________________
૩૨૪
જૈનદર્શન
મુમુક્ષુઓનો પ્રયત્ન હોય છે. આ અવિદ્યા તત્ત્વજ્ઞાનનો પ્રાગભાવ છે. તેથી અનાદિ હોવા છતાં પણ તેની નિવૃત્તિ તેવી રીતે થઈ જાય છે જેવી રીતે ઘટાદિ કાર્યોની ઉત્પત્તિ હોતાં તેમના પ્રાગભાવોની નિવૃત્તિ થઈ જાય છે.
આ બ્રહ્મનું ગ્રાહક સન્માત્રગ્રાહી નિર્વિકલ્પક પ્રત્યક્ષ છે. તે મૂક બાળકોના જ્ઞાનની જેમ શુદ્ધ, વસ્તુજન્ય અને શબ્દસમ્પર્કશૂન્ય નિર્વિકલ્પ હોય છે.
અવિદ્યા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન ઇત્યાદિ વિચાર પણ અપ્રસ્તુત છે, કેમ કે આ વિચારો વસ્તુસ્પર્શી હોય છે અને અવિદ્યા તો અવસ્તુ છે. કોઈ પણ વિચારને સહન ન કરવો એ જ અવિદ્યાનું અવિદ્યાત્વ છે.
(૨) જૈનનો ઉત્તરપક્ષ - પરંતુ પ્રત્યક્ષસિદ્ધ નક્કર અને તાત્ત્વિક જડ અને ચેતન પદાર્થોનો માત્ર અવિદ્યાના હવાઈ પ્રહારથી નિષેધ ન કરી શકાય. વિજ્ઞાનની પ્રયોગશાળાઓએ અનન્ત જડ પરમાણુઓનું પૃથક્ અસ્તિત્વ સિદ્ધ કર્યું જ છે. તમારું કલ્પિત બ્રહ્મ જ તે તથ્ય અને સત્યસાધક પ્રયોગશાળાઓમાં સિદ્ધ થઈ શક્યું નથી. એ સાચું કે આપણે આપણી પોતાની શબ્દસકેતની વાસના અનુસાર કોઈક પરમાણુસમુદાયને ઘટ, ઘડો, કળશ આદિ અનેક શબ્દસંકેતોથી વ્યક્ત કરીએ છીએ અને આ વ્યક્તીકરણની પોતાની સીમિત મર્યાદા પણ હોય છે પરંતુ એટલા માત્રથી તે પરમાણુઓની સત્તાનો અને પરમાણુઓથી બનેલા વિશિષ્ટ આકારોવાળા નક્કર પદાર્થોની સત્તાનો ઇનકાર ન કરી શકાય. સ્વતન્ત્ર, વજનવાળા અને પોતાના ગુણધર્મોના અખંડ આધારભૂત તે પરમાણુઓના વ્યક્તિત્વનો અભેદગામિની દૃષ્ટિ દ્વારા વિલય ન કરી શકાય. તે બધામાં અભિન્ન એક સત્તાનું દર્શન જ કાલ્પનિક છે. જેમ પોતાની પૃથક્ પૃથક્ સત્તા ધરાવનારા છાત્રોના સમુદાયમાં સામાજિક ભાવનાથી કલ્પવામાં આવેલું એક ‘છાત્રમંડળ’ માત્ર વ્યવહારસત્ય છે, તેને સમજ અને સમાધાન અનુસાર સંગઠિત અને વિઘટિત પણ કરી શકાય છે, તેનો વિસ્તાર અને સંકોચ પણ થાય છે અને છેવટે ભાવના સિવાય તેનું કોઈ નક્કર અસ્તિત્વ નથી તેમ એક ‘સત્' ‘સત્'ના આધારે કલ્પવામાં આવેલ અભેદ પોતાની સીમાઓમાં સંઘટિત અને વિઘટિત થતો રહે છે. આ એક સપ્નું જ અસ્તિત્વ વ્યાવહારિક અને પ્રાતિભાસિક છે, નહિ કે અનન્ત ચેતન દ્રવ્યો અને અનન્ત અચેતન પરમાણુઓનું. અસંખ્ય પ્રયત્નો કરવા છતાં પણ જગતના રંગમંચ ઉપરથી એક પણ પરમાણુનું અસ્તિત્વ મિટાવી શકાતું નથી.
૧. અવિદ્યાયા અવિદ્યાત્વે મેવ ચ તક્ષામ્ |
માનાષાતાસહિષ્ણુત્ત્વમસાધાર,મિષ્યતે । સમ્બન્ધવાર્તિક, કારિકા ૧૮૧.