________________
૩૨૦
જૈનદર્શન (૭-૮) અપ્રદર્શિતાન્વય અને અપ્રદર્શિતવ્યતિરેક પણ દષ્ટાન્તાભાસો થાય છે, જો વ્યાપ્તિનો ગ્રાહક તર્ક ઉપસ્થિત ન કરવામાં આવે તો. “યથા વત્ તથા આદિ શબ્દોનો પ્રયોગ ન થયો હોવાના કારણે કોઈને દષ્ટાન્તાભાસ ન કહી શકાય, કેમ કે વ્યાપ્તિના સાધક પ્રમાણની ઉપસ્થિતિમાં આ શબ્દોના અપ્રયોગનું કોઈ મહત્ત્વ નથી અને આ શબ્દોનો પ્રયોગ થયો હોવા છતાં પણ જો વ્યાતિસાધક પ્રમાણ ન હોય તો તેઓ નિશ્ચિતપણે દષ્ટાન્તાભાસ.બની જશે.
વાદિદેવસૂરિએ અનન્વય અને અવ્યતિરેક આ બે દષ્ટાન્તાભાસોનો પણ નિર્દેશ કર્યો છે. પરંતુ આચાર્ય હેમચન્દ્ર સ્પષ્ટ લખે છે કે આ સ્વતત્ર દષ્ટાન્તાભાસો નથી કેમ કે પૂર્વોક્ત આઠ આઠ દષ્ટાન્તાભાસો અનન્વય અને અવ્યતિરેકનો જ વિસ્તાર છે.
ઉદાહરણાભાસ
દષ્ટાન્નાભાસના વચનને ઉદાહરણાભાસ કહે છે. ઉદાહરણાભાસોમાં વસ્તુગત દોષ અને વચનગત દોષ બન્નેનો સમાવેશ થઈ શકે છે. તેથી તેમને ઉદાહરણાભાસ કહેવામાં આવે તો જ અપ્રદિર્શિતાન્વય, વિપરીતાન્વય, અપ્રદર્શિતવ્યતિરેક, વિપરીત વ્યતિરેક જેવા વચનદોષોનો સંગ્રહ થઈ શકે. દષ્ટાન્તાભાસમાં તો કેવળ વસ્તુગત દોષોનો જ સંગ્રહ થવો ન્યાય છે. બાલપ્રયોગાભાસ
અમે અગાઉ બતાવી ગયા છીએ કે ઉદાહરણ, ઉપનય અને નિગમન બાલબુદ્ધિ શિષ્યોને સમજાવવા માટે અનુમાનના અવયવો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જે અધિકારી જેટલા અવયવોથી સમજતો હોય તેના માટે તેટલા અવયવોથી ઓછાનો પ્રયોગ કરવો એ બાલપ્રયોગાભાસ બનશે, કેમ કે જેમને જેટલાં વાક્યોથી સમજવાની આદત પડેલી છે તેમને તેટલાંથી ઓછાં વાક્યો કહેવા એ તેમને અટપટું લાગશે અને તેમને એટલા માત્રથી સ્પષ્ટ અર્થબોધ પણ નહિ થાય. આગમાભાસ
રાગ, દ્વેષ અને મોહથી યુક્ત અપ્રામાણિક પુરુષનાં વચનોથી થતું જ્ઞાન આગમાભાસ છે, જેમ કે કોઈ પુરુષ બાળકોની ધમાચકડીથી પરેશાન થઈ તેમનાથી
૧. પરીક્ષામુખ, ૬.૪૬-૫૦. ૨. એજન, ૬.૫૧-૫૪.