________________
૩૫૧
નયવિચાર તો પ્રમાણની જ સીમામાં પહોંચી જાય છે, અને ઘટના રૂપ રસ આદિનું વિભાજન કરી જો ઘડાના રૂપને જ મુખ્યપણે જાણતું હોય તો તે નય કહેવાય છે. પ્રમાણનો જાણવાનો ક્રમ એકદેશ દ્વારા પણ સમગ્રની તરફ જ હોય છે, જ્યારે નય સમગ્ર વસ્તુને વિભાજિત કરીને તેના અંશવિશેષની તરફ ઝૂકે છે. પ્રમાણ ચક્ષુ દ્વારા રૂપને જોતું હોવા છતાં તે દ્વારથી પૂરા ઘડાને આત્મસાત્ કરે છે, અને નય તે ઘડાનું વિશ્લેષણ કરી તેના રૂપ આદિ અંશોને જાણવા તરફ પ્રવૃત્ત થાય છે. તેથી પ્રમાણને સકલાદેશી અને નયને વિકલાદેશી કહેલ છે. પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુને શબ્દના તરંગોથી અભિવ્યક્ત કરવા માટે જે જ્ઞાનની જરૂર પડે છે તે નય છે. નય પ્રમાણનો એકદેશ છે
નય પ્રમાણ છે કે અપ્રમાણ?' આ પ્રશ્નનું સમાધાન “હા” અને “નામાં કરી શકાતું નથી, જેમ કે ઘડામાં ભરેલા સમુદ્રના જલને ન તો સમદ્ર કહી શકીએ છીએ કે ન તો અસમુદ્ર.' નય પ્રમાણથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રમાણાત્મક હોવા છતાં પણ અંશગ્રાહી હોવાના કારણે પૂર્ણ પ્રમાણ ન કહી શકાય, અને અપ્રમાણ તો તે હોઈ જ શકતો નથી. તેથી ઘડામાં ભરેલું સમુદ્રજલ સમુદ્રકદેશ છે, અસમુદ્ર નથી, તેવી જ રીતે નય પણ પ્રમાણેકદેશ છે, અપ્રમાણ નથી. નય દ્વારા ગ્રહણ કરાતી વસ્તુ પણ ન તો પૂર્ણ વસ્તુ કહી શકાય અને ન તો અવસ્તુ કહી શકાય, પરંતુ તે વસ્વેકદેશ” જ હોઈ શકે. તાત્પર્ય એ કે પ્રમાણસાગરનો તે અંશ નય છે જેને જ્ઞાતાએ પોતાના અભિપ્રાયના પાત્રમાં ભરી લીધો છે. તેનું ઉત્પત્તિસ્થાન સમુદ્ર જ છે. પરંતુ તેનામાં તે વિશાળતા અને સમગ્રતા નથી જેથી તેમાં બધું સમાઈ શકે. નાનામોટાં પાત્રો પોતાની મર્યાદા અનુસાર જ તો જલને ગ્રહણ કરે છે. પ્રમાણની રંગશાળામાં નય અનેક રૂપો અને વેશોમાં પોતાનું નાટક રચે છે.
સુનય અને દુર્નયા . જો કે અનેકાન્તાત્મક વસ્તુના એક એક અન્તને અર્થાત્ ધર્મને વિષય કરનારા અભિપ્રાયવિશેષો પ્રમાણમાં સત્તાનો છે પરંતુ તેમનામાં સુમેળ, પરસ્પર પ્રીતિ અને અપેક્ષા હોય તો જ તેઓ સુનય છે, અન્યથા દુર્નય છે. સુનય અનેકાન્તાત્મક વસ્તુના અમુક અંશને મુખ્યભાવે ગ્રહણ કરવા છતાં પણ અન્ય અંશોનો નિષેધ १. नायं वस्तु न चावस्तु वस्त्वंश: कथ्यते यत:। नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथोच्यते ॥
તત્ત્વાર્થસ્લોકવાર્તિક, શ્લોક ૧.૬. નયવિવરણ, શ્લોક ૬.