________________
પ્રમાણમીમાસા
૩૪૩
ભ્રાન્ત ઠરે છે. જો પુંજ હોવા છતાં પણ પરમાણુ પોતાની પરમાણુરૂપતા છોડતો ન હોય અને સ્કન્ધ અવસ્થા ધારણ કરતો ન હોય તથા અતીન્દ્રિય સૂક્ષ્મ પરમાણુઓનો પુજ પણ અતીન્દ્રિય જ બની રહેતો હોય તો ઘટ, પટ આદિ રૂપે ઇન્દ્રિયગ્રાહ્ય નહિ થઈ શકે. પરમાણુઓમાં પરસ્પર વિશિષ્ટ રાસાયનિક સંબંધ થવાથી જ તેમનામાં સ્થૂળતા આવે છે અને ત્યારે જ તેઓ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. પરમાણુઓનો પરસ્પર જે સબંધ થાય છે તે સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે ગુણાત્મક પરિવર્તનના રૂપમાં થાય છે. તે કચિત્ તાદાત્મ્યરૂપ છે, તેમાં એકદેશાદિ વિકલ્પો ઊઠી શકતા નથી. તે જ પરમાણુઓ પોતાની સૂક્ષ્મતા છોડી સ્થૂળરૂપતાને ધારણ કરી લે છે. પુદ્ગલોનો આ જ સ્વભાવ છે. જો પરમાણુઓ પરસ્પર સર્વથા અસંસૃષ્ટ રહે તો જેમ વીખરાયેલા પરમાણુઓ જલધારણ નથી કરી શકતા તેમ પુજીભૂત પરમાણુઓ પણ જલધારણ આદિ ક્રિયાઓ નહિ કરી શકે. પદાર્થ પર્યાયની દૃષ્ટિએ પ્રતિક્ષણ વિનાશી હોવા છતાં પણ પોતાની અવિચ્છિન્ન સન્નતિની દૃષ્ટિએ કચિત્ ધ્રુવ પણ છે.
પંક્તિ અને સેનાની જેમ સન્તતિ બુદ્ધિકલ્પિત જ નથી, પરંતુ વાસ્તવિક કાર્યકા૨ણપ૨પરાની ધ્રુવ નાભિ છે. તેથી નિર્વાણ અવસ્થામાં ચિત્તસન્નતિનો સર્વથા ઉચ્છેદ માની શકાતો ની. એટલે જ દીપનિર્વાણનું દૃષ્ટાન્ત પણ ઉચિત નથી. જે · પરમાણુઓ દીપકાવસ્થામાં ભાસુરાકાર અને દીપ્ત હતા તે બુઝાઈ જતાં શ્યામરૂપ અને અદીપ્ત બની જાય છે. અહીં કેવળ પર્યાયપરિવર્તન જ થયું છે. કોઈ પણ મૌલિક તત્ત્વનો સર્વથા ઉચ્છેદ માનવો એ અવૈજ્ઞાનિક છે.
વસ્તુતઃ બુદ્ધે વિષયવૈરાગ્ય અને બ્રહ્મચર્યની સાધના માટે જગતના ક્ષણિકત્વ અને અનિત્યત્વની ભાવના ઉપર એટલા માટે ભાર આપ્યો કેમ કે મોહી અને પરિગ્રહી પ્રાણી પદાર્થોને સ્થિર અને સ્થૂળ માનીને તેમનામાં રાગ કરે છે, તૃષ્ણાથી તેમના પરિગ્રહની ચેષ્ટા કરે છે, સ્ત્રીને એક સ્થિર અને સ્થૂળ પદાર્થ માનીને તેના સ્તન આદિ અવયવો ઉપર રાગી નજર નાખે છે. જો પ્રાણી તેમને કેવળ હાડકાનું પિંજર અને માસનો પિંડ અને છેવટે પરમાણુપુંજના રૂપમાં દેખે તો તેનો રાગભાવ અવશ્ય ઓછો થાય ‘સ્ત્રી’ સંજ્ઞા પણ સ્થૂળતાના આધારે કલ્પિત છે. તેથી વીતરાગતાની સાધના માટે જગત અને શરીરની અનિત્યતાનો વિચાર કરવો અને તેની વારંવાર ભાવના કરવી અત્યન્ત આવશ્યક છે અને અપેક્ષિત છે. જૈન સાધુઓને પણ ચિત્તમાં વૈરાગ્યની દૃઢતા માટે અનિત્યત્વ, અશરણત્વ આદિ ભાવનાઓનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પરંતુ ભાવના જુદી વસ્તુ છે અને વસ્તુતત્ત્વનું નિરૂપણ જુદી વસ્તુ છે. ભાવનાના બળ ઉપર વૈજ્ઞાનિકો વસ્તુસ્વરૂપની