________________
૩૧૨
જૈનદર્શન
એટલે પણ ચેતન પ્રમાનું તે સાધકતમ કારણ બની શકે નહિ. તેથી સન્નિકર્ષ, કારકસાકલ્પ આદિ પ્રમાણાભાસ છે. કારકસાકલ્યમાં ચેતન અને અચેતન બધા પ્રકારની સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. તે બધા પ્રમિતિક્રિયા પ્રતિ જ્ઞાનથી વ્યવહિત બનીને - અર્થાત્ જ્ઞાન દ્વારા જ - કોઈક રીતે પોતાની કારણતા ધરાવી શકે છે, સાક્ષાત્ નહિ ; તેથી તે બધા પ્રમાણાભાસ છે. સન્નિકર્ષ આદિ અજ્ઞાનરૂપ છે, તેથી તેઓ મુખ્યપણે પ્રમાણ બની શકતા નથી. રહી ઉપચારથી પ્રમાણ કહેવાની વાત, તો કહેવું જોઈએ કે સાધકતમત્વના વિચારમાં તેનું કોઈ મૂલ્ય નથી. જ્ઞાન હોવા છતાં પણ જે સવ્યવહારોપયોગી નથી યા અકિંચિત્કર છે તે બધાં પ્રમાણાભાસ કોટિમાં સમાવિષ્ટ છે.
પ્રત્યક્ષાભાસ
૧
અવિશદ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવુ એ પ્રત્યક્ષાભાસ છે, જેમ કે પ્રજ્ઞાકરગુપ્ત અકસ્માત્ ધુમાડો જોઈને થનારા વહ્રિવિજ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. ભલે અહીં પહેલેથી વ્યાપ્તિ ગૃહીત ન હોય અને તાત્કાલિક પ્રતિભા આદિથી વહ્નિનો પ્રતિભાસ થઈ ગયો હોય પરંતુ તે પ્રતિભાસ ધૂમદર્શન જેવો વિશદ તો નથી. તેથી તે અવિશદ જ્ઞાનને પ્રત્યક્ષ કોટિમાં દાખલ કરી શકાય નહિ. તે પ્રત્યક્ષાભાસ જ છે.
પરોક્ષાભાસ
વિશદ જ્ઞાનને પણ પરોક્ષ કહેવું એ પરોક્ષાભાસ છે, જેમ કે મીમાંસક કરણજ્ઞાનને પોતાના સ્વરૂપમાં વિશદ હોવા છતાં પણ પરોક્ષ માને છે. એ તો અમે કહી ચૂક્યા છીએ કે સ્વસવેદનરૂપ પ્રત્યક્ષથી અગૃહીત જ્ઞાન દ્વારા, પુરુષાન્તરના જ્ઞાનની જેમ, અર્થોપલબ્ધિ નથી કરી શકાતી. તેથી જ્ઞાન માત્રને, સમ્યગ્નાન હોય કે મિથ્યાજ્ઞાન, સ્વસવેદી માનવું જ જોઈએ. જે કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સ્વને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે. એવું નથી કે ઘટ આદિની જેમ જ્ઞાન અજ્ઞાત રહીને ઉત્પન્ન થઈ જાય. તેથી મીમાસકે તેને પરોક્ષ કહેવું એ પરોક્ષાભાસ છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ
વાદળોમાં ગંધર્વનગરનું જ્ઞાન, દુઃખમાં સુખનું જ્ઞાન સાવ્યવહારિક પ્રત્યક્ષા
ભાસ છે.
૧. એજન, ૬.૬ ૨. એજન, ૬.૭.