________________
પ્રમાણમીમાંસા
૩૩૧ શબ્દાત્મક જ નથી. અન્ય સંકેત (ચેષ્ટાઓ રૂપ સક્ત આદિ), સ્થાપના આદિ દ્વારા પણ સેંકડો વ્યવહારો ચાલે છે. તેથી શાબ્દિક વ્યવહાર શબ્દ વિના ન પણ હોય, પરંતુ અન્ય વ્યવહારોના ચાલવામાં શું બાધા છે ? જો શબ્દ અને અર્થ અભિન્ન હોય તો આંધળાને શબ્દ સાંભળતાં રૂપ દેખાવું જોઈએ અને બહેરાને રૂપ જોતાં શબ્દ સંભળાવો જોઈએ.
શબ્દથી અર્થની ઉત્પત્તિ કહેવી અથવા શબ્દનું અર્થરૂપે પરિણમન માનવું એ વિજ્ઞાનસિદ્ધ કાર્યકારણભાવને સર્વથા પ્રતિકૂળ છે. શબ્દ તાલ આદિના અભિઘાતથી ઉત્પન્ન થાય છે અને ઘટાદિ પદાર્થો પોતપોતાના કારણોથી. સ્વયંસિદ્ધ બન્નેમાં સંકેત અનુસાર વાચ્ય-વાચકભાવ બની જાય છે.
જે ઉપનિષદ્વાક્ય શબ્દબ્રહ્મની સિદ્ધિ માટે આપવામાં આવે છે તેનો સીધો અર્થ તો એ છે કે બે વિદ્યાઓ જગતમાં ઉપાદેય છે – એક શબ્દવિદ્યા અને બીજી બ્રહ્મવિદ્યા.' શબ્દવિદ્યામાં નિષ્ણાત વ્યક્તિને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ સહજમાં થઈ શકે છે. આમાં શબ્દજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્પત્તિક્રમ દર્શાવવામાં આવ્યો છે અને નહિ કે જગતમાં “માત્ર એક શબ્દતત્ત્વ છે' એવા પ્રતીતિવિરુદ્ધ અવ્યાવહારિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સીધી વાત છે કે સાધકે પહેલાં શબ્દવ્યવહારમાં કુશળતા પ્રાપ્ત કરી લેવી જોઈએ, તો અને ત્યારે જ તે શબ્દની ઉલઝનથી ઉપર ઊઠીને યથાર્થ તત્ત્વ સુધી પહોંચી શકે છે.
અવિદ્યા અને માયાના નામે સુનિશ્ચિત કાર્યકારણભાવમૂલક જગતના વ્યવહારોને અને ઘટ, પટ આદિ ભેદોને કાલ્પનિક અને અસત્ય એટલા માટે નથી ઠરાવી શકાતા કેમ કે સ્વયં અવિદ્યા જ્યારે ભેદપ્રતિભાસરૂપ યા ભેદપ્રતિભાસરૂપી કાર્યને ઉત્પન્ન કરનારી હોવાથી વસ્તુસ સિદ્ધ થઈ જાય છે ત્યારે તે સ્વયં પૃથક સત્ હોઈને પેલા અદ્વૈતની વિઘાતક બને છે. નિષ્કર્ષ એ કે અવિદ્યાની જેમ અન્ય ઘટ, પટ આદિ ભેદોને વસ્તુસત્ હોવામાં શી બાધા છે?
સર્વથા નિત્ય શબ્દબ્રહ્મથી ન તો કાર્યોની ક્રમિક ઉત્પત્તિ થઈ શકે છે અને ન તો તેનું ક્રમિક પરિણમન થઈ શકે છે, કેમ કે નિત્ય પદાર્થ સદા એકરૂપ, અવિકારી અને સમર્થ હોવાના કારણે ક્રમિક કાર્યો યા પરિણમનોનો આધાર બની શકતો નથી. સર્વથા નિત્યમાં પરિણમન કેવું?
શબ્દબ્રહ્મ જ્યારે અર્થરૂપે પરિણમન કરે છે ત્યારે જો તે શબ્દરૂપતાને છોડી દેતું
૧. દે વિશે વિતત્રે શબ્દબ્રહ્મ પદં ર ય / બ્રહ્મબિન્દ્રપનિષદ્, ૨૨.