________________
જૈનદર્શન
આમ સામાન્ય કોઈ સ્વતન્ત્ર પદાર્થ નથી જે નિત્ય અને એક હોઈ અનેક સ્વતન્ત્રસત્તાક વ્યક્તિઓમાં મોતીઓમાં પરોવાયેલા દોરાની જેમ રહેલું હોય. પદાર્થોના કેટલાંક પરિણમનો સદંશ પણ હોય છે અને કેટલાક વિસર્દેશ પણ હોય છે. બે સ્વતન્ત્રસત્તાક વિભિન્ન વ્યક્તિઓમાં ભૂયઃ અર્થાત્ ઘણું સામ્ય જોઈને અનુગતવ્યવહાર કરવામાં આવે છે. અનેક આત્માઓ સંસાર અવસ્થામાં પોતાનાં વિભિન્ન શરીરોમાં રહેલા છે, જેમની અવયવરચના અમુક પ્રકારની સદેશ હોય છે તેમનામાં ‘મનુષ્ય’, ‘મનુષ્ય' એવો વ્યવહાર સંકેત અનુસાર થાય છે અને જેમની શરીરરચના અમુક પ્રકારની સદંશ હોય છે તેમનામાં સંકેત અનુસાર ‘અશ્વ’ ‘અશ્વ’ એવો વ્યવહાર થાય છે. જે આત્માઓમાં અવયવસાદશ્યના આધારે મનુષ્યવ્યવહાર થાય છે તેમનામાં ‘મનુષ્યત્વ' નામનો એવો કોઈ સામાન્યપદાર્થ નથી કે જે પોતાની સ્વતન્ત્ર, નિત્ય, એક અને અનેકાનુગત સત્તા રાખતો હોય અને સમવાયસંબંધથી તેમનામાં રહેતો હોય. આટલી અને આવી ભેદલ્પના પદાર્થસ્થિતિને પ્રતિકૂળ છે. ‘સત્' ‘સત્' કે ‘દ્રવ્ય’ ‘દ્રવ્ય’ કે ‘ગુણ’ ‘ગુણ’ કે ‘મનુષ્ય’ ‘મનુષ્ય’ ઇત્યાદિ બધા વ્યવહારો સાદશ્યમૂલક છે. સાદૃશ્ય પણ પ્રત્યેકનિષ્ઠ ધર્મ છે, તે કોઈ અનેકનિષ્ઠ સ્વતન્ત્ર પદાર્થ નથી. તે તો અનેક અવયવોની સમાનતારૂપ છે અને તે તે અવયવો તે તે વ્યક્તિઓમાં જ રહે છે. તેમનામાં સમાનતા જોઈને દ્રા અનેક પ્રકારનો નાનામોટા વિસ્તારવાળો અનુગતવ્યવહાર કરવા લાગે છે.
૩૪૮
સામાન્ય નિત્ય, એક અને નિરશ હોવા ઉપરાંત પણ જો સર્વગત હોય તો તેણે વિભિન્ન દેશવાળી સ્વવ્યક્તિઓમાં ખંડશઃ રહેવું પડશે, કેમ કે એક વસ્તુ એક સાથે ભિન્ન દેશોમાં પૂર્ણરૂપે રહી શકતી નથી. નિત્ય અને નિરશ સામાન્ય જે સમયે જે વ્યક્તિમાં પ્રકટ થાય તે જ સમયે તેણે સર્વત્ર અર્થાત્ બધી વ્યક્તિઓના અન્તરાલમાં પણ પ્રકટ થવું જોઈએ. અન્યથા ક્વચિત્ વ્યક્ત અને ક્વચિત્ અવ્યક્ત રૂપથી તો સ્વરૂપભેદ થતાં અનિત્યત્વ અને સાશત્વની આપત્તિ આવે.
જેવી રીતે સત્તાસામાન્ય પદાર્થ અન્ય કોઈ ‘સત્તાત્વ’ નામના સામાન્ય વિના જ સ્વતઃ સત્ છે તેવી જ રીતે દ્રવ્ય આદિ પણ સ્વતઃ સત્ જ છે એમ કેમ ન મનાય ? સત્તા સાથે સંબંધમાં આવતા પહેલા પદાર્થ સત્ છે કે અસત્? જો સત્ હોય તો સત્તાનો સંબંધ માનવો નિરર્થક છે. અને જો અસત્ હોય તો જેમ અસત્ ખવિષાણ સાથે સત્તાનો સંબંધ હોઈ શકતો નથી તેમ અસત્ પદાર્થ સાથે પણ સત્તાનો સંબંધ હોઈ શકે નહિ. આવી જ રીતે અન્ય સામાન્યોની બાબતમાં પણ સમજી લેવુ જોઈએ. જેવી રીતે સામાન્ય, વિશેષ અને સમવાય સ્વતઃ સત્ છે, તેમનામાં કોઈ