________________
૩૩૨
જૈનદર્શન હોય તો તે નિત્ય ક્યાં રહ્યું? જો તે શબ્દરૂપતાને ન છોડતું હોય તો શબ્દ અને અર્થ બન્નેનું એક ઇન્દ્રિય વડે ગ્રહણ થવું જોઈએ. એક શબ્દાકારથી અનુસૂત હોવાના કારણે જગતના બધા પ્રત્યયોને એકજાતિવાળા યા સમાનજાતિવાળા તો કહી શકીએ પણ એક ન કહી શકીએ, જેમ કે એક માટીના આકારથી અનુસૂત હોવાના કારણે ઘટ, સુરાહી, શકોરું આદિને માટીની જાતિનાં અને માટીથી બનેલાં તો કહી શકાય છે પરંતુ તે બધાંની એક સત્તા સ્થાપિત કરી શકાતી નથી. જગતનો પ્રત્યેક પદાર્થ સમાન અને અસમાન બન્ને ધર્મોનો આધાર હોય છે. સમાન ધર્મોની દૃષ્ટિએ પદાર્થોમાં “એકાજાતિક' વ્યવહાર થવા છતાં પણ પોતપોતાના વ્યક્તિગત અસાધારણ સ્વભાવના કારણે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે જ. પ્રાણોને અન્નમય કહેવાનો અર્થ એ નથી કે પ્રાણો અને અન્ન એક વસ્તુ છે.
વિશુદ્ધ આકાશમાં તિમિરરોગીને જે અનેક પ્રકારની રેખાઓનું મિથ્યા ભાન થાય છે તેમાં મિથ્યા પ્રતિભાસનું કારણ તિમિરરોગ વાસ્તવિક છે, એટલે જ તે તિમિરરોગ વસ્તુસતું આકાશમાં વસ્તુસત રોગીને મિથ્યા પ્રતીતિ કરાવે છે. તેવી જ રીતે ભેદપ્રતિભાસની કારણભૂત અવિદ્યાને વસ્તુસત્ માનતાં તો શબ્દાદ્વૈતવાદ આપોઆપ સમાપ્ત થઈ જાય. તેથી શુષ્ક કલ્પનાના ક્ષેત્રમાંથી બહાર નીકળીને દર્શનશાસ્ત્રમાં આપણે સ્વસિદ્ધ પદાર્થોની વિજ્ઞાનાવિરુદ્ધ વ્યાખ્યા કરવી જોઈએ અને નહિ કે કલ્પનાના આધારે નવા નવા પદાર્થોની સૃષ્ટિ. બધા જ્ઞાનો શબ્દાન્વિત જ હોય છે. આવો એકાન્તિક નિયમ નથી કેમ કે ભાષા અને સકેતથી અનભિજ્ઞ વ્યક્તિને પદાર્થોનો પ્રતિભાસ થવા છતાં પણ તે તદ્વાચક શબ્દોની યોજના કરી શકતી નથી. તેથી શબ્દાદ્વૈતવાદ પણ પ્રત્યક્ષાદિથી બાધિત છે. સાંખ્ય પ્રધાન સામાન્યવાદની મીમાંસા
(૧) પૂર્વપક્ષ - સાખ્ય મૂળમાં બે તત્ત્વો માને છે - એક પ્રકૃતિ અને બીજું પુરુષ. પુરુષતત્ત્વ વ્યાપક, નિષ્ક્રિય, કૂટનિત્ય અને જ્ઞાનાદિપરિણામથી શૂન્ય કેવળ ચેતન છે. પુરુષતત્ત્વ અનન્ત છે, બધાની પોતાની સ્વતંત્ર સત્તા છે. પ્રકૃતિ, જેને પ્રધાન પણ કહેવામાં આવે છે તે, પરિણામિનિત્ય છે. તેમાં એક અવસ્થા તિરોહિત થાય છે અને બીજી આવિર્ભત થાય છે. તે એક છે, ત્રિગુણાત્મક છે, વિષય છે, સામાન્ય છે અને “મહ' આદિ વિકારોને ઉત્પન્ન કરે છે. કારણરૂપ
१. त्रिगुणमविवेकि विषय: सामान्यमचेतनं प्रसवधर्मि ।
# તથા પ્રધાન તદ્વિપરીતતથા ૨ પુમાન ! સાંખ્યકારિકા ૧૧.