________________
૩૩૦
જૈનદર્શન માને છે. ઉપનિષમાં શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મનું વર્ણન આવે છે અને તેમાં એ દર્શાવ્યું છે કે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત વ્યક્તિ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. વૈયાકરણોનું કહેવું છે કે જગતમાં સમસ્ત જ્ઞાન શબ્દાનુવિદ્ધ જ અનુભવમાં આવે છે. જો પ્રત્યયોમાં શબ્દસંસ્પર્શ ન હોય તો તેમની પ્રકાશરૂપતા જ સમાપ્ત થઈ જાય. જ્ઞાનમાં વાગરૂપતા શાશ્વતી છે અને તે જ તેનો પ્રાણ છે. જગતનો કોઈ પણ વ્યવહાર શબ્દ વિના થતો નથી. અવિદ્યાના કારણે જગતમાં અનેક પ્રકારનો ભેદuપંચ દેખાય છે. વસ્તુતઃ તે બધા તે શબ્દબ્રહ્મના જ પર્યાયો છે. જેમ એક જ જલ વીચી, તરંગ, બુબુદ અને ફીણ આદિના આકારો ધારણ કરે છે તેમ એક જ શબ્દબ્રહ્મ વાચ્ય-વાચકરૂપથી કાલ્પનિક ભેદોમાં વિભાજિત જેવું દેખાય છે. ભેદો ઊભા કરનારી અવિદ્યાનો નાશ થતાં બધા પ્રપંચોથી રહિત નિર્વિકલ્પ શબ્દબ્રહ્મની પ્રતીતિ થઈ જાય છે.
(૨) ઉત્તરપક્ષ - પરંતુ આ શબ્દબ્રહ્મવાદની પ્રક્રિયા તેવી જ રીતે દૂષિત છે જેવી રીતે પૂર્વોક્ત બ્રહ્મવાદની. એ સાચું કે જ્ઞાનને પ્રકટ કરવાનું એક સમર્થ માધ્યમ શબ્દ છે, અને બીજા સુધી પોતાના ભાવો અને વિચારોને શબ્દ વિના પહોંચાડી શકાતા નથી. પરંતુ એનો અર્થ એ તો ન હોઈ શકે કે જગતમાં એક શબ્દતત્ત્વ જ છે. જો કોઈ વૃદ્ધ લાકડી વિના ચાલી નથી શકતો તો એ કારણે શું વૃદ્ધ, ગતિ અને જમીન બધા લાકડીના પર્યાયો બની શકે ? અનેક પ્રતિભાસો એવા હોય છે જેમને શબ્દની જરા જેટલી શક્તિ પણ સ્પર્શી શકતી નથી અને અસંખ્ય પદાર્થો એવા પડ્યા છે જેમના સુધી મનુષ્યનો સંકેત અને તેના દ્વારા પ્રયુક્ત થતા શબ્દો પહોચી શક્યા નથી. ઘટ આદિ પદાર્થોને કોઈ જાણે કે ન જાણે, તેમના વાચક શબ્દોનો પ્રયોગ કોઈ કરે કે ન કરે તેમનું પોતાનું અસ્તિત્વ શબ્દ અને જ્ઞાનના અભાવમાં પણ છે જ. શબ્દરહિત પદાર્થ આંખથી દેખાય છે અને અર્થરહિત શબ્દ કાનથી સંભળાય છે.
જો શબ્દ અને અર્થનું તાદાત્મ હોય તો અગ્નિ, પથ્થર, છરો આદિ શબ્દોને સાંભળવાથી કાનને દાહ અને અભિઘાત થવો જોઈએ અને તેનું છેદન થવું જોઈએ. શબ્દ અને અર્થ ભિન્ન દેશ, ભિન્ન કાલ અને ભિન્ન આકારવાળા હોઈને એકબીજાથી નિરપેક્ષ વિભિન્ન ઇન્દ્રિયોથી ગૃહીત થાય છે. તેથી શબ્દ અને અર્થનું તાદાભ્ય માનવું એ તો યુક્તિ અને અનુભવ બન્નેથી વિરુદ્ધ છે. જગતનો વ્યવહાર કેવળ
१. अनादिनिधनं शब्दब्रह्मतत्त्वं यदक्षरम् ।।
વિવર્તતેડર્થમાવેને પ્રક્રિયા નાતો થત: || વાક્યપદીય, ૧.૧ ૨. શબ્દલ નિતિ: પરં દ્રયગતિ | બ્રહ્મબિન્દ્રપનિષદુ, ૨૨.