________________
નવમું પ્રકરણ નયવિચાર
નયનું લક્ષણ
અધિગમના ઉપાયોમાં પ્રમાણની સાથે નયનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રમાણ વસ્તુના પૂર્ણરૂપને ગ્રહણ કરે છે અને નય પ્રમાણ દ્વારા ગૃહીત વસ્તુના એક અંશને જાણે છે. જ્ઞાતાનો તે અભિપ્રાયવિશેષ નય છે જે પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુના એકદેશને સ્પર્શે છે. વસ્તુ અનન્ત ધર્મોવાળી છે. પ્રમાણજ્ઞાન તેને સમગ્રભાવે ગ્રહણ કરે છે, તેનું અંશોમાં વિભાજન કરવા તરફ તેનું લક્ષ્ય હોતું નથી. ઉદાહરણાર્થ, “આ ઘડો છે,” એ જ્ઞાનમાં પ્રમાણ ઘડાને અખંડભાવે, તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ અનન્ત ગુણધર્મોનો વિભાગ કર્યા વિના, પૂર્ણરૂપે જાણે છે, જ્યારે નય તેનું વિભાજન કરીને “રૂપવાન ઘડો” રસવાન ઘડો આદિ રૂપે તેને પોતપોતાના અભિપ્રાય અનુસાર જાણે છે. એક વાત ધ્યાનમાં રાખવાની એ કે પ્રમાણ અને નય જ્ઞાનની જ વૃત્તિઓ છે, બન્ને જ્ઞાનાત્મક પર્યાયો છે. જ્યારે જ્ઞાતાની સકલને ગ્રહણ કરવાની દૃષ્ટિ હોય છે ત્યારે તેનું જ્ઞાન પ્રમાણ હોય છે અને જ્યારે તે જ પ્રમાણથી ગૃહીત વસ્તુને ખંડશઃ ગ્રહણ કરવાનો જ્ઞાતાનો અભિપ્રાય હોય છે ત્યારે તે અંશગ્રાહી અભિપ્રાય નય કહેવાય છે. પ્રમાણજ્ઞાન નયની ઉત્પત્તિ માટે ભૂમિ તૈયાર કરે છે.
જો કે છબસ્થોનાં બધાં જ્ઞાનો વસ્તુના પૂર્ણરૂપને જાણી શકતા નથી તેમ છતાં પણ જેટલાને તેઓ જાણે છે તેમનામાં પણ જો સમગ્રભાવે ગ્રહણ કરવાની તેમની દષ્ટિ હોય તો તે સકલગ્રાહી જ્ઞાનો પ્રમાણ છે અને અણગ્રાહી વિકલજ્ઞાન નય છે. રૂપવાન ઘટ' આ જ્ઞાન પણ જો રૂપમુખે સમસ્ત ઘટનું જ્ઞાન અખંડભાવે કરતું હોય
૧. નો જ્ઞાતુમિપ્રાય: I લઘીયસય, શ્લોક ૫૫.
જ્ઞાતૃગામમિન્વય. વહુ નયા: I સિદ્ધિવિનિશ્ચયટીકા, પૃ. ૫૧૭.