________________
૩૧૪
જૈનદર્શન અગ્નિનું ઠંડું હોવું પ્રત્યક્ષથી બાધિત છે. “શબ્દ અપરિણામી છે કેમ કે તે કૃતક છે, ઘટની જેમ”. અહીં “શબ્દ અપરિણામી છે” આ પક્ષ “શબ્દ પરિણામી છે કેમ કે તે અર્થક્રિયાકારી છે અને કૃતક છે, ઘટની જેમ આ અનુમાનથી બાધિત છે. “પરલોકમાં ધર્મ દુઃખદાયક છે કેમ કે તે પુરુષાશ્રિત છે, જેમ કે અધર્મ.' અહીં ધર્મને દુઃખદાયક દર્શાવવો એ આગમથી બાધિત છે. “મનુષ્યની ખોપરી પવિત્ર છે કેમ કે તે પ્રાણીનું અંગ છે, જેમ કે શખ અને શુક્તિ અહીં મનુષ્યની ખોપરીની પવિત્રતા લોકબાધિત છે. લોકમાં ગાયના શરીરથી ઉત્પન્ન હોવા છતાં પણ દૂધ પવિત્ર મનાય છે પરંતુ ગોમાંસ અપવિત્ર મનાય છે. આ રીતે અનેક પ્રકારના પવિત્ર-અપવિત્રના લૌકિક વ્યવહારો ચાલે છે. “મારી માતા વંધ્યા છે કેમ કે તેને પુરુષસંયોગ થવા છતાં પણ ગર્ભ રહેતો નથી, જેમ કે પ્રસિદ્ધ વંધ્યા સ્ત્રી.” અહીં મારી માતાનું વધ્યાપણું સ્વવચનબાધિત છે. જો તે વંધ્યા છે તો પછી તે તારી માતા કેવી રીતે બની? આ બધા પક્ષાભાસો છે.
હેત્વાભાસ
જે હેતુનાં લક્ષણથી રહિત હોવા છતાં હેતુના જેવો દેખાય છે તે હેત્વાભાસ છે. વસ્તુતઃ તેને સાધનના દોષો હોવાથી સાધનાભાસ કહેવો જોઈએ, કેમ કે નિર્દોષ સાધનમાં આ દોષોની સંભાવના નથી હોતી. સાધન અને હેતુમાં વાચ્યવાચકનો ભેદ છે. સાધનના વચનને હેત કહે છે, તેથી ઉપચારથી સાધનના દોષોને હેતુના દોષો માનીને હેત્વાભાસ સંજ્ઞા દેવામાં આવી છે.
નૈયાયિકો હેતુના પાંચ રૂપ માને છે, તેથી તેઓ એક એક રૂપના અભાવમાં અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક, કાલાત્યયાપદિષ્ટ અને પ્રકરણસમ આ પાંચ હત્વાભાસ સ્વીકારે છે.' બૌદ્ધોએ હેતુને ત્રિરૂપ માન્યો છે, તેથી તેમના મતમાં પક્ષધર્મત્વના અભાવમાં અસિદ્ધ, સપક્ષસત્ત્વના અભાવમાં વિરુદ્ધ અને વિપક્ષાસત્ત્વના અભાવમાં અનૈકાન્તિક એમ ત્રણ હેત્વાભાસ થાય છે. કણાદસૂત્રમાં (૩.૧.૧૫) અસિદ્ધ, વિરુદ્ધ અને સન્દિગ્ધ આ ત્રણ હેવાભાસોનો નિર્દેશ હોવા છતાં પણ ભાષ્યમાં અનધ્યવસિત નામના ચોથા હેત્વાભાસનું કથન છે.
જૈન દાર્શનિકોમાં આચાર્ય સિદ્ધસેન (ન્યાયાવતાર શ્લોક ૨૩) અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક આ ત્રણ હેત્વાભાસો ગણાવ્યા છે. અકલંકદેવે અન્યથાનુપપત્નત્વને જ જ્યારે હેતુનું એક માત્ર નિયામક માન્યું છે ત્યારે સ્વાભાવિક રીતે તેમના મતે ૧. ન્યાયસાર, પૃ.૭. ૨. ન્યાયબિન્દુ, ૫.૫૭.