________________
૩૦૮
જૈનદર્શન
જ્ઞાનનું આધ્યાત્મિક ફળ મોક્ષની પ્રાપ્તિ છે, જે તાર્કિક ક્ષેત્રમાં વિવક્ષિત નથી. તે તો અધ્યાત્મજ્ઞાનનું જ પરંપરાથી ફળ છે. પ્રમાણથી સાક્ષાત્ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જેમ પ્રકાશ અન્ધકારને દૂર કરી પદાર્થોને પ્રકાશિત કરે છે તેમ જ્ઞાન અજ્ઞાનને દૂર કરી પદાર્થોનો બોધ કરાવે છે. અજ્ઞાનની નિવૃત્તિ અને પદાર્થોનું જ્ઞાન એ બે પૃથક્ ચીજો નથી અને ન તો તેમનામાં કાલભેદ છે, એ બે તો એક જ સિક્કાની બે બાજુઓ છે. પદાર્થબોધ પછી થનારા હાન અર્થાત્ હેયનો ત્યાગ, ઉપાદાન અને ઉપેક્ષાબુદ્ધિ પ્રમાણનાં પરંપરાથી ફળ છે. મતિ આદિ જ્ઞાનોમાં હાન, ઉપાદાન અને ઉપેક્ષા ત્રણેય બુદ્ધિઓ ફળ હોય છે, પરંતુ કેવળજ્ઞાનનું ફળ કેવળ ઉપેક્ષાબુદ્ધિ જ છે.' રાગ અને દ્વેષમાં ચિત્તનું પ્રણિધાન ન હોવું એ જ ઉપેક્ષા કહેવાય છે. કેવલજ્ઞાની વીતરાગી છે, તેથી તેમને રાગદ્વેષમૂલક હાનબુદ્ધિ અને ઉપાદાનબુદ્ધિ હોઈ શકે નહિ.
જૈન પરંપરામાં જ્ઞાન આત્માનો અભિન્ન ગુણ છે, આ જ જ્ઞાનની પૂર્વ અવસ્થા પ્રમાણ કહેવાય છે અને ઉત્તર અવસ્થા ફળ કહેવાય છે. જે જ્ઞાનધારા અનેક જ્ઞાનક્ષણોમાં વ્યાપ્ત રહે છે, તે જ્ઞાનધારાનો પૂર્વક્ષણ સાધકતમ હોવાથી પ્રમાણ છે અને ઉત્તરક્ષણ સાધ્ય હોવાથી ફલ છે. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા અને હાનાદિબુદ્ધિ - આ ધારામાં અવગ્રહ કેવળ પ્રમાણ જ છે અને હાનાદિબુદ્ધિ કેવળ ફળ જ છે, પરંતુ ઈહાથી ધારણા પર્યંત જ્ઞાન પૂર્વની અપેક્ષાએ ફળ હોવા છતાં પણ ઉત્તર કાર્યની અપેક્ષાએ પ્રમાણ પણ બને છે.' એક જ આત્માનો જ્ઞાનવ્યાપાર જ્યારે શેયોન્મુખ થાય છે ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને જ્યારે તેના દ્વારા અજ્ઞાનનિવૃત્તિ યા અર્થપ્રકાશ થાય છે ત્યારે તે ફળ કહેવાય છે.
નૈયાયિક, વૈશેષિક, મીમાંસક અને સાંખ્ય આદિ ઇન્દ્રિયને પ્રમાણ માની ઇન્દ્રિયવ્યાપાર, સત્રિકર્ષ, આલોચનાજ્ઞાન, વિશેષણજ્ઞાન, વિશેષ્યજ્ઞાન, વિશિષ્ટજ્ઞાન, હાનોપાદાનાદિ બુદ્ધિ સુધીની ધારામાં ઇન્દ્રિયને પ્રમાણ જ માને છે અને હાનોપાદાનાદિ બુદ્ધિને ફલ જ માને છે અને મધ્યવર્તી ઇન્દ્રિયવ્યાપાર, સન્નિકર્ષ આદિને પૂર્વ પૂર્વની અપેક્ષાએ ફલ અને ઉત્તર ઉત્તરની અપેક્ષાએ પ્રમાણ તરીકે સ્વીકારે છે. પ્રશ્ન એટલો જ છે કે જ્યારે પ્રમાણનું કાર્ય અજ્ઞાનની નિવૃત્તિ કરવી
૩
૧.૩પેક્ષા તમાઘસ્ય શેષસ્યાદ્વાનદાનથી: ।
પૂર્વા વાડજ્ઞાનનાશ: સર્વસ્વાસ્થ્ય સ્વોરે | આઠમીમાંસા, શ્લોક ૧૦૨. ૨. પૂર્વપૂર્વપ્રમાળત્વે તું યાવુત્તરોત્તમ્ । લઘીયસ્રય, શ્લોક ૭.
૩. જુઓ ન્યાયભાષ્ય, ૧.૧.૩. પ્રશસ્તપાદભાષ્યકન્દલી, પૃ. ૧૯૮-૧૯૯. મીમાંસાશ્લોકવાર્તિક, પ્રત્યક્ષ, શ્લોક ૫૯-૭૩.. સાંખ્યતત્ત્વકૌમુદી, કારિકા ૪.