________________
પ્રમાણમીમાંસા
૩૧૩
આવી જ રીતે અવધિજ્ઞાનમાં મિથ્યાત્વના સંપર્કથી વિભગાવધિપણું આવે છે. તે મુખ્યપ્રત્યક્ષાભાસ કહેવાશે. મન:પર્યાય અને કેવલજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તેમનામાં વિપર્યાસની કોઈ રીતે સંભાવના નથી.
સ્મરણાભાસ
અતત્માં તનું, યા તત્મા અતનું સ્મરણ કરવું એ સ્મરણાભાસ છે, જેમ કે જિનદત્તમાં ‘તે દેવદત્ત' એવું સ્મરણ એ સ્મરણાભાસ છે.
પ્રત્યભિજ્ઞાનાભાસ
૨
સદંશ પદાર્થમાં ‘આ તે જ છે’ એવું જ્ઞાન તથા તે જ પદાર્થમાં ‘આ તેના જેવો છે' એ જાતનું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાભાસ છે. સહજાત દેવદત્ત અને જિનદત્તમાં ભ્રમવશ થનારું વિપરીત પ્રત્યભિજ્ઞાન, યા દ્રવ્યદૃષ્ટિથી એક જ પદાર્થમાં બૌદ્ધને થનારું સાદૃશ્યપ્રત્યભિજ્ઞાન અને પર્યાયદૃષ્ટિથી સદેશ પદાર્થમાં નૈયાયિકાદિને થનારું એકત્વજ્ઞાન આ બધા પ્રત્યભિજ્ઞાનાભાસો છે.
તર્કાભાસ
3
જેમનામાં અવિનાભાવસંબંધ ન હોય તેમનામાં વ્યાપ્તિજ્ઞાન કરવું એ તર્કાભાસ છે, જેમ કે જેટલા મિત્રાના પુત્રો થશે તે બધા શ્યામ થશે, ઇત્યાદિ. અહીં મિત્રાતનયત્વ અને શ્યામત્વમાં ન તો સહભાવનિયમ છે કે ન તો ક્રમભાવનિયમ છે, કેમ કે શ્યામતાનું કારણ તો તે પ્રકારના નામકર્મનો ઉદય અને ગર્ભાવસ્થામાં માતા દ્વારા શાક આદિનું પ્રચુર પ્રમાણમાં ભોજનમાં ગ્રહણ છે.
પક્ષાભાસ
પક્ષાભાસ આદિથી ઉત્પન્ન થનારા અનુમાનો અનુમાનાભાસો છે.” અનિષ્ટ, સિદ્ધ અને બાધિત પક્ષ પક્ષાભાસ છે. મીમાંસકનું ‘શબ્દ અનિત્ય છે’ એ કથન અનિષ્ટ પક્ષાભાસ છે. ક્યારેક ક્યારેક ભ્રમવશ કે ગભરાટમાં અનિષ્ટને પણ પક્ષ કરી લેવામાં આવે છે. ‘શબ્દ શ્રવણેન્દ્રિયનો વિષય છે” આ સિદ્ધ પક્ષાભાસ છે. શબ્દ કાનથી સંભળાય છે એ બાબત કોઈને વિવાદ નથી, તેથી તેને પક્ષ બનાવવો નિરર્થક છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લોક અને સ્વવચનથી બાધિત સાધ્યવાળો પક્ષ બાધિત પક્ષાભાસ છે. ‘અગ્નિ ઠંડો છે કેમ કે તે દ્રવ્ય છે, જલની જેમ'. અહીં ૧. એજન ૬.૮ ૨. એજન, ૬.૯ ૩. એજન, ૬.૧૦. ૪. એજન, ૬.૧૧-૨૦,