________________
૩૩૮
જૈનદર્શન ત્રિગુણનો અન્વય જોઈને કાર્યોને એક જાતિના જ માની શકાય, નહિ કે એક કારણથી ઉત્પન્ન. બધા જ પુરુષોમાં પરસ્પર ચેતનત્વ અને ભોસ્તૃત્વ આદિ ધર્મોનો અન્વય દેખાય છે, પરંતુ તેઓ કોઈ એક કારણથી ઉત્પન્ન થયા નથી. પ્રધાન અને પુરુષમાં નિત્યત્વ, સત્ત્વ આદિ ધર્મોનો અન્વય હોવા છતાં પણ બન્નેની એક કારણથી ઉત્પત્તિ માનવામાં આવી નથી.
જો પ્રકૃતિ નિત્યસ્વભાવ હોઈને પણ તત્ત્વસૃષ્ટિ યા ભૂતસૃષ્ટિમાં પ્રવૃત્ત થતી હોય તો અચેતન પ્રકૃતિને એ જ્ઞાન તો ન હોઈ શકે કે આટલી જ તત્ત્વસૃષ્ટિ હોવી જોઈએ અને આ જ એનો ઉપકારક છે. આવી પરિસ્થિતિમાં નિયત પ્રવૃત્તિ થઈ શકે નહિ. અને જો થાય તો પ્રવૃત્તિનો અન્ન જ ન આવી શકે. પુરુષના ભોગના માટે હું સૃષ્ટિ કરું આ જ્ઞાન પણ અચેતન પ્રકૃતિને કેવી રીતે હોઈ શકે ?
વેશ્યાના દષ્ટાન્તથી બન્ધ-મોલની વ્યવસ્થા ઘટાવવી પણ યોગ્ય નથી કેમ કે વેશ્યાનો સંસર્ગ તો તે પુરુષ સાથે થાય છે જે સ્વયં તેની કામના કરે છે, તેના ઉપર તેનો જાદુ ચાલે છે. અર્થાત્ અનુરાગ હોતાં આસક્તિ અને વિરાગ હોતાં વિરક્તિનું ચક્ર તો ત્યારે જ ચાલે જ્યારે પુરુષ પોતે અનુરાગ અને વિરાગ અવસ્થાઓને ધારણ કરે. કોઈ વેશ્યા સ્વયં અનુરક્ત થઈ કોઈ પથ્થરને વળગતી નથી. તેથી જ્યાં સુધી પુરુષનાં મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાનને ક્રમથી અનુરાગ અને વિરાગ આદિ પરિણમનોનો વાસ્તવિક આધાર માનવામાં ન આવે ત્યાં સુધી બન્ય અને મોક્ષની પ્રક્રિયા ઘટી શકતી જ નથી. જ્યારે તેના સ્વરૂપભૂત ચૈતન્યનું જ પ્રકૃતિસંસર્ગથી વિકારી પરિણમન થાય ત્યારે જ તે મિથ્યાજ્ઞાની બનીને વિપર્યયમૂલક બન્ધદશાને પામી શકે છે અને કૈવલ્યની ભાવનાથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાતરૂપ સમાધિમાં પહોંચીને જીવન્મુક્ત અને પરમમુક્ત દશાને પામી શકે છે. તેથી પુરુષને પરિણામિનિત્ય માન્યા વિના ન તો પ્રતીતિસિદ્ધ લોકવ્યવહારનો નિર્વાહ થઈ શકે છે કે ન તો પારમાર્થિક લોક-પરલોકની યા બન્ધ-મોક્ષની વ્યવસ્થાનું સુસંગત રૂપ ઘટી શકે છે.
એ સાચું કે પ્રકૃતિના સંસર્ગથી થનારા પુરૂષનાં પરિણમનો સ્થાયી યા નિજસ્વભાવ ન કહી શકાય પરંતુ એનો અર્થ એ પણ નથી કે તે કેવળ પ્રકૃતિના જ ધર્મો છે કેમ કે ઈન્દ્રિયાદિના સંયોગથી જે બુદ્ધિ યા અહંકાર ઉત્પન્ન થાય છે તે છેવટે તો ચેતનધર્મ જ છે. ચેતન જ પોતાના પરિણામ સ્વભાવના કારણે સામગ્રી અનુસાર તે તે પર્યાયને ધારણ કરે છે. તેથી આ સંયોગજન્ય ધર્મોમાં ઉપાદાનભૂત પુરુષ તેમની વૈકારિક જવાબદારીમાંથી કેવી રીતે બચી શકે ? એ સાચું કે જ્યારે પ્રકૃતિનો સંસર્ગ