________________
પ્રમાણમીમાંસા
૩૩૩ પ્રધાન “અવ્યક્ત' કહેવાય છે અને કાર્યરૂપ “વ્યક્ત'. આ પ્રધાનમાંથી, જે પોતે વ્યાપક, નિષ્ક્રિય અને એક છે તેમાંથી, સૌપ્રથમ વિષયનો નિશ્ચિય કરનારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેને “મહત્' કહે છે. મહત્માથી “હું સુન્દર છું, હું દર્શનીય છું' ઇત્યાદિ અહંકાર પેદા થાય છે. અહંકારમાંથી શબ્દ આદિ પાંચ તન્માત્રાઓ, ચક્ષુ આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો, વચન, હાથ, પગ, મલસ્થાન અને મૂત્રસ્થાન એ પાંચ કર્મેન્દ્રિયો અને મન એ રીતે સોળનો ગણ પેદા થાય છે. પછી શબ્દતન્માત્રામાંથી આકાશ, સ્પર્શતન્માત્રામાંથી વાયુ, રસતન્માત્રામાંથી જલ, રૂપતન્માત્રામાંથી અગ્નિ અને ગન્ધતન્માત્રામાંથી પૃથ્વી આ રીતે પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે.' પ્રકૃતિમાંથી ઉત્પન્ન થનાર મહતુ આદિ તેવીસ વિકારો પ્રકૃતિનાં જ પરિણામો છે, અને ઉત્પત્તિ પહેલાં પ્રકૃતિરૂપ કારણમાં તેમનો સભાવ છે. તેથી સાંખ્યો સત્કાર્યવાદી મનાય છે. આ સત્યકાર્યવાદને સિદ્ધ કરવા માટે નીચે જણાવેલા પાંચ હેતુઓ આપવામાં આવે છે... .
(૧) કોઈ પણ અસત્ કાર્ય ઉત્પન્ન થતું નથી. જો કારણમાં કાર્ય અસત્ હોય તો તે ખરવિષાણની જેમ ઉત્પન્ન જ ન થઈ શકે.
(૨) જો કારણમાં કાર્ય અસતું હોય તો લોકો પ્રતિનિયત ઉપાદાનકારણોનું ગ્રહણ શા માટે કરે? જવના અંકુર માટે જવનાં બી વાવવાં અને ચણાનાં બી ન વાવવાં એ વાતનું પ્રમાણ છે કે કારણમાં કાર્ય સત્ છે. •
(૩) જો કારણમાં કાર્ય અસત્ હોય તો બધાં જ કારણોથી બધાં કાર્યો ઉત્પન્ન થવાં જોઈએ. પરંતુ બધા કારણોમાંથી બધાં કાર્યો ઉત્પન્ન થતાં નથી. તેથી જ્ઞાત થાય છે કે જેનામાંથી જે ઉત્પન્ન થાય છે તેનામાં તે કાર્યનો સભંવ છે.
(૪) પ્રતિનિયત કારણોમાં પ્રતિનિયત કાર્યોને ઉત્પન્ન કરવાની જ શક્તિ હોય છે. સમર્થ કારણ પણ શક્યક્રિય કાર્યને જ ઉત્પન્ન કરે છે, અશક્યને નહિ. જે અશક્ય હોય તે શક્યક્રિય હોઈ શકે જ નહિ.
(૫) જગતમાં કાર્યકારણભાવ જ સત્કાર્યવાદનું સૌથી મોટું પ્રમાણ છે. બીજને કારણ કહેવું એ જ પુરવાર કરે છે કે તેમાં કાર્યનો સદ્ભાવ છે, અન્યથા તેને કારણ ન કહી શકાય.
१. प्रकृतेर्महान् ततोऽहङ्कारः तस्माद् गणश्च षोडशकः ।
ત િષોડશ ( પીગ: Vશ મૂતાનિ I એજન, ૩ર. ૨. સાંખ્યકારિકા, ૯.