિસંવાદી અને વિસંવાદીની વ્યવસ્થા બાહ્યર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિના આધારે જ થાય છે. અગ્નિના જ્ઞાનથી પાણીને ગરમ કરી શકાતું નથી. જગતનો સમસ્ત બાહ્યવ્યવહાર બાહ્યપદાર્થોના વાસ્તવિક અસ્તિત્વથી જ સંભવ બને છે. સંત અનુસાર શબ્દપ્રયોગની સ્વતંત્રતા હોવા છતાં પણ પદાર્થનું નિજસિદ્ધ સ્વરૂપ યા અસ્તિત્વ કોઈના સંક્તથી ઉત્પન્ન થઈ શકતું નથી.
બાલાર્થની જેમ જ્ઞાનનો પણ અભાવ માનનાર સર્વશૂન્ય પક્ષને તો સિદ્ધ કરવો જ કઠિન છે. જે પ્રમાણથી સર્વશૂન્યતા સિદ્ધ કરવામાં આવે છે તે પ્રમાણને પણ જો શૂન્ય અર્થાત્ અસત્ માનવામાં આવે તો પછી શૂન્યતા શેનાથી સિદ્ધ કરશો? અને જો તે પ્રમાણ અશૂન્ય અર્થાત્ સત હોય તો “સર્વ શૂન્ય (બધું જ શૂન્ય છે)' ક્યાં રહ્યું? ઓછામાં ઓછું પ્રમાણને તો અશુન્ય માનવું જ પડે. પ્રમાણ અને પ્રમેય