________________
૩૧૬
જૈનદર્શન
થશે, અત્યારે કૃત્તિકાનો ઉદય થયો હોવાથી’, ‘ઉપરવાસ વરસાદ થયો છે, કેમ કે નીચેના ભૂભાગમાં નદીમાં પૂર દેખાય છે' ઇત્યાદિ હેતુઓ ભિન્નાધિકરણ હોવા છતાં પણ અવિનાભાવના કારણે સદ્ભુતુઓ છે. ગમ્યગમકભાવનો આધાર અવિનાભાવ છે અને નહિ કે ભિન્નાધિકરણતા યા અભિન્નાધિકરણતા. ‘અવિદ્યમાનસત્તાક’નો અર્થ ‘પક્ષમાં સત્તા પ્રાપ્ત ન થવી' એવો નથી, પરંતુ સાધ્ય, દૃષ્ટાન્ત યા બન્નેની સાથે જેની અવિનાભાવિની સત્તા ન પ્રાપ્ત થાય તેને અવિદ્યમાનસત્તાક કહે છે.
આ જ રીતે સન્તિવિશેષ્યાસિદ્ધ આદિનો સન્દ્રિાસિદ્ધમાં જ અન્તર્ભાવ કરી લેવો જોઈએ. આ અસિદ્ધો કેટલાક અન્યતરાસિદ્ધ અને કેટલાક ઉભયાસિદ્ધ હોય છે. વાદી જ્યાં સુધી પ્રમાણ દ્વારા પોતાના હેતુને પ્રતિવાદી માટે સિદ્ધ નથી કરતો ત્યાં સુધી તે અન્યતરાસિદ્ધ કહી શકાય.
(૨) વિરુદ્ધ - ‘અન્યથા માવાત્' (પ્રમાણસંગ્રહ શ્લોક ૪૮) સાધ્યાભાવમાં મળતો, જેમ કે ‘સર્વ ક્ષણિક છે, સત્ હોવાથી' અહીં સત્ત્વ હેતુ સર્વથા ક્ષણિકત્વના વિપક્ષી કચિત્ ક્ષણિકત્વમાં મળે છે.
ન્યાયસારમાં (પૃ. ૮) વિદ્યમાનસપક્ષવાળા ચાર વિરુદ્ધ તથા અવિદ્યમાનસપક્ષવાળા ચાર વિરુદ્ધ એમ જે આઠ વિરુદ્ધોનું વર્ણન મળે છે તે બધા વિપક્ષમાં અવિનાભાવ મળવાના કારણે જ વિરુદ્ધ છે. હેતુનું સપક્ષમાં હોવું આવશ્યક નથી. તેથી સપક્ષસત્ત્વના અભાવને વિરુદ્ધતાનો નિયામક ન માની શકીએ. પરંતુ વિપક્ષની સાથે તેના અવિનાભાવનું નિશ્ચિતપણે હોવું એ જ વિરુદ્ધતાનો આધાર છે.
દિનાગ આચાર્યે વિરુદ્વાવ્યભિચારી નામનો પણ એક હેત્વાભાસ માન્યો છે. પરસ્પર વિરોધી બે હેતુઓનો એક ધર્મમાં પ્રયોગ કરાતાં પ્રથમ હેતુ વિરુદ્વાવ્યભિચારી બની જાય છે. આ સંશયહેતુ હોવાથી હેત્વાભાસ છે. ધર્મકીર્તિએ આને હેત્વાભાસ નથી માન્યો. તે લખે છે કે જે હેતુનું ઐરૂપ્ય પ્રમાણથી પ્રસિદ્ધ હોય તેમાં વિરોધી હેતુને કોઈ અવકાશ જ નથી.' તેથી આ આગમાશ્રિત હેતુની બાબતમાં જ સંભવ હોઈ શકે છે. શાસ્ત્ર અતીન્દ્રિય પદાર્થોનું પ્રતિપાદન કરે છે, તેથી તેમાં એક જ વસ્તુ પરસ્પરવિરોધી રૂપમાં વર્ણવાય એ શક્ય છે.
અકલંકદેવે આ હેત્વાભાસનો વિરુદ્ધમાં અન્તર્ભાવ કર્યો છે. જે હેતુ વિરુદ્ધનો
१. ननु च आचार्येण विरुद्धाव्यभिचार्यपि संशयहेतुरुक्तः । स इह नोक्त:, અનુમાનવિષયેઽસંમવાત્ । ન્યાયબિન્દુ, ૩.૧૧૨-૧૧૩.