________________
પ્રમાણમીમાસા
૩૧૯
(પ્રમાણમીમાંસા ૨.૧.૨૨-૨૭) અનન્વય અને અવ્યતિરેકને સ્વતન્ત્ર દોષ ન માનીને દષ્ટાન્નાભાસોની સંખ્યા સોળ નિર્ધારિત કરે છે.
પરીક્ષામુખ અનુસાર આઠ દૃષ્ટાન્નાભાસો આ પ્રમાણે છે : ‘શબ્દ અપૌરુષેય છે અમૂર્તિક હોવાથી’ આ અનુમાનમાં ઇન્દ્રિયસુખ, પરમાણુ અને ઘટ આ દૃષ્ટાન્તો ક્રમશઃ અસિદ્ધસાધ્ય, અસિદ્ધસાધન અને અસિદ્ધોભય છે કેમ કે ઇન્દ્રિયસુખ પૌરુષેય છે, પરમાણુ મૂર્તિક છે તથા ઘડો પૌરુષેય પણ છે અને મૂર્તિક પણ છે. જે અમૂર્તિક છે તે અપૌરુષેય છે' એવો અન્વય દર્શાવવો જોઈતો હતો, પરન્તુ ‘જે અપૌરુષેય છે તે અમૂર્તિક છે' એવો વિપરીતાન્વય દર્શાવવો એ વિપરીતાન્વય દૃષ્ટાન્નાભાસ છે કેમ કે વીજળી આદિ અપૌરુષય હોવા છતાં પણ અમૂર્તિક નથી. ઉક્ત અનુમાનમાં પરમાણુ, ઇન્દ્રિયસુખ અને આકાશનાં દૃષ્ટાન્ત ક્રમશઃ અસિદ્ધસાધ્યવ્યતિરેક, અસિદ્ધસાધનવ્યતિરેક અને અસિદ્ધોભયવ્યતિરેક છે, કેમ કે પરમાણુ અપૌરુષેય છે, ઇન્દ્રિયસુખ અમૂર્તિક છે અને આકાશ અપૌરુષેય અને અમૂર્તિક બન્નેય છે. તેથી તેમનામાં તે તે ધર્મોનો વ્યતિરેક અસિદ્ધ છે. જે અપૌરુષેય નથી તે અમૂર્તિક નથી' એવો સાધ્યાભાવમાં સાધનાભાવરૂપ વ્યતિરેક દર્શાવવો જોઈતો હતો, પરંતુ ‘જે અમૂર્તિક નથી તે અપૌરુષેય નથી' આ જાતનો ઊલટો વ્યતિરેક દર્શાવવો એ વિપરીતવ્યતિરેક દષ્ટાન્નાભાસ છે, કેમ કે વીજળી આદિમાં અતિપ્રસંગદોષ આવે છે.
આચાર્ય હેમચન્દ્ર અનુસાર અન્ય આઠ દૃષ્ટાન્નાભાસ નીચે મુજબ છે :
(૧) સન્દિગ્ધસાધ્યાન્વય - જેમ કે ‘આ પુરુષ રાગી છે, કેમ કે તે વચનો બોલે છે, રથ્યાપુરુષની જેમ.’
(૨) સન્દિગ્ધસાધનાન્વય - જેમ કે ‘આ પુરુષ મરણધર્મા છે, કેમ કે તે રાગી છે, રથ્યાપુરુષની જેમ.’
(૩) સન્દિગ્ધઉભયધર્માન્વય - જેમ કે ‘આ પુરુષ અલ્પજ્ઞ છે, કેમ કે તે રાગી છે, રથ્યાપુરુષની જેમ.’
આ અનુમાનોમાં પરની ચિત્તવૃત્તિને જાણવી અત્યન્ત કઠિન છે, તેથી રાગ અને અલ્પજ્ઞત્વની સત્તા સન્દિગ્ધ છે.
(૪-૬) તેવી જ રીતે આ અનુમાનોમાં સાધ્ય-સાધનભૂત રાગ અને અલ્પજ્ઞતાનો વ્યતિરેક સગ્ધિ હોવાથી સન્દિગ્ધસાધ્યવ્યતિરેક, સન્દિગ્ધસાધનવ્યતિરેક અને સન્ધિોભયવ્યતિરેક નામના વ્યતિરેકદૃષ્ટાન્નાભાસો થાય છે.