________________
પ્રમાણમીમાંસા
૩૨૫ દૃષ્ટિસૃષ્ટિ તો પેલા શાહમૃગ જેવી વાત છે જે પોતાની આંખો બંધ કરીને ગરદન નીચી કરી સમજે છે કે જગતમાં કંઈ જ નથી. પોતાની આંખો ખોલવા યા બંધ કરવા સાથે જગતના અસ્તિત્વ યા નાસ્તિત્વને કોઈ સંબંધ નથી. આંખો બંધ કરવા અને ખોલવા સાથે અપ્રતિભાસ અને પ્રતિભાસ યા વિચિત્ર પ્રતિભાસને સંબંધ છે, નહિ કે વિજ્ઞાનસિદ્ધ કાર્યકારણપરંપરાથી પ્રતિબદ્ધ પદાર્થોના અસ્તિત્વને. કોઈ સ્વયંસિદ્ધ પદાર્થમાં વિભિન્ન રાગી દ્વેષી અને મોહી પુરુષો દ્વારા કરવામાં આવતી ઇષ્ટ-અનિષ્ટ, અચ્છી-બૂરી, હિત-અહિત આદિ કલ્પનાઓ ભલે દષ્ટિસૃષ્ટિની સીમામાં આવે અને તેમનું અસ્તિત્વ તે વ્યક્તિના પ્રતિભાસ સુધી જ સીમિત હોય અને વ્યાવહારિક હોય, પરંતુ તે પદાર્થનું અને તેના રૂપ, રસ, ગધે, સ્પર્શ આદિ વાસ્તવિક ગુણધર્મોનું અસ્તિત્વ તેમનું પોતાનું જ છે, કોઈની દૃષ્ટિએ તેની સૃષ્ટિ નથી કરી કે ન તો કોઈની વાસના યા રાગથી તેમની ઉત્પત્તિ થઈ છે. વસ્તુઓમાં ભેદ સ્વાભાવિક છે. તે કેવળ મનુષ્યોને જ નહિ પરંતુ જગતના પ્રત્યેક પ્રાણીને પોતપોતાના પ્રત્યક્ષજ્ઞાનોમાં સ્વતઃ પ્રતિભાસિત થાય છે. અનન્ત પ્રકારના વિરુદ્ધધર્માધ્યાસોથી સિદ્ધ દેશકુત, કાલકૃત અને આકારકૃત ભેદો પદાર્થોનું પોતાનું સ્વરૂપ છે. ઊલટું,ચરમ અભેદ જ કલ્પનાનો વિષય છે. તેનો ખ્યાલ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી કોઈ વ્યક્તિ તેની સીમા અને પરિભાષાને ન સમજાવી દે. અભેદમૂલક સંગઠનો બને છે અને બગડે છે અર્થાત્ વીખરાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે જ્યારે ભેદ પોતાની સ્થિર ભૂમિ પર જેવો છે તેવો જ રહે છે, ન તો બને છે કે ન તો બગડે છે.
આજના વિજ્ઞાને પોતાની પ્રયોગશાળાઓમાં એ સાબિત કરી દીધું છે કે જગતનો પ્રત્યેક અણુ-પરમાણુ પોતાનું પૃથક્ અસ્તિત્વ ધરાવે છે અને સામગ્રી અનુસાર પરમાણુઓમાં અનેકવિધ પરિવર્તનો થતાં રહે છે. લાખ પ્રયત્નો કરો તો પણ કોઈ પરમાણુનું અસ્તિત્વ મિટાવી શકાતું નથી અને ન તો કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન કરી શકાય છે. આ બધી જગતની લીલા તે પરમાણુઓના જૂનાધિક સયોગ-વિયોગજન્ય વિચિત્ર પરિણમનોના કારણે થઈ રહી છે.
જો એક બ્રહ્મનું જ જગતમાં મૂળભૂત અસ્તિત્વ હોય અને અનન્ત જીવાત્માઓ કલ્પિત ભેદના કારણે જ પ્રતિભાસિત થતા હોય તો પરસ્પરવિરુદ્ધ સદાચાર, દુરાચાર આદિ ક્રિયાઓથી થતા પુણ્ય-પાપના બન્ધ અને તેમનાં ફળ સુખ, દુઃખ આદિ નહિ ઘટી શકે. જેવી રીતે એક શરીરમાં માથાથી પગ સુધી સુખ અને દુઃખની અનુભૂતિ અખંડ થાય છે, ભલે ફોલ્લો પગમાં જ પડ્યો હોય, તેવી જ રીતે સમસ્ત